Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
o आध्यात्मिकार्थे चित्तं विनियोज्यम् । प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - उपदर्शितसम्मतितर्क-भगवतीसूत्र-स्थानाङ्गसूत्र-समवायाङ्गसूत्र ग -ध्यानशतकादिव्याख्याविलोकनत इदं ज्ञायते यदुत स्वात्मद्रव्याधिकरणकमुक्तिपर्यायोत्पाद-संसारपर्यायव्यय
-शुद्धात्मद्रव्यत्वप्रकारकध्रौव्यबोधकारकाऽऽगमिकपदादौ एकाग्रतया मनो-वाक्-कायाः प्रयोजनीयाः । म इत्थं शुक्लध्यानप्रथमपादपरिपाकतः सांसारिकपर्यायौदासीन्येन शुक्लध्यानद्वितीयपादस्थैर्यतः क्षपकशं श्रेण्यारोहणद्वारा घातिकर्माणि समुन्मूल्य केवलज्ञानं शीघ्रतया आविर्भावनीयम् । एकस्मिन् आगमिकपदादौ __ मनःप्रभृतिस्थैर्यविरहे आगमिकपदाद् अन्यत्र आध्यात्मिकपदार्थे चित्तं स्थापनीयं ततः पुनः तत्र ।
एवमपि चित्तस्थैर्यविघटने तादृशागमिकपदोच्चारणे एकाग्रतया वचोयोगः श्रुतबलेन योज्यः । केवलणि वचोयोगस्थैर्यविघटने तु कराग्रादिना सङ्ख्याननियमनपूर्वं तादृशपदोच्चारण-स्मरणादिकम् एकाग्रकाय या-वाग्-मनोयोगैः कर्तव्यम् । कायपरिश्रमे पुनः आध्यात्मिकपदार्थादिस्मरणे चित्तं विनियोज्यम् ।
આદિ કોઈ પણ ચીજ દુનિયામાં વાસ્તવિક છે જ નહિ. ગુરુ, શિષ્ય, સંસાર, મોક્ષ, સદ્ગતિ, દુર્ગતિ, પુણ્ય, પાપ વગેરે કોઈ ચીજ આ વિશ્વમાં તાત્ત્વિક છે જ નહિ. તેથી તેમના મતે મોક્ષસાધના કરવાની વાસ્તવમાં જરૂર પડે જ નહિ. આવું માનવાથી સાધનામાર્ગના ઔત્સર્ગિક આચારોમાં તેના જીવને રુચિશ્રદ્ધા-લાગણી જન્મે જ નહીં. સાધનાના ઉત્સર્ગમાર્ગમાં અતિપરિણામી જીવને શ્રદ્ધા જ નથી હોતી. તેથી તેવો અતિપરિણામી જીવ જ્ઞાનાદ્વૈતવાદીના મતને અનુસરનારો થઈ ગુરુ-ગુરુવિનય-ગુરુસમર્પણ વગેરે છોડી બેસે છે. ભવાટવીમાં ઘણું ભ્રમણ કરવા છતાં તેના જીવનો ઉદ્ધાર થતો નથી. માટે સર્વનયના મર્મને જાણનારા સદ્ગુરુને સમર્પિત થવાની વાત ઉપર ગ્રંથકારશ્રીએ ભાર આપેલ છે.
# ધ્યાન, ધ્યાનધારા, ધ્યાનાન્તરિકાને ઓળખીએ # આધ્યાત્મિક ઉપનય :- સમ્મતિતર્ક, ભગવતીસૂત્ર, ઠાણાંગજી, સમવાયાંગજી, ધ્યાનશતક આદિ ગ્રંથોની વ્યાખ્યાનું તાત્પર્ય પ્રસ્તુતમાં એ રીતે સમજી શકાય તેમ છે કે સ્વઆત્મદ્રવ્યમાં મુક્તિપર્યાયની ન ઉત્પત્તિ, સંસારપર્યાયનો વિનાશ અને શુદ્ધ આત્મદ્રવ્યત્વસ્વરૂપે પ્રૌવ્ય - આ ત્રણેયને દર્શાવનારા આગમિક
પદમાં કે પદાર્થમાં મન-વચન-કાયાને એકાગ્રપણે જોડી રાખવાનો પ્રામાણિકપણે પુરુષાર્થ કરવો. આ રીતે શુક્લધ્યાનના પ્રથમ ભેદને પરિપક્વ બનાવીને સાંસારિક ભાવોથી ઉદાસીન બનીને, શુફલધ્યાનના બીજા પ્રકારમાં સ્થિર બની, ક્ષપકશ્રેણિ માંડી ઘાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન વહેલી તકે પ્રાપ્ત કરી લેવું. જો ઉપરોક્ત રીતે એક જ આગમિક પદમાં કે પદાર્થમાં મન-વચન-કાયા સ્થિર ન રહી શકે તો તેવા આગમિક પદમાંથી આધ્યાત્મિક પદાર્થમાં જવું, પદાર્થમાંથી પદમાં જવું. તેમાં પણ મન લાંબો સમય સ્થિર ન રહે તો આધ્યાત્મિક પદાર્થમાંથી મનને ખસેડી તે આધ્યાત્મિક પદાર્થના દર્શક આગમિક પદને રટવામાં વચન યોગને એકાગ્રપણે શ્રુતજ્ઞાનના બળથી જોડી રાખવો. એકલા વચનયોગની સ્થિરતા લાંબો સમય ન ટકે તો આંગળીના વેઢા ઉપર અંગુઠાને ફેરવતા રહી સંખ્યાની ગણતરી કરવા પૂર્વક તે - તે પદોને જીભથી રટવામાં કે મનથી યાદ કરવામાં એકાગ્ર બનવું. હાથ થાકે તો એકલા મનથી ફરી એક વાર તે તે આધ્યાત્મિક પદાર્થમાં લીન બનવા પ્રયત્ન કરવો.