Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११८
* गुण- पर्यायवैलक्षण्यविमर्शः
२/२
रा
सर्वे पदार्थाः प्रतिसमयम् एजन-चलनादिक्रियां कुर्वन्ति । क्रमेण एतादृशक्रियायोजनं पर्याय उच्यते । क्रियायाः क्षणिकत्वात् तत्सम्बन्धस्याऽपि क्षणभङ्गुरत्वम् । अत एव तादृशसम्बन्धलक्षणस्य पर्यायस्यापि क्षणभिदेलिमत्वं सिध्यति पर्यायार्थिकनयतः । द्रव्यार्थिकनयतस्तु पर्यायस्य नित्यद्रव्याऽभिन्नत्वाद् नित्यत्वमुक्तमित्यवधेयम् ।
7
गुण-पर्याययोः भेदं दर्शयद्भिः श्रीहरिभद्रसूरिभिः आवश्यकनिर्युक्तिवृत्तौ मलयगिरिसूरिभिः च प्रज्ञापनावृत्तौ “સર્તિનો મુળા:, મવર્તિના પર્યાયા" (બ્ર.નિ.૧૭૮ રૃ. પ્રજ્ઞા.૧/૨/મૂ.૨૪૭) રૂત્યુત્તમ્। તત્ત્વાર્થવૃત્તૌ सिद्धसेनगणिवरै: “युगपदवस्थायिनो गुणाः रूपादयः, अयुगपदवस्थायिनः पर्यायाः” (त.सू.वृ.५/३७) इत्युक्तम् । प्रश्नव्याकरणसूत्रवृत्ती श्रीअभयदेवसूरिभिः " द्रव्यैः = त्रिकालानुगतिलक्षणैः पुद्गलादिभिः वस्तुभिः, का पर्यायैश्च = नव-पुराणादिभिः क्रमवर्त्तिभिः धर्मैः गुणैः = वर्णादिभिः सहभाविभिः धर्मैः एव” (प्र.व्या.२/२/३६ શાકટાયનાચાર્યનું તાત્પર્ય એવું જણાય છે કે દરેક પદાર્થ પ્રતિસમય હલન-ચલન-પરિવર્તન-પુનરાવર્તન -ઉત્પાદ-વ્યય-અસ્તિત્વ આદિ અનેક ક્રિયાઓ કરતા હોય છે. આવી ક્રિયાની સાથે પદાર્થનું ક્રમિક જોડાણ થવું તે જ પદાર્થગત પર્યાય કહેવાય છે. ક્રિયા ક્ષણિક હોવાથી તેનો સંબંધ પણ ક્ષણિક હોય તે સ્વાભાવિક છે. તેથી પદાર્થગત ક્રિયાસંબંધસ્વરૂપ પર્યાય પણ ક્ષણભંગુર સિદ્ધ થાય છે. પર્યાયને અલગ-અલગ શાસ્ત્રકારો ભલે વિવિધ સ્વરૂપે વર્ણવે. પરંતુ પર્યાયની ક્ષણભંગુરતા વિશે શાસ્ત્રકારોમાં કોઈ મતભેદ નથી. આ પર્યાયાર્થિકનયનો અભિપ્રાય છે. તેમ છતાં દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી દ્રવ્યથી અભિન્ન હોવાના લીધે પર્યાય પણ નિત્ય છે આ વાત ભૂલાવી ન જોઈએ.
* ગુણ-પર્યાયભેદ : આગમદૃષ્ટિએ
सु
(ગુ.) ભદ્રબાહુસ્વામીરચિત આવશ્યકનિર્યુક્તિ ગ્રંથ ઉપર શ્રીહરિભદ્રસૂરિજીએ વ્યાખ્યા રચેલ છે. તથા પૂર્વધર શ્યામાચાર્યજીએ પ્રજ્ઞાપના (પન્નવણા) નામના ઉપાંગસૂત્રની રચના કરેલ છે. તેની વ્યાખ્યા ( સમર્થટીકાકારશ્રી મલયગિરિસૂરિજીએ બનાવેલ છે. આવશ્યકનિર્યુક્તિવ્યાખ્યામાં તથા પન્નવણાસૂત્રવૃત્તિમાં ગુણ-પર્યાયનો ભેદ બતાવતા તેઓશ્રીએ જણાવેલ છે કે ‘દ્રવ્યસહવર્તી હોય તે ગુણ કહેવાય. ક્રમવર્તી (આગંતુક-પરિવર્તનશીલ) હોય તે પર્યાય કહેવાય.' આ જ વાતને થોડા જુદા શબ્દો દ્વારા દર્શાવતા તત્ત્વાર્થસૂત્રવ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણિવરે કહેલ છે કે ‘યુગપત્ (= એકીસાથે) રહેનારા હોય તે ગુણ કહેવાય. જેમ કે રૂપ-રસ-ગંધ વગેરે. જે અયુગપત્ (= ક્રમિક) રહેનારા હોય તે પર્યાય કહેવાય.’ (જેમ કે મનુષ્યદ્રવ્યની બાલ-યુવા-વૃદ્ધ અવસ્થા. માણસ કાયમ બાલ કે યુવાન નથી હોતો. માટે બાલત્વ વગેરે દશા મનુષ્યદ્રવ્યના પર્યાય કહેવાય. ટૂંકમાં કહીએ તો દ્રવ્યમાં બધા ગુણો એકીસાથે રહી શકે છે. પણ બધા પર્યાયો એકી સાથે રહી શકતા નથી.)
प
मु
શ્રી બહુત
1 #
-
-
(1.) પ્રશ્નવ્યાકરણસૂત્રવ્યાખ્યામાં નવાંગીટીકાકારશ્રી અભયદેવસૂરિજી મહારાજે દ્રવ્ય-ગુણ અને પર્યાય વચ્ચેનો ભેદ જણાવતાં કહેલ છે કે ‘ત્રિકાલ અનુગમ (હાજરી) સ્વરૂપ પુદ્ગલાદિ વસ્તુઓને દ્રવ્ય કહેવાય. દ્રવ્યમાં કાળક્રમવર્તી જે નવા-જૂના વગેરે ગુણધર્મો ઉત્પન્ન થાય તે પર્યાય કહેવાય. તથા દ્રવ્યસહવર્તી વર્ણ-ગંધ વગેરે ગુણધર્મો ગુણ કહેવાય.' ઉત્તરાધ્યયનસૂત્રમાં દ્રવ્ય-ગુણ-પર્યાયની વ્યાખ્યા