Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
G
• ज्ञाननयविचारः । प्राधान्यमुत्सर्गतोऽर्हति । वीर्यान्तरायकर्मोदयेन क्रियाशैथिल्यवतः संविग्नपाक्षिकस्य ध्यान-कायोत्सर्गा-ए दिरुचिशालितथाविधश्राद्धस्य च प्रायश उत्कृष्ट-शुद्धक्रियायोगसाधकत्वाऽयोगाद् द्रव्यानुयोगप्राधान्यमपवादत उचितम् । प्रमादाऽनादरादिना क्रियायोगाऽरुचिवतो द्रव्यानुयोगप्राधान्यन्तून्मार्ग एव ।
‘देहात्मभेदविज्ञाननिरतानां परिपक्वविवेकदृष्टिसम्पन्नानां ज्ञानयोगप्राधान्यम्, वैराग्यरुचिशालिनान्तु क्रियायोगप्राधान्यमि'त्यपि प्रवादः ।
इदञ्चात्राऽवधेयम् - प्रकृते द्रव्यानुयोगज्ञानयोगमाहात्म्यं ज्ञाननयवक्तव्यतया दर्शितम्। अयं । हि नयवादः। प्रमाणवादरूपेण तु तं सव्वनयविसुद्धं जं चरण-गुणट्ठिओ साहू” (आ.नि.१६३७ + + द.वै.नि.१/१५०) इति आवश्यकनियुक्ति-दशवैकालिकनियुक्तिवचनात् चारित्र-ज्ञानोभयनिमग्नसाधोः णि આચારમાં શિથિલ બનેલ સંવિગ્નપાક્ષિક અને ધ્યાન-કાઉસગ્ગ વગેરેની વિશિષ્ટ રુચિ ધરાવનાર તથાવિધ શ્રાવક માટે અપવાદથી દ્રવ્યાનુયોગ મુખ્ય છે. પ્રાયશઃ ઉત્કૃષ્ટ શુદ્ધ ક્રિયાયોગને સાધી શકે તેવી શક્યતા ન હોવાથી તે બન્ને પોતાના જીવનમાં દ્રવ્યાનુયોગને મુખ્ય કરે તે અપવાદ જાણવો, આપવાદિક મોક્ષમાર્ગ જાણવો. પરંતુ જે જીવો આળસ, અનાદર, ઉપેક્ષા વગેરેના લીધે ક્રિયાયોગની અરુચિ ધરાવતા હોય અને પોતાના જીવનમાં દ્રવ્યાનુયોગને પ્રધાન કરે તે ઉન્માર્ગ જ સમજવો. આ બાબત ધ્યાનમાં રાખવી.
ક વિવેકી જ્ઞાનયોગી, વૈરાગી ક્રિયાયોગી - મતવિશેષ : (ઉદા.) અમુક વિદ્વાનો જ્ઞાન-ક્રિયાસંબંધી ગૌણ-મુખ્યભાવ બાબતમાં પોતાનું મંતવ્ય એવું ધરાવે છે કે - “શરીર અને આત્મા જુદા છે' - આવી ભેદ-વિજ્ઞાનની સાધનામાં મગ્ન થયેલા જે સાધકો પરિપક્વ વિવેકદષ્ટિને સારી રીતે આત્મસાત્ કરી ચૂકેલ હોય તેમના માટે જ્ઞાનયોગ એ પ્રધાન છે , અને ક્રિયાયોગ એ ગૌણ છે. તથા જે સાધકો વૈરાગ્યની રુચિ ધરાવતા હોય તેમના જીવનમાં ક્રિયાયોગની મુખ્યતા અને જ્ઞાનયોગની ગૌણતા હોય. ટૂંકમાં, વિવેકી સાધકો માટે જ્ઞાનયોગ મુખ્ય બને અને ક્રિયાયોગ ગૌણ બને. તથા વૈરાગી-તપસ્વી-ત્યાગી સાધકો માટે ક્રિયાયોગ મુખ્ય બને અને જ્ઞાનયોગ ગૌણ બને. અહીં “જ્ઞાનયોગી વૈરાગ્યહીન હોય' તેમ ન સમજવું. પરંતુ તેના જીવનમાં પરિપક્વ વિવેકદષ્ટિનો ઉન્મેષ ઝળહળતો હોય - તેવું જણાવવાનું તાત્પર્ય સમજવું. જ્ઞાનયોગી પણ ત્યાગ-વૈરાગ્ય વગેરેને શક્તિ-સંયોગ મુજબ ઉચિત રીતે આવકારે. તથા “ક્રિયાયોગી વિવેકશૂન્ય હોય' – તેમ પણ અર્થઘટન ન કરવું. પરંતુ ‘ક્રિયાયોગીના જીવનમાં તપ-ત્યાગ-વૈરાગ્ય આંખે ઉડીને વળગે તેવા હોય છે' - તેવું જણાવવાનું તાત્પર્ય સમજવું. ક્રિયાયોગી પણ ઉચિત વિવેકદૃષ્ટિને ક્ષમતા મુજબ ધારણ કરતા હોય છે.
{ નયવાદ અતિગંભીર . (ગ્યા.) બીજી મહત્ત્વની એક વાત એ પણ જણાવવી જરૂરી છે કે અહીં જે દ્રવ્યાનુયોગનો, જ્ઞાનયોગનો મહિમા બતાવેલ છે તે જ્ઞાનનયના વક્તવ્ય તરીકે સમજવો. આ નયવાદ છે. પ્રમાણવાદરૂપે તો વર-કુત્રિો સાદૂ' આ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિ, દશવૈકાલિકનિયુક્તિ ગ્રન્થના વચન મુજબ “જ્ઞાન -ક્રિયા ઉભયનિમગ્ન સાધુ જ સાધુ છે' - આમ સમજવું. કેમ કે “વરણ-’િ - આ મુજબ 1. તત્ સર્વનયવિશુદ્ધ થતું વર-મુસ્થિત: સાધુ /