Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪ ૦
• चारित्रोपसर्जनभावेन ज्ञानस्य बलवत्त्वम् । चारित्रापसजनभावन
૧/૪ ___तच्चूर्णिस्त्वेवम् “दंसणपभावगाणि सत्थाणि 'सिद्धिविणिच्छि(?च्छ)य-सम्मतिमादि गेहंतो असंथरमाणो
जं अकप्पियं पडिसेवति जयणाए तत्थ सो सुद्धो = अपायच्छित्ती भवतीत्यर्थः। णाणे त्ति णाणणिमित्तं सुत्तं [ अत्थं वा गेण्हमाणो, तत्थ वि अकप्पियं असंथरे पडिसेवतो सुद्धो” (नि.भा.४८६ चू.) इति । સાધુ સ્વસ્થાન મુજબ દોષનું સેવન કરે તથા જ્ઞાનાચારમાં સૂત્ર-અર્થોનો અભ્યાસ કરતા-કરતા સ્વસ્થાન મુજબ જો દોષનું સેવન સાધુ કરે તો સાધુને પ્રાયશ્ચિત્ત નથી આવતું.”
(.) તેની સ્પષ્ટતા નિશીથચૂર્ણિમાં આ મુજબ જણાવેલ છે કે “દર્શનાચારની બાબતમાં સિદ્ધિવિનિશ્ચય, સમ્મતિતર્ક વગેરે દર્શનપ્રભાવક શાસ્ત્રોનો અભ્યાસ કરતી વખતે નિર્દોષ ગોચરી-પાણીથી સંયમજીવનનિર્વાહ - દેહનિર્વાહ ન થતો હોય તો સ્વસ્થાન મુજબ જે અકથ્ય ભોજનાદિ હોય તેને જયણાથી ગ્રહણ કરે તો તે સાધુ શુદ્ધ છે. અર્થાત્ અકથ્ય ભોજનાદિના ઉપયોગનિમિત્તે તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી. તે જ રીતે જ્ઞાનાચારની બાબતમાં અભિનવ જ્ઞાનની પ્રાપ્તિ નિમિત્તે નવા સૂત્રને કે અર્થને ગ્રહણ કરતો સાધુ જો નિર્દોષ ગોચરી-પાણીથી નિર્વાહ થતો ન હોય અને જયણાપૂર્વક અકથ્ય અન્નાદિનો ઉપયોગ કરે તો તે શુદ્ધ છે. અર્થાત્ તે નિમિત્તે તે સાધુને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.”
સ્પષ્ટતા - સ્વસ્થાન મુજબ એટલે આવશ્યકતા હોવા છતાં નિર્દોષ ગોચરી વગેરે ન મળે તો જે તે દોષ સૌથી નાનો હોય તેનું સેવન સૌપ્રથમ કરે. અલ્પદોષવાળા ભોજનાદિ પૂરતા ન મળતા હોય, તેનાથી
સંયમનિર્વાહ ન થતો હોય તો તેના કરતાં થોડા મોટા દોષનું સેવન કરે. પરંતુ તેવી દોષિત ગોચરીથી 2 પણ દેહનિર્વાહ ન થતો હોય તો તેના કરતાં થોડા મોટા દોષવાળી ભોજનસામગ્રી ગ્રહણ કરે. આ ક્રમથી
આગળ વધતાં-વધતાં અલ્પ દોષોવાળા અન્નાદિથી સંયમયાત્રાનો નિર્વાહ ન થઈ શકતો હોય તો છેવટે આધાકર્મ નામના મોટા વ્યાવહારિક દોષથી યુક્ત ભોજન-પાણી વાપરે. આ રીતે દોષનું સેવન ક્રમસર કરવામાં આવે તો સ્વસ્થાન અનુસારે દોષસેવન કહેવાય. આ જયણાવાળો સમ્યફ અપવાદ કહેવાય. તે રીતે દોષનું સેવન કરીને સમ્યગ્દર્શનને નિર્મળ કરનારા સિદ્ધિવિનિશ્ચય, સમ્પતિતર્ક વગેરે દર્શનપ્રભાવક શાસ્ત્રો ભણે, જ્ઞાનાચારની આરાધના સ્વરૂપે નવા આગમાદિ ગ્રંથોનો સૂત્રથી અને અર્થથી અભ્યાસ કરે તો તેવી વ્યક્તિને દોષિત ગોચરી વાપરવાના નિમિત્તે કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. સિદ્ધિવિનિશ્ચય નામનો એક ગ્રંથ દિગંબરાચાર્ય અકલંકદેવ દ્વારા રચાયેલ વર્તમાનમાં મળે છે. તથા તેના ઉપર સ્વોપજ્ઞ વ્યાખ્યા પણ મળે છે. મૂળ ગ્રંથમાં ફક્ત ૨૮ શ્લોક છે. તેના ઉપર અનન્તવીર્ય નામના દિગંબરાચાર્ય દ્વારા વિસ્તૃત સંસ્કૃત વ્યાખ્યા રચાયેલ છે. તેમાં ૧૨ અધિકાર આવે છે. બે ભાગમાં પુસ્તકાકારે સટીક ઉપરોક્ત ગ્રંથ મુદ્રિત થયેલ છે. પરંતુ નિશીથચૂર્ણિમાં સિદ્ધિવિનિશ્ચય નામના ગ્રંથનો જે ઉલ્લેખ મળે છે તે અને આ ગ્રન્થ જુદા છે. શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિરચિત ત્રણ કાંડમાં વહેંચાયેલ સમ્મતિતર્ક ગ્રંથ ઉપર તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી મહારાજની વિસ્તૃત વ્યાખ્યા સાનુવાદ પુસ્તકાકારે પાંચ ભાગમાં છપાયેલ છે. 1. दर्शनप्रभावकाणि शास्त्राणि सिद्धिविनिश्चय-सम्मत्यादीनि गृह्णन् असंस्तरमाणः यद् अकल्पितं प्रतिषेवते यतनया तत्र स शुद्धः = अप्रायश्चित्ती भवतीत्यर्थः। ज्ञाने इति ज्ञाननिमित्तं सूत्रमर्थं वा गृह्णन, तत्रापि अकल्पितमसंस्तरे प्रतिसेवमानः શુદ્ધ: જે અત્યારે ઉપલબ્ધ થતો દિગંબરીય સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ તે આ નથી. દિગંબરીય સિદ્ધિવિનિશ્ચય ગ્રન્થ પાછળથી રચાયેલો છે.