Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८२
ऋजुसूत्राद्यधिकारिप्रकाशनम्
१/९
प एव विशेषावश्यकभाष्ये “पायं संववहारो ववहारंतेहिं तिहिं य जं लोए । तेण परिकम्मणत्थं कालियसुत्ते तदहिगारो।।” (वि.आ.भा.२२७६) इत्युक्तम् । गम्भीरगीतार्थगुरुदेवाधीनं प्रत्येव च ऋजुसूत्रादीनां देयत्वोक्तेः । इदमेवाभिप्रेत्योक्तम् आवश्यकनिर्युक्तौ “2 आसज्ज उ सोयारं णए णयविसारओ बूया” (आ.नि.७६१) इत्यवधेयम्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् शास्त्रबोधलवमासाद्य उन्मत्तता - जडतिरस्कारादिकरणम् उच्छृङ्खलत्वस्वरूपम्, लब्धस्वल्पशास्त्रबोधे चैव सन्तुष्ट्या शास्त्राभ्यासानुप्रेक्षादित्यजनम् आलस्यस्वरूपम्। ते द्वे परिहृत्य अल्पज्ञकरुणया सद्गुरुसमर्पणेन च द्रव्यानुयोगाद्यभ्यासे लीनता सम्पाद्या । જ મધ્યમબુદ્ધિવાળા શિષ્યની મતિનું પરિકર્મ = સંસ્કરણ પણ સંભવે છે. આ જ કારણસર વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે ‘નૈગમ, સંગ્રહ, વ્યવહાર સુધીના નય દ્વારા પ્રાયઃ લોકમાં સમ્યક્ વ્યવહાર થઈ શકે છે. તેથી શિષ્યબુદ્ધિને પરિકર્મિત કરવા માટે કાલિકશ્રુતમાં નૈગમાદિ ત્રણ નયનો અધિકાર છે.’ ગંભીર ગીતાર્થ ગુરુદેવશ્રીને જે આધીન હોય, વફાદાર હોય તેવા શ્રોતાને જ ઋજુસૂત્રાદિ ચાર નય દેખાડવાના / આપવાના છે. આ જ અભિપ્રાયથી આવશ્યકનિર્યુક્તિ શાસ્ત્રમાં જણાવેલ છે કે ‘વિમલબુદ્ધિવાળા લોકોને આશ્રયીને નયવિશારદ ગુરુ ઉપલા નયોને પણ જણાવે.' આ વાત વાચકવર્ગે ધ્યાનમાં લેવી.
તુ ૠજુસૂત્રાદિનય પરિપક્વને આપવા
સ્પષ્ટતા :- ઋજુસૂત્ર વગેરે નયો સૂક્ષ્મ છે, તત્ત્વગ્રાહી છે, નિશ્ચયનયાત્મક છે. તેથી જે આરાધક જીવ વ્યવહારનયને પરિણમાવે નહિ, ઉત્સર્ગમાર્ગના આચારની શ્રદ્ધા ન કરે, જયણા-વિધિપૂર્વક આચારને વફાદારીથી પાળે નહિ, ગુરુસમર્પિત બને નહિ ત્યાં સુધી ઋજુસૂત્ર વગેરે ચાર નય તેને આપવામાં ] તેનું અહિત થઈ જાય, તે ઉદ્ધત બને, વ્યવહારમાર્ગ પ્રત્યે અશ્રદ્ધાળુ બને. માટે ગીતાર્થ ગુરુભગવંત પણ તેવી અવસ્થામાં અટવાયેલા આરાધક પ્રત્યે કરુણાબુદ્ધિ રાખી તેને પાછલા ચાર નય આપવાના બદલે પ્રથમ ત્રણ નય આપે. પછી પરિપક્વતા આવે, વ્યવહારનયદર્શિત આચારમાર્ગ પ્રત્યે ઝળહળતી શ્રદ્ધા આવે, ગુરુસમર્પણભાવ આવે ત્યારે ઋજુસૂત્રાદિ ચાર નયોના અભિપ્રાયને પણ ગીતાર્થ ગુરુદેવ સમજાવે. નાના બાળકને છરી અપાય નહિ. પણ તે મોટો થઈને સર્જન-ડોક્ટરનો અભ્યાસ કરતો હોય ત્યારે તેને અવશ્ય છરી આપવી જોઈએ. આ રીતે આપવામાં કે ન આપવામાં કોઈ પક્ષપાત નથી પણ વિવેકસભર ડહાપણ કામ કરી રહેલ છે. આ બાબતની વાચકવર્ગે ગંભીર રીતે નોંધ લેવી. V/ આત્મદશા ઉન્નત બનાવવા તત્પર બનીએ /
આધ્યાત્મિક ઉપનય :- થોડો શાસ્રબોધ મળે ને છકી જવું, અજ્ઞાનીનો તિરસ્કાર કરવો તે ઉદ્ધતાઈ છે. તથા મળેલા થોડા શાસ્ત્રબોધમાં જ સંતોષ માનીને નિષ્ક્રિય બની જવું તે આળસ છે. આ ઉદ્ધતાઈ અને આળસ બન્નેને ખંખેરી, અલ્પજ્ઞ પ્રત્યે સહાનુભૂતિ રાખી, સદ્ગુરુ પ્રત્યે સમર્પિત બની, દ્રવ્યાનુયોગદર્શક સંમતિતદિ ગ્રંથો અને આગમ આદિના અભ્યાસમાં લીન બનવું જોઈએ.
1. प्रायः संव्यवहारो व्यवहारान्तैः त्रिभिश्च यल्लोके । तेन परिकर्मणार्थं कालिकश्रुते तदधिकारः । । 2. आसाद्य तु श्रोतारं नयान् नयविशारदो ब्रूयात् ।