Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० नैयायिकादिदर्शने गुणपदार्थः । वैशेषिकसूत्रे कणादः। कर्मव्यावृत्त्यर्थम् ‘अनपेक्ष' इति ।
“द्रव्याश्रिता ज्ञेया निर्गुणा निष्क्रिया गुणाः” (का.८६) इति कारिकावल्यां विश्वनाथपञ्चाननभट्टः। .. प्रकृते “सामान्यवत्त्वे सति कर्मान्यत्वे च सती” ति (न्या.सि.मु.८६) निवेशनीयत्वान्न कर्म-सामान्यादावतिव्याप्तिरिति व्यक्तं न्यायसिद्धान्तमुक्तावल्याम् ।
गौतमीयतर्कभाषायां “सामान्यवान् असमवायिकारणम् अस्पन्दात्मा गुणः। स च द्रव्याश्रित एव” से (गौ.त.भा.पृ.२५) इत्युक्तम् । कर्मण्यतिव्याप्तिनिवारणार्थम् ‘अस्पन्दात्मा' इति, स्थिरघटादावतिव्याप्तिनिरासाय ‘असमवायिकारणम्' इति । ज्ञानादिनामसमवायिकारणत्वविरहेऽपि असमवायिकारणवृत्तिसत्ता-क कर्मत्वभिन्नजातिमत्त्वस्य गुणलक्षणत्वान्न दोष इति ध्येयम् । ___ साङ्ख्यदर्शने तु सत्त्वरजस्तमांसि गुणाः समत्वावस्थाऽऽपन्नसत्त्वादिगुणात्मकप्रकृतिघटकीभूताः । का નિરપેક્ષ' શબ્દનો પ્રયોગ વૈશેષિકસૂત્રમાં કરવામાં આવેલ છે.
(“વ્યા.) કારિકાવલી ગ્રંથમાં વિશ્વનાથપંચાનનભટ્ટ જણાવે છે કે “જે ફક્ત દ્રવ્યમાં રહે તથા સ્વયં નિર્ગુણ અને નિષ્ક્રિય હોય તે ગુણ જાણવા.” વિશ્વનાથમતાનુસાર દ્રવ્યાશ્રિતત્વ, નિર્ગુણત્વ તથા નિષ્ક્રિયત્ન એ ગુણનું સ્વરૂપ છે. ખ્યાલ રાખવો કે અહીં “સામાન્યવત્તે તિ’ વિશેષણ લગાડવાથી સત્તા વગેરે જાતિ આદિમાં અતિવ્યાપ્તિ નહિ આવે. તથા કર્મભિન્નત્વનો નિવેશ કરવાથી ક્રિયામાં આવતી અતિવ્યાપ્તિનું નિવારણ થઈ જશે. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલીમાં આ રીતે સ્પષ્ટપણે વિશ્વનાથે જણાવેલ છે.
| (a.) ગૌતમીયતર્કભાષામાં જણાવેલ છે કે “જે સામાન્યવાન = જાતિયુક્ત હોય, દ્રવ્યનું અસમવાયિકારણ હોય, અસ્પંદાત્મક (= અક્રિયાત્મક) હોય તે ગુણ કહેવાય. તે ગુણ દ્રવ્યાશ્રિત જ હોય.” ગૌતમીયતર્કભાષા મુજબ સામાન્યવત્ત્વ, અસમવાયિકારણત્વ, અસ્પન્દસ્વરૂપત્વ તથા દ્રવ્યસમવેતત્વ એ ગુણલક્ષણ છે. યદ્યપિ છે ક્રિયા પણ સામાન્યયુક્ત, અસમવાયિકારણ તથા દ્રવ્યાશ્રિત છે. પરંતુ અસ્પન્દસ્વરૂપ નથી. માટે ક્રિયામાં વા ગુણલક્ષણ ન જવાથી ગુણના લક્ષણમાં અતિવ્યામિ (= લક્ષ્યભિન્નવૃત્તિતા) નામનો દોષ નહિ આવે. સ્થિર ઘટાદિ દ્રવ્યમાં સામાન્યવત્ત્વ, દ્રવ્યાશ્રિતત્વ, અસ્પન્દસ્વરૂપત્વ રહેવા છતાં પણ અતિવ્યાપ્તિ નહિ સે આવે. કેમ કે અસમાયિકારણત્વ દ્રવ્યમાં નથી રહેતું. યદ્યપિ તમામ ગુણ અસમાયિકારણ નથી. જ્ઞાનાદિ ગુણો કોઈનું અસમાયિકારણ બનતા નથી. છતાં અસમવાયિકારણવૃત્તિ સત્તા-કર્મ_ભિન્ન જાતિ તો ફક્ત ગુણમાં જ સંભવી શકે છે. તથા તાદશ જાતિ તમામ ગુણમાં રહે છે. તથા તે જ ગુણનું લક્ષણ છે. માટે આવ્યાપ્તિ આવવાની કોઈ સંભાવના નથી રહેતી. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
* ગુણરવરૂપ : સાંખ્યદર્શનના દર્પણમાં જ | (સાધ્ય) કપિલ મહર્ષિએ પ્રવર્તાવેલ સાંખ્યદર્શનમાં સત્ત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણ છે. તે પ્રકૃતિના ઘટક છે. સત્ત્વ-રજ-તમોગુણની સામ્ય અવસ્થા એ પ્રકૃતિ છે. પ્રકૃતિ ત્રિગુણઘટિત છે. સમત્વાવસ્થાઆપન્ન પ્રકૃતિના ઘટક સત્ત્વાદિ ગુણ છે. આમ વિશ્વસર્જક એવી પ્રકૃતિના ઘટક સત્ત્વાદિ ગુણ છે.