Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨ ૦ • व्यावहारिक-नैश्चयिकगुण-दोषविचारणा :
૧/૪ ग्रहणादिक्रियालक्षणद्रव्यशुद्ध्यपेक्षया ज्ञानयोगाऽसङ्गोपासनालक्षणभावशुद्धेः बलवत्त्वात् । વગેરે દોષ લાગે તો પણ દ્રવ્યાનુયોગાભ્યાસી સાધુના ચારિત્રનો ઉચ્છેદ નથી જ થતો. કારણ કે આધાકર્મ વગેરે દોષથી યુક્ત ગોચરી-પાણી ન લેવાની ક્રિયાસ્વરૂપ દ્રવ્યશુદ્ધિની અપેક્ષાએ દ્રવ્યાનુયોગપરામર્શસ્વરૂપ જ્ઞાનયોગની અસંગભાવે ઉપાસના કરવા સ્વરૂપ ભાવશુદ્ધિ બળવાન છે. મતલબ કે દ્રવ્યશુદ્ધિને ગુમાવવા છતાં ભાવશુદ્ધિને પ્રાપ્ત કરવાથી ચારિત્ર નાશ પામતું નથી. મૂળ શ્લોકમાં “આધા” લખેલ છે. તેનો અર્થ આધાકર્મ સમજવો. પદના એક ભાગમાં/અંશમાં પદસમૂહનો = આખા પદનો ઉપચાર કરવાથી આવો અર્થ સમજી શકાય તેમ છે. જેમ ભીમ = ભીમસેન તેમ આધા = આધાકર્મ.
અસંગ સેવાને સમજીએ - સ્પષ્ટતા :- અસંગ સેવા એટલે મહત્ત્વાકાંક્ષા, પ્રસિદ્ધિ, પાટ, પદવી, પરિવારવૃદ્ધિ વગેરે કોઈ પણ જાતના સંગ = પ્રલોભન વિના થતી ઉપાસના. નિર્દોષ ગોચરી-પાણી વગેરે લેવાની પ્રવૃત્તિ ક્રિયાયોગસ્વરૂપ છે, જ્યારે દ્રવ્યાનુયોગની વિચારણા જ્ઞાનયોગરૂપ છે. કેવળ નિર્મળ આત્મતત્ત્વને પ્રગટ કરવાના લક્ષ, જિનોક્ત મોક્ષમાર્ગને અનુભવના સ્તરે મેળવવાના એકમાત્ર ઉદેશથી, તારક તીર્થકર ભગવંતના આશય મુજબ દ્રવ્યાનુયોગની અસંગ ઉપાસના કરવામાં લાગી જવું એ અંતરંગ જ્ઞાનપુરુષાર્થ છે. તે માટે અનુભવજ્ઞાની ગીતાર્થ સદ્ગના સહવાસમાં રહેવું જરૂરી બને. ગીતાર્થ સદ્દગુરુ ફક્ત ઉત્સર્ગમાર્ગે નથી વિચરતા હોતા, પરંતુ સ્વ-પરના સાનુબંધ કલ્યાણના આશયથી યથોચિત ઉત્સર્ગ A -અપવાદનું સેવન કરનારા હોય છે. તેઓ પોતાના વડીલો-શિષ્યો-આશ્રિતો વગેરેની સાથે રહેતા હોય
છે. તેથી દ્રવ્યાનુયોગના જ્ઞાતા બનવા સગુરુ-ગુરુકુલવાસ-સાધુસમુદાયની સાથે રહેવું અનિવાર્ય બને છે. સમુદાયમાં બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી વગેરે સાધુઓ પણ હોય. સાધુ ઘણા હોય અને અભ્યાસ -દુકાળ-માંદગી વગેરે કારણસર એક ક્ષેત્રમાં રહેવું પણ પડે. વળી, પૂર્વના કાળમાં ગ્રંથો તાડપત્ર વગેરે ઉપર લખાયેલા મળતા હોવાથી તેને વિહારમાં ઊંચકીને ફેરવવાનું બહુ જ મુશ્કેલ હતું. તથા અન્યત્ર સ્થળે દ્રવ્યાનુયોગના અભ્યાસમાં ઉપયોગી ગ્રંથો ઉપલબ્ધ ન હોય તેવું પણ બને. આવા કારણસર પણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરાવવા માટે ગુરુભગવંતને અને સાધુસમુદાયને પણ એક જ ક્ષેત્રમાં રહેવું જરૂરી બની જાય. તેથી તેવા સંયોગોમાં સાધુ ભગવંતોને ક્યારેક કોઈક રીતે ગોચરી-પાણીમાં આધાકર્મ વગેરે દોષ લાગી જાય તેવી સંભાવના નકારી શકાતી નથી. “આધાકર્મ વગેરે દોષ લાગવાથી ચારિત્ર દૂષિત થાય છે - તેમ ભગવતીસૂત્ર વગેરેમાં બતાવેલ છે. પરંતુ જો ગીતાર્થ સદ્ગુરુની પાવન નિશ્રામાં સમુદાયમાં રહેનાર આત્માર્થી સાધુને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં કરતાં ક્વચિત ગોચરી-પાણી વગેરેમાં આધાકર્મ વગેરે દોષ લાગે તો પણ તેના ચારિત્રનો નાશ થતો નથી. પાંચ લાખ રૂપિયા ગુમાવીને દશ કરોડ રૂપિયા મેળવનાર માણસ ગરીબ નથી બની જતો.
S વિવેકદૃષ્ટિની મુખ્યતા હજી આશય એ છે કે નિર્દોષ ગોચરી-પાણી ઓછા પ્રમાણમાં મળતા હોવાના કારણે સંયમ-જીવનનિર્વાહ અને સંયમસાધનભૂત શરીરનો નિર્વાહ જ્યારે નિર્દોષ ગોચરી-પાણી દ્વારા થઈ શકે તેમ ન હોય તેવા સંયોગમાં ગુરુકુલવાસી દ્રવ્યાનુયોગાભ્યાસી સાધુ આધાકર્મ વગેરે દોષવાળા આહાર-પાણી ગ્રહણ કરે, વાપરે તો પણ તેના ચારિત્રનો નાશ થતો નથી. કારણ કે પ્રસ્તુત સાધુને જે આધાકર્મ દોષ લાગે છે