Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११४
* विलक्षणपर्यायप्रदर्शनम्
२/२
प
२/१०/१४४) इत्येवं मतिज्ञानपर्यायाधिकारे दर्शितम्, यच्च तैरेव तत्रैवाग्रे चारित्रपर्यायाधिकारे “ते च बुद्धिकृता अविभागपलिच्छेदा विषयकृता वा” (भ.सू.२५ / ६ / ७६५) इत्युक्तम्, यच्च जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तौ शान्तिचन्द्रवाचकैरपि “पर्यवाः = बुद्धिकृताः निर्विभागा भागा ” ( ज. द्वी. २ / ३८ पृ. १२८ ) इत्युक्तम्, यच्च शु दर्शनादिपर्यायनिरूपणावसरे पिण्डनिर्युक्तिवृत्ती श्रीमलयगिरिसूरिभिः “दर्शन - ज्ञान - चारित्राणां प्रत्येकं ये ये पर्यायाः अविभागपरिच्छेदरूपा: ” (पि.नि.६५ वृ. पृ. २६ ) इत्युक्तम्, तत्तु क्रमभाविधर्मभिन्ननिरंशांशलक्षणपर्यायापेक्षयाऽवगन्तव्यम् । ततश्च न द्रव्यस्येव गुणस्य क्रमभाविधर्मलक्षणपर्यायसिद्ध्यापत्तिः, र्श न वा गुणस्य द्रव्यत्वापत्तिः। ‘विषयकृता' इत्यनेन तेषां वास्तविकत्वमुपदर्शितमित्यवधेयम् ।
पर्यवाः
उत्तराध्ययनसूत्रवृत्तौ श्रीशान्तिसूरिभिः “पर्यवान्
परिणतिविशेषान्” (उत्त. २९/१०) इत्युक्तम् । तत्रैवाऽग्रे ऊनोदराधिकारे तैरेव “पर्यायैश्च उपाधिभूतैः” (उत्त. ३०/१४) इत्युक्तम्। आगन्तुकत्वात्पर्यायाणामुपाधिरूपताऽवसेया । अनुयोगद्वारसूत्रवृत्तौ पर्यायनिरूपणावसरे हेमचन्द्रसूरिभिः “पर्यायाणां का नारकत्वादीनाम् एकगुणकृष्णत्वादीनां च” (अनु.द्वा.सू. १४८) इत्युदाहृतम् । यथाक्रमं जीव-पुद्गलपर्यायोदाहरणविधया इदमवसेयम् ।
૫
र्णि
=
=
-
ભગવતીસૂત્રવૃત્તિમાં જ ચારિત્રપર્યાયના નિરૂપણના અવસરે વ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જે જણાવેલ છે કે (૨) ‘બુદ્ધિકૃત નિર્વિભાગ અંશો અથવા વિષયકૃત નિર્વિભાગ અંશો એટલે પર્યાય.' તેમજ જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રવ્યાખ્યામાં શ્રીશાન્તિચન્દ્ર ઉપાધ્યાયજીએ પણ પર્યાયનું સ્વરૂપ દર્શાવતા જે જણાવેલ છે કે (૩) ‘બુદ્ધિ દ્વારા કરાયેલા નિરંશ એવા અંશો એટલે પર્યાય' તથા (૪) પિંડનિર્યુક્તિવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ દર્શનાદિના પર્યાયો દેખાડવાના અવસરે જે જણાવેલ છે કે ‘દર્શન, જ્ઞાન, ચારિત્ર આ પ્રત્યેકના જે જે પર્યાયો છે તે નિર્વિભાગઅંશસ્વરૂપ છે' - તે ક્રમભાવી ગુણધર્મથી ભિન્ન નિરંશ નિર્વિભાજ્ય અંશસ્વરૂપ પર્યાયની અપેક્ષાએ કહેલ છે તેમ જાણવું. તેથી દ્રવ્યની જેમ ગુણમાં ॥ ક્રમભાવી ગુણધર્મ સ્વરૂપ પર્યાયની સિદ્ધિ થવાની આપત્તિ નહિ આવે. તથા ગુણને દ્રવ્ય માનવાની આપત્તિ નિહ આવે. મતલબ કે જ્ઞાનાદિ ગુણના બુદ્ધિથી કે વિવક્ષાથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે નિર્વિભાજ્ય A અંશો કરવામાં આવે તે તેના પર્યાય કહેવાય છે. આ સૂક્ષ્મ અંશો વાસ્તવિક છે, કાલ્પનિક નહિ. માટે ‘વિષયકૃત’ એવો બીજો વિકલ્પ અભયદેવસૂરિજીએ દર્શાવેલ છે. પરંતુ કોઈ પણ મતે ક્રમભાવી ગુણધર્મરૂપે તે પર્યાય માન્ય નથી આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
પર્યાય ઉપાધિસ્વરૂપ : શ્રીશાંતિસૂરિજી
(ઉત્તરા.) ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિમાં શ્રીશાંતિસૂરિજીએ જણાવેલ છે કે ‘પર્યાય એટલે વિશેષ પ્રકારની અવસ્થા.’ તથા ઉત્તરાધ્યયનવૃત્તિમાં તેમણે જ ઉણોદરી તપના પ્રસ્તાવમાં જણાવેલ છે કે ‘પર્યાય વસ્તુની ઉપાધિ સ્વરૂપ છે.’ પર્યાયો આગંતુક = કાદાચિત્ક હોવાથી તેને ઉપાધિસ્વરૂપ બતાવેલ છે - તેમ સમજવું. અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં મલધારી શ્રીહેમચંદ્રસૂરિજીએ ઉદાહરણરૂપે જણાવેલ છે કે ‘નારકત્વ વગેરે જીવના પર્યાય છે. તથા એકગુણ કૃષ્ણવર્ણ - દ્વિગુણ કૃષ્ણવર્ણ વગેરે પુદ્ગલના પર્યાય છે.’
-
=