SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ o आध्यात्मिकार्थे चित्तं विनियोज्यम् । प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - उपदर्शितसम्मतितर्क-भगवतीसूत्र-स्थानाङ्गसूत्र-समवायाङ्गसूत्र ग -ध्यानशतकादिव्याख्याविलोकनत इदं ज्ञायते यदुत स्वात्मद्रव्याधिकरणकमुक्तिपर्यायोत्पाद-संसारपर्यायव्यय -शुद्धात्मद्रव्यत्वप्रकारकध्रौव्यबोधकारकाऽऽगमिकपदादौ एकाग्रतया मनो-वाक्-कायाः प्रयोजनीयाः । म इत्थं शुक्लध्यानप्रथमपादपरिपाकतः सांसारिकपर्यायौदासीन्येन शुक्लध्यानद्वितीयपादस्थैर्यतः क्षपकशं श्रेण्यारोहणद्वारा घातिकर्माणि समुन्मूल्य केवलज्ञानं शीघ्रतया आविर्भावनीयम् । एकस्मिन् आगमिकपदादौ __ मनःप्रभृतिस्थैर्यविरहे आगमिकपदाद् अन्यत्र आध्यात्मिकपदार्थे चित्तं स्थापनीयं ततः पुनः तत्र । एवमपि चित्तस्थैर्यविघटने तादृशागमिकपदोच्चारणे एकाग्रतया वचोयोगः श्रुतबलेन योज्यः । केवलणि वचोयोगस्थैर्यविघटने तु कराग्रादिना सङ्ख्याननियमनपूर्वं तादृशपदोच्चारण-स्मरणादिकम् एकाग्रकाय या-वाग्-मनोयोगैः कर्तव्यम् । कायपरिश्रमे पुनः आध्यात्मिकपदार्थादिस्मरणे चित्तं विनियोज्यम् । આદિ કોઈ પણ ચીજ દુનિયામાં વાસ્તવિક છે જ નહિ. ગુરુ, શિષ્ય, સંસાર, મોક્ષ, સદ્ગતિ, દુર્ગતિ, પુણ્ય, પાપ વગેરે કોઈ ચીજ આ વિશ્વમાં તાત્ત્વિક છે જ નહિ. તેથી તેમના મતે મોક્ષસાધના કરવાની વાસ્તવમાં જરૂર પડે જ નહિ. આવું માનવાથી સાધનામાર્ગના ઔત્સર્ગિક આચારોમાં તેના જીવને રુચિશ્રદ્ધા-લાગણી જન્મે જ નહીં. સાધનાના ઉત્સર્ગમાર્ગમાં અતિપરિણામી જીવને શ્રદ્ધા જ નથી હોતી. તેથી તેવો અતિપરિણામી જીવ જ્ઞાનાદ્વૈતવાદીના મતને અનુસરનારો થઈ ગુરુ-ગુરુવિનય-ગુરુસમર્પણ વગેરે છોડી બેસે છે. ભવાટવીમાં ઘણું ભ્રમણ કરવા છતાં તેના જીવનો ઉદ્ધાર થતો નથી. માટે સર્વનયના મર્મને જાણનારા સદ્ગુરુને સમર્પિત થવાની વાત ઉપર ગ્રંથકારશ્રીએ ભાર આપેલ છે. # ધ્યાન, ધ્યાનધારા, ધ્યાનાન્તરિકાને ઓળખીએ # આધ્યાત્મિક ઉપનય :- સમ્મતિતર્ક, ભગવતીસૂત્ર, ઠાણાંગજી, સમવાયાંગજી, ધ્યાનશતક આદિ ગ્રંથોની વ્યાખ્યાનું તાત્પર્ય પ્રસ્તુતમાં એ રીતે સમજી શકાય તેમ છે કે સ્વઆત્મદ્રવ્યમાં મુક્તિપર્યાયની ન ઉત્પત્તિ, સંસારપર્યાયનો વિનાશ અને શુદ્ધ આત્મદ્રવ્યત્વસ્વરૂપે પ્રૌવ્ય - આ ત્રણેયને દર્શાવનારા આગમિક પદમાં કે પદાર્થમાં મન-વચન-કાયાને એકાગ્રપણે જોડી રાખવાનો પ્રામાણિકપણે પુરુષાર્થ કરવો. આ રીતે શુક્લધ્યાનના પ્રથમ ભેદને પરિપક્વ બનાવીને સાંસારિક ભાવોથી ઉદાસીન બનીને, શુફલધ્યાનના બીજા પ્રકારમાં સ્થિર બની, ક્ષપકશ્રેણિ માંડી ઘાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન વહેલી તકે પ્રાપ્ત કરી લેવું. જો ઉપરોક્ત રીતે એક જ આગમિક પદમાં કે પદાર્થમાં મન-વચન-કાયા સ્થિર ન રહી શકે તો તેવા આગમિક પદમાંથી આધ્યાત્મિક પદાર્થમાં જવું, પદાર્થમાંથી પદમાં જવું. તેમાં પણ મન લાંબો સમય સ્થિર ન રહે તો આધ્યાત્મિક પદાર્થમાંથી મનને ખસેડી તે આધ્યાત્મિક પદાર્થના દર્શક આગમિક પદને રટવામાં વચન યોગને એકાગ્રપણે શ્રુતજ્ઞાનના બળથી જોડી રાખવો. એકલા વચનયોગની સ્થિરતા લાંબો સમય ન ટકે તો આંગળીના વેઢા ઉપર અંગુઠાને ફેરવતા રહી સંખ્યાની ગણતરી કરવા પૂર્વક તે - તે પદોને જીભથી રટવામાં કે મનથી યાદ કરવામાં એકાગ્ર બનવું. હાથ થાકે તો એકલા મનથી ફરી એક વાર તે તે આધ્યાત્મિક પદાર્થમાં લીન બનવા પ્રયત્ન કરવો.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy