Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४८
• द्रव्यानुयोगज्ञानस्वरूपस्य विचार: 0 (उ.माला.४२३ वृत्ति) इति । अयमेवाभिप्रायः श्रीसिद्धर्षिगणिनां हेयोपादेयायां वृत्तौ | प्रकृते क्रियाहीनता प उत्तरगुणापेक्षया विज्ञेया, न तु ब्रह्मचर्यादिमूलगुणापेक्षया। कालभेदेन नानाविधा क्रियाहीनता
जीतव्यवहारानुसारेण क्षन्तव्यतामक्षन्तव्यताञ्चाऽऽपद्यते। कदाचित् केनचिद् निषिद्धमपि हीनाचरणं " कालान्तरे सर्वसम्मतं भवतीत्यवसातव्यम् ।
इदञ्चात्रावधेयम् - ज्ञानं न केवलं बोधात्मकं ग्राह्यम्, अभव्यादावपि नवपूर्वादिगोचरस्य श बोधात्मकस्य ज्ञानस्य सत्त्वात्, तस्य चाकिञ्चित्करत्वात् । किन्तु निर्मलाऽऽत्मपरिणतिजनकमेव तद् ___ ग्राह्यम् । तच्च मोहनीयक्षयोपशमानुविद्धज्ञानावरणक्षयोपशमलभ्यम् । तत्तु असति बाधके " चारित्राचारप्रवर्तकमेवेति न विस्मर्तव्यम्, इत्थमेव तात्त्विकभावशुद्धिसम्भवात् । तदुक्तं श्रीशीलाङ्काचार्येण ण सूत्रकृताङ्गसूत्रवृत्तौ “प्रव्रजितस्य सम्यग्ज्ञानपूर्विकां क्रियां कुर्वतो भावशुद्धिः फलवती भवति” (सू.कृ.श्रु.स्क.२/ છે .દ/કુ.૨૦/y.રૂ૨૭) તિા
जिनशासनबाह्यमतित्वे तु ज्ञानहीनस्य सुतराम् अभिग्रहपरायणतादिकमपि न श्रेयस्करम् । अत અલ્પજ્ઞાનવાળો પુરુષ શ્રેષ્ઠ નથી. અર્થાત્ ક્રિયાવાન હોવા છતાં જ્ઞાનહીન સાધુ સારા નથી.” શ્રીસિદ્ધર્ષિગણિવરે ઉપદેશમાલાની હેયોપાદેયા વ્યાખ્યા રચેલી છે. ઉપરોક્ત ગાથાનું વિવરણ કરતા તેઓશ્રીએ પણ પોતાનો આવો જ અભિપ્રાય જણાવેલ છે. અહીં પૂજનીય જ્ઞાની પુરુષમાં જે આચારહીનતાની વાત કરી છે તે ઉત્તરગુણની અપેક્ષાએ સમજવી, બ્રહ્મચર્ય વગેરે મૂલગુણની અપેક્ષાએ નહિ. કાળભેદે જુદા-જુદા પ્રકારની આચારહીનતા માન્ય બનતી હોય છે, ચલાવી શકાતી હોય છે. જીતવ્યવહારના આધારે તે તે કાળે સંતવ્ય - અક્ષતવ્ય આચારશૈથિલ્ય નક્કી થતું હોય છે. એક કાળે જે આચારહીનતા નિંદનીય બનતી હોય તે જ આચારહીનતા કાળાન્તરે સર્વમાન્ય પણ બનતી હોય છે. જેમ કે ડોળીનો ઉપયોગ.
(ગ્યા. એક વાત ખ્યાલમાં રાખવી કે પ્રસ્તુતમાં જ્ઞાન માત્ર જાણકારી સ્વરૂપ (Knowledge દી| or information) અભિપ્રેત નથી. કેમ કે અભવ્ય વગેરેને પણ નવ પૂર્વ વગેરેનું તેવું જ્ઞાન હોય
છે. તે જ્ઞાનની મોક્ષમાર્ગમાં કોઈ કિંમત નથી. કેમ કે તેનાથી તે મોક્ષમાર્ગે એક ડગલું પણ આગળ ર વધી શકતો નથી. તેથી અહીં નિર્મળ આંતરિક પરિણતિનું જનક એવું જ જ્ઞાન (Understanding Power
+ wisdom) લેવું જોઈએ. તેવું જ્ઞાન તો મોહનીયકર્મના ક્ષયોપશમથી યુક્ત જ્ઞાનાવરણક્ષયોપશમથી મળે છે. જો પ્રબળ ચારિત્રમોહનીય કર્મના ઉદય વગેરે સ્વરૂપ બાધક તત્ત્વ હાજર ન હોય તો આંતરિકવિશુદ્ધપરિણતિજનક તે જ્ઞાન જીવને ચારિત્રાચારપાલનમાં પ્રવર્તાવે જ છે. આ વાતને અહીં ભૂલવી ન જોઈએ. કેમ કે આ રીતે જ તાત્ત્વિક ભાવશુદ્ધિ પ્રગટે છે તેથી જ શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં જણાવેલ છે કે “દીક્ષા લઈને સમ્યજ્ઞાનસહિત ક્રિયાને કરનાર પાસે જે ભાવશુદ્ધિ હોય તે જ સાર્થક છે, સફળ છે.”
(.) જો જ્ઞાનહીન વ્યક્તિ જિનશાસનબાહ્યમતિવાળો હોય, જિનશાસનથી નિરપેક્ષ બુદ્ધિવાળો હોય તો અભિગ્રહ-નિયમ આદિને પાળવાની તેની તત્પરતા વગેરે પણ કલ્યાણકારી નથી જ બનતી-આટલું તો ચોક્કસપણે સમજવું. આવા જ અભિપ્રાયથી તીર્થોદ્ગાલી પન્ના નામના આગમમાં પણ જણાવેલ