Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૬
* कषायजयादिना शीघ्रं मोक्षसम्भवः
શબ્
रा
ए पारमार्थिकचारित्रवत्त्वमिति कृत्वा चारित्रशुद्धिः सम्यग्दर्शनशुद्ध्यधीना, सा च स्व-परसमयोक्ततत्त्वगोचरपरिच्छेदज् छेदजन्याऽऽन्तरनिर्मलपरिणामाधीना । “शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । ऊहाऽपोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानञ्च धीगुणा: ” ( अ. चि. ३/३१०-३११, का.नी. सा.४/२१) इत्येवम् अभिधानम् चिन्तामणि-कामन्दकीयनीतिसारयोः ये अष्टौ धीगुणाः दर्शिताः तत्र तत्त्वज्ञानपदेन तज्जन्या भावनाज्ञानरूपा निर्मलाऽऽत्मपरिणतिरेव कषायजयादिप्रयुक्ता विवक्षिता । ततश्च देहनिष्ठबाह्यक्रियाकलापविशेषलक्षणचारित्राचारापेक्षया अन्वय-व्यतिरेकमुखितर्कार्थविज्ञानलक्षणस्य आत्मनिष्ठविवक्षिताऽमलपरिणतिजनकस्याऽन्तरङ्गपारमार्थिकद्रव्यानुयोगस्य बलाधिकत्वं स्पष्टमेव । अत एव सूत्रकृताङ्गसूत्रर्णि व्याख्यायां श्रीशीलाङ्काचार्येण “बाह्यम् अनङ्गम्, आन्तरमेव कषायजयादिकं प्रधानं कारणम्" (सू.कृ.शु.स्क. २ ૩૬.૬/પૂ.૪/ રૃ.પૃ.૩૧૦) હ્યુન્/
પરિણતિ છે. માટે બાહ્ય ચારિત્રાચાર કરતાં દ્રવ્યાનુયોગ = સ્વ-પરદર્શનદર્શિતતત્ત્વસંબંધી તથાવિધ નિશ્ચય મહાન છે, બળવાન છે. ચારિત્રશુદ્ધિ બાહ્ય ચારિત્રાચારના આધારે નથી પણ દ્રવ્યાનુયોગના તાત્ત્વિક પરિણમનના આધારે છે. અભિધાનચિંતામણિ અને કામન્દકીયનીતિસાર ગ્રંથમાં બુદ્ધિના આઠ ગુણ આ મુજબ બતાવેલ છે. “(૧) શ્રવણઅભિલાષા, (૨) શ્રવણ, (૩) ગ્રહણ, (૪) ધારણા, (૫) ઊહ = અન્વયમુખી તર્ક, (૬) અપોહ વ્યતિરેકમુખી તર્ક, (૭) અર્થવિજ્ઞાન અને (૮) તત્ત્વજ્ઞાન - આ આઠ બુદ્ધિગુણ છે.” અહીં ‘તત્ત્વજ્ઞાન’ નામનો બુદ્ધિનો જે આઠમો ગુણ બતાવેલ છે, તે અર્થવિજ્ઞાનજન્ય તથા કષાયજયાદિપ્રયુક્ત એવી ભાવનાજ્ઞાનસ્વરૂપ નિર્મલ આત્મપરિણતિ જ વિવક્ષિત છે - તેમ સમજવું. અન્વય-વ્યતિરેકી તર્ક અને અર્થવિજ્ઞાન સ્વરૂપ જે અંતરંગ પારમાર્થિક દ્રવ્યાનુયોગ છે, તેનાથી નિર્મલ આત્મપરિણતિ જન્મે છે. તેથી દૈનિષ્ઠ બાહ્ય ચારિત્રાચાર કરતાં આત્મનિષ્ઠ વિવક્ષિત નિર્મલપરિણતિનો જનક અંતરંગ પારમાર્થિક દ્રવ્યાનુયોગ બળવાન છે' - આ વાત વ્યાજબી છે, સ્પષ્ટ જ છે. તેથી જ શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં આર્દ્રકઅધ્યયનનું વિવરણ કરતી વખતે જણાવેલ છે કે ‘બાહ્ય આચાર મોક્ષનું કારણ નથી. પરંતુ આંતરિક કષાયવિજય વગેરે જ મોક્ષનું મુખ્ય કારણ છે.'
• #
=
* ચારિત્ર શુદ્ધિ : દ્રવ્યાનુયોગના આધારે
સ્પષ્ટતા :- બહિરંગ યોગ કરતાં અંતરંગ યોગ બળવાન હોય તે સ્વાભાવિક છે. ભિક્ષાટન, પ્રતિક્રમણાદિ બાહ્ય સાધ્વાચાર દેહ-ઉપકરણાદિ પુદ્ગલો વિશે પ્રવર્તતા હોવાથી બાહ્ય યોગ છે. તેના કરતાં આત્મગત-આત્મપ્રવૃત્ત સ્વ-પરશાસ્ત્રાર્થનિર્ણયાત્મક દ્રવ્યાનુયોગ બળવાન છે. ઓઘનિર્યુક્તિનું તાત્પર્ય એ છે કે સમ્યગ્ યુક્તિ દ્વારા જિનોક્ત તત્ત્વનો નિશ્ચય થાય તો જ જિનોક્ત તત્ત્વની રુચિ તાત્ત્વિક બને. દ્રવ્યાનુયોગનું પરિણમન થાય તો જ તેવો તત્ત્વનિશ્ચય સંભવિત હોવાથી જિનોક્તતત્ત્વરુચિસ્વરૂપ સમ્યગ્દર્શન અત્યન્ત નિર્મળ બને છે. તર્કશક્તિ હોવા છતાં યુક્તિ વિના ઓઘથી-શ્રદ્ધાથી સામાન્યરૂપે જિનોક્ત નવ તત્ત્વનો નિર્ણય થયેલ હોય તો તત્ત્વરુચિ પણ તાત્ત્વિક નથી હોતી. તેવી વ્યક્તિનું સમ્યગ્દર્શન પણ વ્યાવહારિક હોય છે, નૈૠયિક નહિ. તેનું ચારિત્ર પણ અતાત્ત્વિક સમજવું. કેમ કે યુક્તિગમ્ય પદાર્થનો નિર્ણય તેને ફક્ત આગમથી જ થયેલ છે. આગમિક પદાર્થનો આગમથી અને યુક્તિગમ્ય પદાર્થનો યુક્તિથી નિર્ણય થાય તો જ તે નિર્ણય તાત્ત્વિક કહેવાય. તેથી વ્યાવહારિક સમ્યગ્દર્શનવાળાનો બોધ