Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
। सामान्य-विशेषगुणार्थ-व्यञ्जनपर्यायातिदेशः । રસ તે માટઈ એહ જ દ્રવ્યાનુયોગ આદર = 'સેવા'. ए प्रवृत्तिकरणापूर्वकरणानिवृत्तिकरणसंज्ञदर्शनमोहक्षपणसमर्थपरिणामविशेषबलेन पश्चादात्मनि योजयति ।
तदनन्तरमविकल्पस्वरूपे प्राप्ते यथा पर्यायस्थानीयमुक्ताफलानि गुणस्थानीयं धवलत्वं चाभेदनयेन हार एव । या तथा पूर्वोक्तद्रव्य-गुण-पर्याया अभेदनयेनात्मैवेति भावयतो दर्शनमोहाऽन्धकारः प्रलीयते इति भावार्थः” (प्र.सा. म ता.वृ. १/८०)। अधःप्रवृत्तिकरणं श्वेताम्बराम्नाये यथाप्रवृत्तकरणम् अनाभोगकरणं चोच्यते इति - વૃદમાગતા(T.૨૭) વીધ્યમ્ स एकादशशाखायां सामान्य-विशेषगुणाः चतुर्दशशाखायाञ्च व्यञ्जनाऽर्थपर्याया दर्शयिष्यन्त इत्यवधेयम् ।
तस्मात् कारणाद् इमं = द्रव्यानुयोगम् एव सेवध्वम्।। પરિભાષા મુજબ વિચારીએ તો દર્શન મોહનીય કર્મનો ક્ષય કરવામાં સમર્થ એવા આત્મપરિણામવિશેષસ્વરૂપ અધ:પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના ત્રણ કરણના બળથી પરમાત્મસ્વરૂપને સાધક સ્વાત્મામાં જોડે છે. “હું અરિહંતસ્વરૂપ જ છું - આ રીતે, દ્રવ્યાર્થિકનયની મર્યાદામાં રહીને, અરિહંત વીતરાગ પરમાત્માના સ્વરૂપનું સ્વાત્મામાં અનુસંધાન કર્યા બાદ નિર્વિકલ્પ- સ્વરૂપ પ્રાપ્ત થતાં દર્શનમોહનીય = મિથ્યાત્વમોહનીય કર્મસ્વરૂપ અંધકાર દૂર થાય છે. આનું કારણ એ છે કે “જેમ પર્યાયસ્વરૂપ મોતીઓ અને ગુણ સ્વરૂપ ઉજ્જવળતા અભેદનયથી = દ્રવ્યાર્થનયથી હાર જ છે તેમ
ઉપરોક્ત દ્રવ્ય-ગુણ-પર્યાયો પણ દ્રવ્યાર્થનયથી = અભેદનયથી આત્મા જ છે' - આ પ્રમાણેની ભાવનાને ૫ તે સાધક ભાવે છે. આ પ્રમાણે ગાથાનો ભાવાર્થ છે.” અહીં દિગંબરમતે જે અધ:પ્રવૃત્તિકરણ કહેલ
છે, તે શ્વેતાંબર આમ્નાયમાં “યથાપ્રવૃત્તકરણ” અને “અનાભોગકરણ' કહેવાય છે. આ વાત બૃહત્કલ્પભાષ્યથી Cી જાણવી.
(ા.) ૧૧મી શાખામાં સામાન્ય-વિશેષગુણોનું સ્વરૂપ સમજાવવામાં આવશે. તથા ૧૪મી શાખામાં જે વ્યંજનપર્યાયનું અને અર્થપર્યાયનું સ્વરૂપ દર્શાવવામાં આવશે. આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
જ પ્રવચનસાર ગ્રંથનું તાત્પર્ય - સ્પષ્ટતા - પ્રવચનસાર ગ્રંથનું તાત્પર્ય એ છે કે “સામાન્ય-વિશેષ ગુણ અને અર્થ-વ્યંજન પર્યાય - આ બન્નેના આધારભૂત શુદ્ધ આત્મદ્રવ્યાત્મક અરિહંત પરમાત્મા જેવું જ મારું સ્વરૂપ છે' - આ પ્રમાણે દઢ ભાવના = ધ્યાન કરવાથી સમકિતી એવો સાધક આત્મા ભગવતુલ્યતાને = ભગવસ્વરૂપતુલ્યસ્વરૂપને સંપ્રાપ્ત કરે છે. આ જ સિદ્ધસમાપત્તિ કહેવાય છે. તેથી શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની મીમાંસાભાવના સ્વરૂપ દ્રવ્યાનુયોગપરિશીલન કાલાન્તરે શુકૂલધ્યાન દ્વારા સિદ્ધસ્વરૂપતુલ્યતાને સાધક આત્મામાં પ્રગટાવે છે. “અધ:પ્રવૃત્તિકરણ' શબ્દ દિગંબર સમ્પ્રદાયમાં પ્રસિદ્ધ છે. તેના સ્થાને શ્વેતાંબર સંપ્રદાય મુજબ “યથાપ્રવૃત્તિકરણ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ઉપરના બે કરણોની પૂર્વે નીચલી અવસ્થામાં પ્રવૃત્ત હોવાથી અધ:પ્રવૃત્તિકરણ નામની સંભાવના છે.
(તસ્મા ) સિદ્ધસમાપત્તિસાધક એવા શુક્લધ્યાનને પ્રાપ્ત કરાવનાર હોવાના કારણે દ્રવ્યાનુયોગનું તમે સહુ પરિશીલન કરો. ...( ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૩)+આ.(૧)માં છે.