Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३०
0 पतञ्जलिमतानुसारेण द्रव्यनिरूपणम् ।
૨/૪ પૂર્વાપર પર્યાયની મૃદ્રવ્યરૂપ ઊર્ધ્વતાસામાન્ય શક્તિ કહીએ. ૩ોગ્ય - ‘પૂર્વાપરસધાર દ્રવ્યમ્ = ઉર્ધ્વતાશી સામાન્યમિતિ (પ્ર.ન.ત./૫) સૂત્ર* પિંડ કહેતાં માટીનો પિંડ, કુસૂલ કહેતા કોઠી. તે (આદિક=) પ્રમુખ સે અનેક મૃત્તિકાના આકાર ફિરઇ છઇ, પણિ તેહમાદ્ધિ માટી (અણફિરતી=) ફિરતી નથી. તે પિંડ-કુર્લાદિક
આકારનું ઊર્ધ્વતાસામાન્ય કહિયઈ. प = अनेकरूपं प्रकुर्वाणा अपि स्थिरा = एकस्वरूपैव = अनुगतैव भवति। पिण्ड-कुशूलादीनां - मृदाकाराणां भेदेऽपि तत्र मृत्तिका न भिद्यते। तदुक्तं पाणिनीयव्याकरणमहाभाष्ये पतञ्जलिनाऽपि " “एवं हि दृश्यते लोके मृत् कयाचिदाकृत्या युक्ता पिण्डो भवति, पिण्डाऽऽकृतिमुपमृद्य घटिकाः क्रियन्ते म घटिकाकृतिमुपमृद्य कुण्डिकाः क्रियन्ते ।.... आकृतिरन्या चान्या च भवति, द्रव्यं पुनस्तदेव। आकृत्युपमर्दैन
द्रव्यमेवाऽवशिष्यते” (पा.व्या.भा., पस्पशा, वा.२) इति । अतो जैन्या परिभाषया पूर्वापरकालभाविपिण्ड
-स्थास-कोश-कुशूलाद्याकाराणामूर्ध्वतासामान्यं शक्तिस्वरूपम् अनुगतं मृद्रव्यमुच्यते । तदुक्तं क प्रमाणनयतत्त्वालोकालङ्कारे वादिदेवसूरिभिः “पूर्वाऽपरपरिणामसाधारणं द्रव्यम् = ऊर्ध्वतासामान्यम्, कटक ff - Mઘનુકમિવાળ્યુનવ” (.નત.૧/૫) તિા
આદિ અનેકવિધ આકારોને/પર્યાયોને ઉત્પન્ન કરવા છતાં પણ માટી તો એકસરખા સ્વરૂપવાળી જ હોય છે, પૂર્વાપર પર્યાયોમાં માટી અનુગત જ હોય છે. માટે માટી દ્રવ્ય કહેવાય છે, ઊર્ધ્વતા સામાન્ય કહેવાય છે. માટીનો પિંડો, કુશૂલ, કપાલ વગેરે આકારો બદલાય છતાં પણ તે આકારોમાં રહેલી માટી બદલાતી નથી. તેથી પાણિનીયવ્યાકરણભાષ્યમાં મહર્ષિ પતંજલિએ પણ જણાવેલ છે કે “આ પ્રમાણે જ દુનિયામાં જોવા મળે છે કે માટી અમુક પ્રકારના આકારવાળી હોય તો પિંડ સ્વરૂપ બને છે. માટીના પિંડાકારનું
ઉપમર્દન (વિસર્જન) કરીને નાનો કે મોટો ઘડો કરવામાં આવે છે. ઘટ-ઘટિકા સ્વરૂપ આકૃતિનું ઉપમર્દન જ કરીને કુંડી કરવામાં આવે છે... આ રીતે આકૃતિ જુદી-જુદી બને છે. પરંતુ દ્રવ્ય તો તે જ રહે છે. વા તે તે આકારોનું ઉપમર્દન (વિસર્જન) કરવાથી દ્રવ્ય જ બાકી રહે છે. માટે જૈન પરિભાષા મુજબ " વિચાર કરવામાં આવે તો પૂર્વાપરકાલભાવી પિંડ આકાર, સ્થાસ આકાર, કોશ આકૃતિ, કુશૂલ આકાર, ૨ કપાલ આકાર વગેરેમાં શક્તિસ્વરૂપે અનુગત ઊર્ધ્વતાસામાન્ય મૃદ્રવ્ય કહેવાય છે. તેથી જ પ્રમાણનયતત્ત્વાલીકાલંકાર નામના ગ્રંથમાં વાદિદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “પૂર્વોત્તરકાળમાં સાધારણ = અનુગત જે દ્રવ્ય હોય તે ઊર્ધ્વતા સામાન્ય કહેવાય છે. જેમ કે કટક, કંકણ વગેરે આકારોમાં અનુગત (=વ્યાપ્ત) સુવર્ણ.
જ માટી ઊર્ધ્વતાસામાન્ય જ પિતા :- માટીમાંથી ઘડો બને તે પૂર્વે માટી અનેક અવસ્થામાંથી પસાર થાય છે. કુંભારના ચાકડા ઉપર સૌ પ્રથમ માટીનો પિંડ મૂકવામાં આવે છે, પછી છીછરો રકાબી જેવો આકાર થાય છે જેને સ્થાસ કહેવામાં આવે છે. પછી ઉભો કોઠી જેવો આકાર થાય છે જેને સંસ્કૃત ભાષામાં કોશ કહેવામાં આવે છે. પછી થોડો મોટો કોઠી જેવો આકાર થાય તેને કુશૂલ કહેવામાં આવે છે. આ ક્રમથી આકારો . ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.આ.(૧) માં છે.