Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१/ ६ ० द्रव्य-गुणादिभेदाऽभेदप्रज्ञातः शुक्लध्यानद्वैविध्यसम्भवः
०
६१ प्रकृते आद्यशुक्लध्यानयुगलमेव दर्शितम्, तत्रैव द्रव्यानुयोगस्य उपयुज्यमानत्वात्, नानानयार्पणयैव प अनयोः प्रवृत्तेः । तथाहि - शुक्लध्यानस्य प्रथमभेदे पर्यायार्थिकनयप्राधान्यम्, द्रव्ये उत्पादादिपर्यायभेदाऽर्पणात; द्वितीयभेदे च द्रव्यार्थिकनयप्राधान्यम्, द्रव्य-पर्यायाऽभेदार्पणात, सघनस्थैर्यसत्त्वाच्चेत्यवधेयम् ।।
नवाङ्गीटीकाकृद्भिः श्रीअभयदेवसूरिभिरेव समवायाङ्गसूत्रवृत्तौ तु “शुक्लं = पूर्वगतश्रुतावलम्बनेन म मनसः अत्यन्तस्थिरता योगनिरोधश्च” (स.सू.४/४) इत्येवं सक्षेपतः प्रोक्तम् ।
» શુક્લધ્યાનમાં ન વિચાર 2 | (બ) શુક્લધ્યાનના પ્રથમ બે ભેદની પ્રાપ્તિમાં દ્રવ્યાનુયોગનો અભ્યાસ ઉપયોગી હોવાથી અહીં ભગવતીસૂત્રમાં દર્શાવેલ ચાર પ્રકારના શુક્લધ્યાનમાંથી ફક્ત બે પ્રકારના શુક્લધ્યાનની વ્યાખ્યા બતાવવામાં આવેલ છે. તાત્પર્ય એ છે કે પૂર્વધર મહાત્માઓ પ્રથમ બે પ્રકારના શુક્લધ્યાનના માધ્યમથી ક્ષપકશ્રેણિ માંડે છે. પૂર્વધર મહર્ષિઓ પૂર્વગત શ્રુતના આધારે અનેકવિધ નયોની પ્રણાલિકાને અનુસરીને શુકલધ્યાનના પ્રથમ બે ભેદમાં જોડાય છે. તે આ રીતે - એક જ દ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ પર્યાયોના ભેદને કેન્દ્રસ્થાને ગોઠવી આગમિક શબ્દમાંથી તેના અર્થમાં મન-વચન-કાયામાંથી કોઈ એકને જોડે તથા અર્થમાંથી અર્થપ્રકાશક આગમિક સૂત્રમાં મન-વચન-કાયામાંથી કોઈ પણ એક યોગને જોડે તેને “પૃથકત્વવિતર્કસવિચાર’ નામનો શુક્લધ્યાનનો પ્રથમ ભેદ કહેવાય. અહીં પર્યાયાર્થિકનયનું પ્રાધાન્ય રહેલું છે. કેમ કે દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય આદિ પર્યાયોના ભેદને કેન્દ્રિત કરીને આ ધ્યાન આગળ વધી રહેલ છે. જ્યારે શુક્લ ધ્યાનનો બીજો પ્રકાર દ્રવ્યાર્થિકનયને અનુસરનારો છે. કેમ કે દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય આદિ પર્યાયોના ! અભેદને આગળ કરીને તે પ્રવર્તે છે. ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનો આધાર દ્રવ્ય છે. તથા દ્રવ્યાર્થિકનયની દષ્ટિએ દ્રવ્ય અને તેના તમામ પર્યાય વચ્ચે અભેદ છે. તેથી દ્રવ્યના ઉત્પાદ, વ્યય વગેરેમાંથી કોઈ એ પણ એક પર્યાયનું આલંબન લઈને પૂર્વધર મહર્ષિ પૂર્વગત શ્રુતમાં રહેલ કોઈ પણ એક સૂત્રને કે તેના કોઈ પણ એક અર્થને પકડીને તેમાં જ મન-વચન-કાયામાંથી કોઈ પણ એક યોગને સતત જોડી રાખે તે એકત્વવિતર્ક-અવિચારી નામનું શુક્લધ્યાન બને. શુક્લધ્યાનના આ બીજા ભેદમાં પૂર્વધર મહર્ષિ સૂત્રમાંથી અર્થમાં કે અર્થમાંથી સૂત્રમાં મન વગેરેના માધ્યમથી આવાગમન કરતા નથી. પણ સ્થિરતાથી કોઈ પણ એક શાસ્ત્રોક્ત પદમાં કે પદાર્થમાં મન વગેરેને જોડીને ઉત્પાદ આદિ કોઈ પણ એક પર્યાયમાં ઊંડા ઉતરી જાય છે. તથા પર્યાયથી અભિન્નરૂપે દ્રવ્ય ઉપર દષ્ટિને સ્થિર કરી રહેલ હોય છે. શુક્લધ્યાનના પ્રથમ પ્રકારની અપેક્ષાએ બીજા પ્રકારમાં સ્થિરતા સઘન હોય છે.
શુક્લધ્યાન ઃ સમવાયાંગસુત્રવૃત્તિના સંદર્ભમાં જ (નવા.) નવાંગીટીકાકાર શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ જ સમવાયાંગસૂત્રની વ્યાખ્યામાં સંક્ષેપથી જણાવેલ છે કે “પૂર્વધર મહર્ષિઓ પૂર્વગત શ્રતનું આલંબન લઈને મનને અત્યંત સ્થિર કરે તથા યોગનિરોધ કરે તે શુક્લધ્યાન છે.”
સ્પષ્ટતા - નવાંગીટીકાકાર મહર્ષિએ શુક્લધ્યાનના ચાર ભેદમાંથી પ્રથમ બે ભેદને સમવાયાંગજીની વૃત્તિમાં પૂર્વશ્રુત આધારિત મનની અત્યંત સ્થિરતા સ્વરૂપે ઓળખાવેલ છે. તેમ જ શુક્લધ્યાનના અંતિમ બે પ્રકારોને યોગનિરોધ’ શબ્દથી દર્શાવેલ છે. જુદી-જુદી શબ્દાવલીના માધ્યમથી એક જ વસ્તુને સંક્ષેપમાં કે વિસ્તારમાં બતાવવાની કળા બહુશ્રુત પુરુષોને આત્મસાત્ થયેલી હોય છે. તેમાં મતિવિભ્રમ કે