Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૬
६४
० शुक्लध्यानफलरूपा सिद्धसमापत्तिः । રસ તથા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનાઇ “સિદ્ધસમાપત્તિ હોઈ. તે તો શુકલ ધ્યાનનું ફલ છઈ.* , शुक्लं भवति, किमभिधानमित्यत आह - ‘एकत्ववितर्कमविचारम्' एकत्वेन = अभेदेन वितर्कः = ' व्यञ्जनरूपोऽर्थरूपो वा यस्य तत्तथा, इदमपि च पूर्वगतश्रुतानुसारेणैव भवति, अविचारादि पूर्ववदिति” છે ! (ધ્યા.શ.૮૦ ૩.) | ___ शुद्धद्रव्य-गुण-पर्यायभावनया तु शुक्लध्यानफलरूपा सिद्धसमापत्तिः सिद्धस्वरूपतुल्यताप्राप्तिलक्षणा ન થાય તો ચિત્ત અસંક્રમ = અવિચાર કહેવાય. આવા પ્રકારનું અત્યંત નિષ્પકમ્પ ચિત્ત શુક્લધ્યાનનો બીજો પ્રકાર બને છે. તેનું નામ “એકત્વવિતર્ક-અવિચાર છે. ભેદભાવ વિના, ફેરફાર વિના, એક સ્વરૂપે, અવિચલસ્વરૂપે, અભિન્નરૂપે, એકાકારે શબ્દ અથવા અર્થ (= વિતર્ક) જે ધ્યાનમાં વણાયેલ હોય તે એકત્વવિતર્ક કહેવાય. સંક્રમશૂન્ય હોવાથી તે અવિચાર કહેવાય છે. આ બીજા પ્રકારના શુક્લધ્યાનમાં એકસ્વરૂપે જે શબ્દ કે અર્થ ચિત્તમાં ભાસે છે તે પણ પૂર્વગત શ્રુત અનુસારે જ ભાસે છે.”
સ્થિર દીપકની ઉપમાનું રહસ્ય ) સ્પષ્ટતા :- આપણા ચિત્તમાં અધ્યવસાય પ્રતિક્ષણ બદલાતા હોય છે. સામાન્યથી બાહ્ય વિષય બદલાય એટલે તેના નિમિત્તે ચિત્તના અધ્યવસાય બદલાય છે. બાહ્ય વિષય ન બદલાય તો પણ ચિત્તમાં
અધ્યવસાય તો બદલાય જ છે. પણ ચિત્તવૃત્તિનો વિષય બદલાય નહિ તો અધ્યવસાયધારા એકસરખી શ એકાકારે પ્રવાહમાન રહે છે. ધ્યાનમાં અધ્યવસાય = અંતઃકરણનો પરિણામ બદલાવા છતાં તે સમાનાકાર
હોવાથી તે ચિત્ત સ્થિર કહેવાય છે. માટે શુકલધ્યાનના બીજા ભેદમાં સ્થિર મેરુપર્વતના બદલે પવનશૂન્યCી સ્થાનસ્થિત દીવાનું ઉદાહરણ આપેલ છે. દીવાની જ્યોત પ્રતિક્ષણ બદલાય છે. પણ પવનશૂન્ય જગ્યામાં
રહેલ દીવાની જ્યોત હાલક ડોલક થતી નથી. સમાનાકારે ઉત્પન્ન થતી નવી-નવી દીપજ્યોતનો આકાર રી બદલાતો ન હોવાથી તે દીપજ્યોત સ્થિર કહેવાય છે. સ્થિર દીપજ્યોતની જેમ સ્થિર-સમાનાકાર ચિત્તવૃત્તિ શુક્લધ્યાનના બીજા પ્રકાર સ્વરૂપે ગણાય છે. ચિત્તની વૃત્તિ અને ચિત્ત વચ્ચે અભેદ ઉપચાર કરી ધ્યાનશતકમાં સ્થિર ચિત્તને શુક્લધ્યાનના બીજા પ્રકારસ્વરૂપે જણાવેલ છે. પૂર્વધર મહર્ષિ જ પૂર્વગતશ્રુતના એક જ શબ્દને કે એક જ અર્થને લક્ષગત કરી દ્રવ્યના ઉત્પાદ વગેરે પર્યાયોમાંથી એક જ પર્યાયમાં મનને અથવા વચનને કે કાયાને જોડી રાખે તે શુકલધ્યાનનો બીજો પ્રકાર સમજવો. દ્રવ્ય ન બદલે, પર્યાય ન બદલે, પકડેલ શબ્દ કે અર્થ ન બદલે, સ્વીકૃત મન-વચન-કાયાનો યોગ ન બદલે તે રીતે પૂર્વગત શ્રુતજ્ઞાનના બળથી ચિત્તવૃત્તિને એકાકાર પ્રવાહિત રાખીને પૂર્વધર મહાત્માઓ શુક્લધ્યાનના બીજા પ્રકારને આરાધે છે. શુક્લધ્યાનના પ્રથમ પ્રકારમાં એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં, એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં, એક શબ્દમાંથી બીજા શબ્દમાં કે અર્થમાં, એક અર્થમાંથી બીજા અર્થમાં કે શબ્દમાં, મન-વચન-કાયાના યોગની અંદર પણ એક યોગમાંથી બીજા યોગમાં પરિવર્તન વિવેકપૂર્વક ચાલુ હોય છે.
સિદ્ધસમાપત્તિ ઃ શુકલધ્યાનફળ (શુદ્ધ.) વળી, શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનાથી શુક્લધ્યાનના ફળસ્વરૂપ સિદ્ધસમાપત્તિ થાય છે. સિદ્ધ ભગવંત સમાન સ્વરૂપની પ્રાપ્તિ એટલે સિદ્ધસમાપત્તિ કહેવાય. તે કેવલજ્ઞાનને તાત્કાલિક ટૂ ધ માં “તો તે’ પાઠ છે. જ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.કો.(૯)માં નથી.