________________
૧/૬
• सद्गुणपरम्परायाः ध्यानलभ्यता 0 इत्थं साम्प्रतमपि आत्मार्थिना आगमबोधानुसारेण यथाशक्ति ध्यानाभ्यासे यतितव्यम् । तत्सुदृढ-प संस्कारवशेन भवान्तरेऽपि चित्तैकाग्र्य-प्रसन्नता-शास्त्रबोध-निर्भयता-निश्चलता-दिव्यप्रज्ञा-विचक्षणता -ज्ञानगर्भवैराग्य-निश्चिन्ततादिगुणग्रामः प्रादुर्भवति। शुक्लध्यानञ्च सुलभं भवति। एतादृशाशयतः .. सम्प्रत्यपि द्रव्यानुयोगपरिशीलने विवाद-वितण्डादिकर्दमपरिहारेण आत्मार्थी द्रुतं योग्यक्षेत्र-कालादिद्वारा " "स्वस्वरूपावस्थानं हि मोक्षः” (स्या.म.८/४८) इति स्याद्वादमञ्जरीदर्शितं मोक्षं प्राप्य परमानन्दभाग ભવતીત્યવધેયમ્ II9/દા
જ ધ્યાનસંરકારનો પ્રભાવ જ (ત્યં) આ રીતે વર્તમાનમાં પણ સાધક પુરુષોએ આગમબોધ મુજબ યથાશક્તિ આ રીતે ધ્યાનાભ્યાસમાં લીન બનવું જોઈએ. ધ્યાનાભ્યાસના સંસ્કાર બળવાન બનાવેલ હોય તો ભવાંતરમાં સ પણ મનની એકાગ્રતા, ચિત્તપ્રસન્નતા, શાસ્ત્રબોધ, દિવ્ય પ્રજ્ઞા, આત્માર્થીપણાને ટકાવવાની કોઠાસૂઝ, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, નિશ્ચિતતા, નિર્ભયતા, નિશ્ચલતા વગેરે સગુણોની પ્રાપ્તિ થાય છે. તથા શુક્લધ્યાન સુલભ બને છે. સામ્પ્રત કાળે પણ આવા લક્ષપૂર્વક દ્રવ્યાનુયોગનું વ્યાપક રીતે પરિશીલન થાય તો વાદ-વિવાદ-વિખવાદ-વિતંડાવાદના કાદવમાં અટવાયા વિના સાધક આત્મા બહુ ટૂંક સમયમાં યોગ્ય છે. ક્ષેત્ર-કાળ વગેરે મેળવવા દ્વારા, સ્યાદ્વાદમંજરીમાં વર્ણવેલ, આત્મસ્વરૂપસ્થિતિસ્વરૂપ મોક્ષને મેળવીને પરમાનંદને માણી શકે. (૧/૬)
લખી રાખો ડાયરીમાં....
• સાધનાની હદ સીમિત છે.
ઉપાસના અસીમ અને અનહદ છે.
સાધના એટલે સદાચારની આબાદી.
દા.ત. કાર્તિક શેઠ. ઉપાસના એટલે સગુણની આબાદી.
- દા.ત. અનુપમા દેવી. • સાધના ધોધતુલ્ય છે.
સાધનામાં નિર્ભયતા જરૂરી છે. ઉપાસના ધારા સમાન છે.
ઉપાસનામાં નમ્રતા આવશ્યક છે.