Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६७
૨/૬
• सर्वनयज्ञगुरुसमर्पणप्राधान्यद्योतनम् . પણિ અતિપરિણામી થઈ જ્ઞાનાદ્વૈતવાદના મતમાં પિસી શ્રી સદ્ગુરુ (વિણs) વિના સ્વમતિકલ્પનાઈ) ભૂલા (મત=) મ (ફિરોક) ફિરસ્યો.* *સર્વનયજ્ઞ ગુરુ કહિ તિમ વિચારશ્યો. ૧/૬
न चैवं क्रियोपसर्जनभावेन ज्ञानप्राधान्यार्पणे ज्ञानाद्वैतवादिमतमेवाऽङ्गीक्रियतामिति वाच्यम्, प
ज्ञानाद्वैतवादिमतस्वीकारे गुरु-शिष्यभाव-गुरुविनय-तपः-स्वाध्यायाधौत्सर्गिकाऽऽचाराऽश्रद्धानेन । अतिपरिणामित्वसिद्ध्यापत्तेः । तस्माद् अतिपरिणामीभूय ज्ञानाद्वैतवादिमतं प्रविश्य गुरुं = सर्वनयमर्मज्ञं सद्गुरुं विना स्वमतिकल्पनया मा भवे भ्रमत । यथा सर्वनयमर्मज्ञः अशठः सद्गुरुः प्रतिपादयति न आज्ञापयति च तथा विमृशत कुरुत चेत्युपदेशः।
શંકા - ( શૈ.) જો આ રીતે ચરણ-કરણાનુયોગમાં દર્શાવેલ ધર્મક્રિયાને ગૌણ કરીને જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે છે તો તેના કરતાં બહેતર છે કે જ્ઞાનાતવાદીનો મત જ સ્વીકારી લો. જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધ જ્ઞાનને જ પારમાર્થિક માને છે, મુખ્ય માને છે. તેથી દ્રવ્યાનુયોગને મહત્ત્વ આપવા કરતાં જ્ઞાનાદ્વૈતવાદીનો મત જ તમે શા માટે સ્વીકારતા નથી ?
છે જ્ઞાનાદ્વૈતવાદી અતિપરિણામી તા. સમાધાન :- (જ્ઞાના.) જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધ વિદ્વાનો જ્ઞાન સિવાય બીજી ચીજને સ્વીકારતા જ નથી. જ્ઞાન જ સત્ય, જગત મિથ્યા' - આ તેમનો આગવો સિદ્ધાન્ત છે. માટે જ્ઞાનદ્વૈતવાદીનો મત સ્વીકારવામાં આવે તો ગુરુ-શિષ્ય તરીકેનો સંબંધ, ગુરુવિનય, તપ, સ્વાધ્યાય આદિ સર્ગિક આચારમાર્ગ પ્રત્યે શ્રદ્ધા જ ન જાગે. કારણ કે જ્ઞાન સિવાય બધું જ મિથ્યા હોવાથી કોણ ગુરુ અને કોણ શિષ્ય? તાત્ત્વિક એ ગુરુ જ કોઈ ન હોય તો વિનય કોનો કરવાનો ? આથી જ્ઞાનદ્વૈતવાદિમતના સ્વીકારમાં મોક્ષમાર્ગના ઔત્સર્ગિક આચારો પાળવાની જીવની શ્રદ્ધા ખતમ થવાથી અવિનય, ઉદ્ધતાઈ વગેરે ભાવોમાં અટવાઈને L & જીવ અતિપરિણામી સાબિત થવાની સમસ્યા ઉભી થશે. આવું થાય તો જીવ મોક્ષમાર્ગથી જ ભ્રષ્ટ થઈ જાય. માટે માત્ર જ્ઞાનને આદરી, ધર્મક્રિયાને અર્થહીન સમજીને છોડી દઈ અતિપરિણામી બની, જ્ઞાનાદ્વૈતવાદીમતમાં પ્રવેશ કરીને, સર્વનયમર્મજ્ઞ એવા સદ્ગુરુને છોડી, સ્વમતિકલ્પનાથી તમે સંસારમાં ભટકતા નહિ. પરંતુ સર્વ નયના મર્મને જાણનારા અશઠ સદગુરુ ભગવંત જે પ્રમાણે તત્ત્વનું પ્રતિપાદન કરે કે આજ્ઞા કરે તે જ પ્રમાણે વિચારજો અને આજ્ઞાપાલન કરજો – એવો અહીં ઉપદેશ અપાય છે.
6 અતિપરિણામી, અપરિણામી, પરિણામી જીવની ઓળખ મિષ્ટતા:- અતિપરિણામી = ઉત્સર્ગના સ્થાનમાં પણ અપવાદને આચરે. ઔત્સર્ગિક આચારમાર્ગની શ્રદ્ધા જ ન કરે પણ યથેચ્છપણે ઉન્મા પ્રવર્તે તેવા જીવોને અતિપરિણામી કહેવાય. અપરિણામી જીવ માત્ર ઉત્સર્ગની જ શ્રદ્ધા કરે છે. તેથી કહી શકાય કે અપરિણામી જીવ આવશ્યક અપવાદના સ્થાનમાં પણ ઉત્સર્ગને જ પકડી રાખે છે. “અપવાદના સ્થાનમાં અપવાદ પણ માર્ગ છે' - તેવી શ્રદ્ધા ન કરનારા જીવો અપરિણામી કહેવાય. પરિણામી = અપવાદના સ્થાનમાં જણાપૂર્વક અપવાદ અને ઉત્સર્ગના સ્થાનમાં ઉત્સર્ગ વિવેકપૂર્વક બતાવે અને આચરે. જ્ઞાનાદ્વૈતવાદીના મત મુજબ જ્ઞાન સિવાય ક્રિયા-આચાર ..( ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૩)+આ.(૧)માં છે. * ફિરસ્યો = ભટકશો - આધારગ્રંથગુર્જરરાસાવલી પ્રકા. ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટ, બરોડા.