Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२८
० द्रव्यदृष्टिः प्राप्तव्या 0
२/३ लीनतया आत्मार्थिना भाव्यम्। तत्र च पर्यायदृष्टिः बाधिका। विशेषोपयोगः पर्यायदर्शनद्वारा ५ रागादिकं जनयति। अत आत्मार्थिना विशेषोपयोगोपसर्जनेन सामान्योपयोगार्पणापरतया भाव्यम् । रा विशेषोपयोगस्य अनिवार्यत्वे तु रागाद्यपायपरिहारकृते तत्प्राधान्यं नैव कार्यम्, शत्रु-मित्रादिपर्यायाभनुपेक्ष्य ज्ञान-दर्शनादिगुणानां तद्गोचरता आपादनीया। । यथा रागदशातो वीतरागदशाऽऽरोहणाऽसम्भवे वैराग्यदशा आश्रीयते तथा पर्यायदृष्टितः 'द्रव्यदृष्टिसमारोहणाऽयोगे गुणदृष्टिः आत्मार्थिना आश्रीयते । इत्थञ्च सङ्क्लेशादिजनकपर्यायदृष्टिं के परिहृत्य गुणदृष्टिसमालम्बनेन द्रव्यदृष्टिप्राप्तौ आत्मार्थिना सर्वत्र सर्वदा अवश्यं यतितव्यम् । तत णि एव स्वरूपदर्शनोपलब्ध्या आत्मार्थी कृतार्थो भवति । अत्रार्थे “स्वरूपदर्शनं श्लाघ्यं पररूपेक्षणं वृथा। .. एतावदेव विज्ञानं परञ्ज्योतिःप्रकाशकम् ।।” (प.प.२०) इति परमज्योति:-पञ्चविंशतिकायां यशोविजयवाचकेन्द्रवचनं
चेतसि निधेयम् । तबलेन च “पुनर्जन्मादिरहितां सिद्धिगतिं” (द.वै.१०/२१ वृ.) दशवैकालिकसूत्रहारिभद्रीવૃત્તિવતામ્ ત્મિાર્થી રદ્ ત્તમત્તાર/રૂ . પરિણાવવા સામાન્ય ઉપયોગને કેન્દ્રસ્થાને ગોઠવી આત્મદ્રવ્યને જોવામાં લીન બની જવું તે પ્રત્યેક સાધકનું અંગત કર્તવ્ય છે. દ્રવ્યદૃષ્ટિને કેળવવામાં પર્યાયદષ્ટિ બાધક બને છે. વિશેષ ઉપયોગ પર્યાયના દર્શન કરાવવા દ્વારા રાગ-દ્વેષાદિના વિકલ્પો ઊભા કરે છે. માટે અધ્યાત્મનિષ્ઠ સાધકે ડગલે ને પગલે વિશેષ ઉપયોગનો આધાર લેવાના બદલે સામાન્ય ઉપયોગનો આશ્રય લેવા માટે કટિબદ્ધ બનવું. વિશેષ
ઉપયોગ અનિવાર્યપણે આવી જ જતો હોય તો તેના નુકસાનથી બચવાના બે ઉપાય છે. (૧) વિશેષ { ઉપયોગ ઉપર બહુ મદાર ન બાંધવો. વિશેષ ઉપયોગ ઉપર મુસ્તાક ન બનવું. (૨) વિશેષ ઉપયોગનો
વિષય મનુષ્ય-બાલ-શત્રુ-મિત્રાદિ પર્યાયને બનાવવાના બદલે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણોને તેનો Cી વિષય બનાવવાની ભાવના રાખવી. તે મુજબ પ્રયત્ન કરવો.
0 ગુણદૃષ્ટિનો આશ્રય સપ્રયોજન , (યથા.) જેમ રાગદશામાંથી સીધે સીધા વીતરાગદશામાં પહોંચી શકાતું ન હોય ત્યારે વૈરાગ્યદશાનો આશ્રય લેવામાં આવે છે તેમ પર્યાયદષ્ટિમાંથી સીધે સીધા દ્રવ્યદૃષ્ટિમાં પહોંચી શકાતું ન હોય ત્યારે ગુણદષ્ટિનો આશ્રય લેવો ઉચિત છે. આ લક્ષ રાખી આઘાત-પ્રત્યાઘાતને ઊભી કરનારી પર્યાયદૃષ્ટિને તિલાંજલિ આપી ગુણદષ્ટિના માધ્યમે દ્રવ્યદૃષ્ટિને આત્મસાત્ કરવા આત્માર્થી સાધકે સતત સર્વત્ર પ્રયત્નશીલ રહેવું અત્યંત જરૂરી છે. તેનાથી જ સ્વરૂપદર્શનની ઉપલબ્ધિ થવાથી આત્માર્થી સાધક કૃતાર્થ થાય છે. આ બાબતમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પરમજ્યોતિ પંચવિંશતિકામાં જે વાત જણાવેલ છે, તે અતઃકરણમાં દઢ કરવા જેવી છે. ત્યાં જણાવેલ છે કે “આત્મસ્વરૂપદર્શન જ પ્રશંસનીય છે. પરરૂપદર્શન ફોગટ છે. આટલું જ વિજ્ઞાન પરમજ્યોતિનું પ્રકાશક છે.” તેના બળથી સિદ્ધિગતિને આત્માર્થી ઝડપથી મેળવે છે. દશવૈકાલિકસૂત્રવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પુનર્જન્માદિથી શૂન્ય સ્વરૂપે સિદ્ધિગતિ વર્ણવેલી છે. (૨૩)