Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
Jonli
५८ • ध्यानस्य उत्कृष्टतपोरूपता ।
૨/૬ प तथाहि - असावुत्तमसंहननो भावयतिः विजृम्भितपुरुषकारवीर्यसामर्थ्यः संहताशेषचित्तव्याक्षेपः कर्मप्रकृतीः स्थित्यनुभागादिभिसियन महासंवरसामर्थ्यतो मोहनीयमचिन्त्यसामर्थ्यमशेषमुपशमयन् क्षपयन् वा द्रव्यपरमाणु भावपरमाणुं चैकमवलम्ब्य द्रव्य-पर्यायार्थाद् व्यञ्जनम्, व्यञ्जनाद्वाऽर्थम्, योगाद् योगान्तरम्, व्यञ्जनाद् म व्यञ्जनान्तरं च संक्रामन् पृथक्त्ववितर्कवीचारं शुक्लतरलेश्यमुपशमक-क्षपकगुणस्थानभूमिकमन्तर्मुहूर्ताद्धं
क्षायोपशमिकभूमिकं प्रायः पूर्वधरनिषेव्यमाश्रितार्थव्यञ्जनयोगसङ्क्रमणं श्रेणिभेदात् स्वर्गापवर्गफलप्रदमाद्यं शुक्लध्यानमवलम्बते।
एतच्च निर्जरात्मकम्, आत्मस्थितकर्मक्षयकारणत्वात् तस्याः (?तस्य), “तपसा निर्जरा च” (तत्त्वार्थसूत्र ૨/૩) તિ વવનાત્ા ધ્યાનચ વાન્તરોત્કૃષ્ટતપોરૂત્વા .................
છે આધ શુક્લધ્યાનભેદનો વિશેષ પરિચય છે (તથાદ) તે આ પ્રમાણે છે. ભાવસાધુ શુક્લધ્યાનનું આલંબન લે છે. આવા ભાવસાધુ ઉત્તમ એટલે કે પ્રથમ વજઋષભનારાચ સંઘયણબળવાળા હોય છે. કઠોર પુરુષાર્થ કરવા માટે અદમ્ય ઉત્સાહનું સામર્થ્ય ધરાવનાર હોય છે. સમગ્ર ચિત્તવિક્ષેપોને સંહરી લે છે. કર્મપ્રકૃતિઓની સ્થિતિને અને અશુભ રસને ક્ષણ કરે છે. મહાસંવરના સામર્થ્યથી અચિત્ત્વશક્તિશાલી એવા સંપૂર્ણ મોહનીય કર્મનો ઉપશમ ક્ષય કરવાનું પ્રારંભ કરે છે. કોઈ એકાદ દ્રવ્યપરમાણુને = પરમાણુદ્રવ્યને અને ભાવપરમાણુને = એકગુણ શ્યામવર્ણાદિરૂપ અત્યંત સૂક્ષ્મ પર્યાયને (જુઓ ભગવતીસૂત્ર ૨૦૪/૬૭૦ પૃ.૭૮૭) પોતાના ધ્યાનનો વિષય બનાવીને દ્રવ્ય-પર્યાય ઉભયસ્વરૂપ અર્થથી વ્યંજન (શબ્દ) તરફ અથવા વ્યંજનથી (શબ્દથી)
અર્થ તરફ અને એક યોગથી અન્ય યોગ તરફ તથા એક વ્યંજનથી બીજા વ્યંજન તરફ સંક્રમણ કરે વ છે. આવા ભાવસાધુ પૃથક્વવિતર્કસવીચાર નામના શુક્લધ્યાન ઉપર આરોહણ કરે છે. શુક્લધ્યાનના
આ ભેદમાં વેશ્યા અત્યંત શુક્લ હોય છે. ઉપશમશ્રેણિના અથવા ક્ષપકશ્રેણિના જે આઠમા વગેરે ગુણઠાણા # છે તે ભૂમિકા ઉપર આ શુક્લધ્યાન એક અન્તર્મુહૂર્ત પ્રમાણ જાગૃત રહે છે. અહીં ઔદયિક ભાવની નહીં પણ ક્ષાયોપથમિક ભાવની મુખ્યતા હોય છે. પ્રાયઃ કરી પૂર્વધર મહર્ષિઓને આ ધ્યાન હોય. કોઈ એક પરમાણુ વગેરે અર્થમાંથી વ્યંજનમાં અને યોગમાં આ ધ્યાન સંક્રાન્ત થયે રાખે છે. આવું ધ્યાન ઉપશમશ્રેણિમાં સ્વર્ગફલક બને, ક્ષપકશ્રેણિમાં મોક્ષફલક બને.
(વ્ય.) આ પ્રથમ શુધ્યાન નિર્જરામય હોય છે. કેમ કે આનાથી આત્મગત ઘણી બધી કર્મરાશિ ક્ષય પામે છે. આ અંગે શ્રીતત્ત્વાર્થસૂત્રમાં કહેલ છે કે “તપથી સંવર અને નિર્જરા થાય છે.' તથા આ શુક્લધ્યાન ઉત્કૃષ્ટ અભ્યન્તરતપ સ્વરૂપ છે. માટે આ ધ્યાન નિર્જરાત્મક કહેવાયેલ છે.
જ જીવાજીવરાશિથી ભિન્નભિન્ન નિર્જરા વિશેષાર્થ :- આ નિર્જરા તત્ત્વ પણ જીવ-અજીવરાશિયુગલથી કથંચિત્ અભિન્ન છે. કેમ કે નિર્જરા તે કર્મવિયોગસ્વરૂપ છે અને વિયુક્તાત્માથી તેમજ કર્મથી કર્મવિયોગ કથંચિત અભિન્ન હોય છે. જેમ કે બે આંગળીઓનો વિયોગ તે આંગળીઓથી કથંચિત્ અભિન્ન હોય છે. એકાન્તવાદમાં તો સંસારી જીવ એકાન્ત અવિયુક્ત જ હોય છે. આથી મુક્તાવસ્થામાં પણ કર્મનો અવિયોગ પૂર્વવત્ તેવો જ બની રહેશે. જો મુક્તાવસ્થામાં વિયોગનો સ્વીકાર કરશો તો, એકાન્તવાદ મુજબ, પૂર્વકાલમાં પણ