Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૮ • आइन्स्टाइन-भर्तृहरिप्रभृतिमतप्रकाशनम् ।
१५१ निरूपणावसरे कुमारिलभट्टेन अपि मीमांसाश्लोकवार्तिके “न हि शक्त्यात्मना किञ्चिदसज्जन्म प्रपद्यते" (मी.श्लो.वा. उपमानपरिच्छेद-३३) इति। तद्विवरणे न्यायरत्नाकरे पार्थसारथिमिश्रेण अपि “यद् यत्र प सूक्ष्मरूपेण न विद्यते न तद् उत्पत्तुमर्हति, शशविषाणवत् । अतः सर्वकार्याणि सूक्ष्मात्मना कारणेषु सन्त्येव” (સ્નો.વા.૩૫માં.રૂરૂ ચારિત્ના.. પૃ.૪૪૩) ન્યુમ્ |
तदुक्तं कुन्दकुन्दस्वामिना पञ्चास्तिकायसङ्ग्रहे '“भावस्स णत्थि णासो, णत्थि अभावस्स चेव उप्पादो" न (प.स.१५)। यथोक्तं समन्तभद्रस्वामिना अपि बृहत्स्वयम्भूस्तोत्रे “नैवाऽसतो जन्म सतो न नाशः” (પૃ.સ્વ.તા.૨૪).
થોરું કરીને પશુપટલ્લે “નાડતો વિઘતે માવો નાગુમાવો વિદ્યતે સત્ત:(.૬.૫.૮૩) રૂત્તિા तदुक्तं वाक्यपदीये भर्तृहरिणा अपि “नाऽभावो जायते भावो नैति भावोऽनुपाख्यताम्" (वा.प.३/३/६१) पण इति। आधुनिकभौतिकविज्ञानशास्त्रिणाम् आइन्स्टाइनप्रभृतीनाम् अपि शक्तीनां रूपान्तरणं सम्मतम्, का न तु सर्वथा नाशादिकम् । શકતો નથી. તત્ત્વદર્શીઓએ આ બન્નેનો નિર્ણય જોએલો છે.” મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટ પણ સત્કાર્યવાદનું નિરૂપણ કરવાના અવસરે મીમાંસાશ્લોકવાર્તિકમાં જણાવેલ છે કે “શક્તિરૂપે અવિદ્યમાન કોઈ પણ વસ્તુ જન્મને ધારણ નથી જ કરી શકતી.” મીમાંસા શ્લોકવાર્તિકની ન્યાયરત્નાકર વ્યાખ્યામાં (commentary) પાર્થસારથિમિશ્રજીએ પણ ઉપરોક્ત બાબતની સ્પષ્ટતા કરતા જણાવેલ છે કે “જે વસ્તુ જ્યાં સૂક્ષ્મરૂપે પણ વિદ્યમાન ન હોય તે વસ્તુ ત્યાં ઉત્પન્ન થવા યોગ્ય હોતી નથી. જેમ કે સસલાનું શિંગડું. સસલાનું શિંગડું સૂક્ષ્મરૂપે પણ ક્યાંય વિદ્યમાન નથી. માટે તેની ઉત્પત્તિ અશક્ય છે. માટે માનવું જોઈએ કે સર્વ કાર્યો સૂક્ષ્મસ્વરૂપે પોતાના કારણમાં વિદ્યમાન જ હોય છે.”
(તદુર્જ) કુંદકુંદસ્વામીએ પંચાસ્તિકાયસંગ્રહમાં જણાવેલ છે કે “ભાવનો નાશ નથી તેમજ અભાવનો છે ઉત્પાદ નથી.' બૃહતસ્વયંભૂસ્તોત્રમાં સમંતભદ્રસ્વામીજીએ પણ જણાવેલ છે કે “સર્વથા અસત્ વસ્તુનો વ જન્મ થતો નથી તથા વિદ્યમાન વસ્તુનો સર્વથા નાશ થતો નથી.”
(ચો.) પશુપટલ નામના પૌષ્કર આગમમાં પણ જણાવેલ છે કે “સર્વથા અવિદ્યમાન વસ્તુનું સ જગત્માં અસ્તિત્વ હોતું નથી. તથા વિદ્યમાન વસ્તુનો સર્વથા ઉચ્છેદ થતો નથી.” વાક્યપદયમાં ભર્તુહરિએ પણ જણાવેલ છે કે “અભાવ કયારેય ભાવરૂપે બનતો નથી તથા ભાવ નિરુપાખ્યતાને (-તુચ્છતાને = અસપણાને) પામતો નથી.' આલ્બર્ટ આઈન્સ્ટાઈન વગેરે આધુનિક ભૌતિકવિજ્ઞાનશાસ્ત્રીઓને પણ શક્તિઓનું રૂપાંતરણ, પરિવર્તન માન્ય છે. શક્તિઓનો સર્વથા નાશ કે એકાંતે અસતનો ઉત્પાદ તેઓને માન્ય નથી.
સ્પષ્ટતા :- વંધ્યાપુત્ર, આકાશપુષ્પ વગેરે પદાર્થો સર્વથા અવિદ્યમાન છે. માટે તેની ઉત્પત્તિ થઈ શકતી નથી. જેની ઉત્પત્તિ થાય છે તેવા પદાર્થો કોઈકને કોઈક સ્વરૂપે પોતાના ઉપાદાનકારણમાં રહેલા હોય છે. તલમાં અવ્યક્તરૂપે તેલ વિદ્યમાન હોવાથી જ ઘાણીમાં પીલવાને લીધે તે પ્રગટ થઈ શકે 1. भावस्य नास्ति नाशो नास्ति अभावस्य चैव उत्पादः ।