Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 307
________________ ૨/૨ ० स्वात्मतोषकृते द्रव्यादिज्ञानं प्राप्यम् । ૨૨૩ इह स्थले द्रव्यानुयोगतर्कणायां किञ्चित् स्खलितं तद् बुधैः शोधनीयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – स्वेतरद्रव्येभ्यः स्वात्मद्रव्यं ज्ञानदृष्ट्या पृथक्कृत्य शुद्धगुण- 1 प्रकटीकरणस्य सत्पर्यायनिर्मलीकरणस्य च प्रणिधानं सुदृढतया कार्यम् । स्वात्मद्रव्यध्रौव्यज्ञानाद् रा जन्म-जरा-मरणभयानि विलीयन्ते, 'निजात्मद्रव्यम् अनन्तसद्गुणनिधिः' इति ज्ञानात् चेतःप्रसादो म लभ्यते । गुणावरणदूरीकरणेन गुणा लभ्यन्ते इति कृत्वा निजपर्यायधवलीकरणे निरन्तरं यतनीयम् ।। तदर्थम् उपादेयभावेन निजशुद्ध-ध्रुवात्मद्रव्यदिदृक्षा सम्पादनीया। ततः आत्मपर्याया निर्मलीभवन्ति, श आवरणानि विलीयन्ते, गुणाः प्रादुर्भवन्ति आत्मानन्दश्चाऽनुभूयते । इत्थं क्रमेण कार्येन क सर्वगुणाविर्भावलक्षणं “धर्मक्षमी धर्ममृदुः धर्मर्नुः धर्मसंयमः। धर्मसत्यो धर्मतपा धर्मब्रह्मा शुचिस्ततः ।।” (सि.स.ना.२/५) इति सिद्धसहस्रनामकोशदर्शितं सिद्धस्वरूपं द्रुतं लभ्यते । एतत्सर्वं मनसिकृत्य स्वात्मरमणतोपलब्धिकृते एव द्रव्य-गुण-पर्यायपरिज्ञानं प्राप्तव्यम् ।।२/२ ।। આવશે. આ વાતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. (દ.) આ સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં કાંઈક અલના થયેલ છે. પંડિતોએ તેનું સંશોધન કરવું. શ્રી જાતને ખોલવાની સાધના કરીએ છીએ આધ્યાત્મિક ઉપનયા - પોતાના સિવાયના બીજા દ્રવ્યોમાંથી આપણું આત્મદ્રવ્ય જ્ઞાનદૃષ્ટિથી અલગ તારવી સહભાવી શુદ્ધ ગુણોને પ્રગટ કરવાનું તથા વિદ્યમાન ક્રમભાવી પર્યાયોને નિર્મળ કરવાનું પ્રણિધાન સુદઢ કરવું આવશ્યક છે. આત્મદ્રવ્ય ત્રિકાળધ્રુવ છે. આ હકીકતની જાણકારી આપણને જન્મ-જરા -મરણના ભયથી મુક્ત કરે છે. જન્મ-જરા-મરણ શરીરના છે, આત્માના નહિ. આત્મદ્રવ્ય તો શાશ્વત છે, સ્થિર છે, શાન્ત છે. “આત્મા ગુણોનો ભંડાર છે' - આ હકીકત જાણવાથી અંદરમાં અનેરી ઠંડક રુ. થાય. ગુણો તો આત્મામાં અનંતા છે. પરંતુ તે ગુણો વર્તમાનમાં કર્મથી આવરાયેલા છે. આપણે આવરણને દૂર કરીએ તો ગુણો પ્રગટ થાય. ગુણોને લાવવાનો પ્રયત્ન કરવાનો નથી, ગુણોને ખીલવવાના છે. 13. તે માટે આપણી જાતને ખોલવાની છે. જાતને ખોલવાની એટલે આત્મપર્યાયોને ઉજ્જવળ કરવાની સાધના કરવાની. આપણી દૃષ્ટિને ઉપાદેયપણે શુદ્ધ ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર રુચિપૂર્વક સ્થાપિત કરીએ એટલે રસી આત્મપર્યાયો ઉજળા બનવા માંડે, આવરણો હટવા માંડે, ગુણો પ્રગટવા લાગે. આત્માના આનંદનો અનુભવ પણ થવા માંડે. આ ક્રમથી પૂર્ણાનંદ-પરમાનંદ અને પરિપૂર્ણપણે સઘળા ગુણો પ્રગટે તેનું નામ મોક્ષ. મુક્તાત્માનું ગુણમય સ્વરૂપ જણાવતાં સિદ્ધસહસ્રનામકોશમાં કહેલ છે કે “સિદ્ધ ભગવંત ધર્મક્ષમાવાળા (ઉત્કૃષ્ટ ક્ષમામય), ધર્મમૃદુતામય, ધર્મઋજુતાગુણાત્મક,ધર્મસંયમસ્વરૂપ,ધર્મસત્યયુક્ત, ધર્મતપસ્વી, ધર્મબ્રહ્મચર્યમય તથા પરમ પવિત્ર હોય છે.' ઉપકાર-અપકાર-વિપાક-વચન-ધર્મ (= સ્વભાવ) ભેદથી પાંચ પ્રકારે ક્ષમાદિને ષોડશક, વિશિકા પ્રકરણ વગેરેમાં જણાવેલ છે. તેમાંથી ધર્મક્ષમા વગેરે સ્વભાવાત્મક ઉત્કૃષ્ટગુણ છે. તે સિદ્ધમાં હોય છે. આવું સિદ્ધસ્વરૂપ ઉપરોક્ત ક્રમે મળે છે. આ હકીકતને ધ્યેયગત કરી, સ્વમાં ઊંડા ઉતરી જવા માટે જ દ્રવ્ય-ગુણ-પર્યાયની જાણકારી મેળવવાની છે. (૨૨)

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432