Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३८ 0 कल्प्याकल्प्ययोः उमास्वातिवाचकाभिप्रायः ।
૨/૪ श. देशं कालं पुरुषमवस्थामुपयोग(? मुपघात)*शुद्धपरिणामान् । ણ પ્રસર્ચ મતિ ચેં નેત્તાત્ ઉત્પત્તેિ વચમ્ (પ્ર.ર૭૪૬) પ્રશમરતો |૧/૪
इत्थञ्च कल्प्याऽकल्प्यादिगोचरोऽनेकान्त एवाऽऽगमे दर्शितः। तदुक्तं प्रशमरतो अपि __ “देशं कालं पुरुषमवस्थामुपघातशुद्धपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्यं नैकान्तात् कल्पते कल्प्यम् ।।” । (प्र.र.१४६) इति। तदुक्तं भावप्रकाशे भावमिश्रेण अपि “उत्पद्यते च साऽवस्था देश-काल-बलं प्रति । म यस्यां कार्यमकार्यं स्यात् कर्म कार्यं विवर्जितम् ।।” (भा.प्र.पूर्वखण्ड-६/३१) इति ।
એવા) વ્યવહારનયને માન્ય હિંસા છે. આપણા અનાભોગ, સહસાકાર વગેરેથી થતા પરપ્રાવિયોગને અશુદ્ધ વ્યવહારનય હિંસા તરીકે ગણાવશે. “હિંસાથી કર્મબંધ થાય' - આ વિધાન ઓઘથી = સામાન્યથી છે. વાસ્તવિકતા એ છે કે નિશ્ચયનયમાન્ય હિંસાથી અવશ્ય કર્મબંધ થાય. વ્યવહારનયમાન્ય હિંસાથી કર્મબંધ થવામાં ભજના છે. મતલબ કે નિશ્ચયહિંસાગર્ભિત વ્યવહારનયસંમત હિંસા થતી હોય ત્યાં અવશ્ય કર્મબંધ થાય. પરંતુ જ્યાં નિશ્ચયનયમાન્ય હિંસા ન થતી હોય અને ફક્ત સંયોગવશ વ્યવહારમાન્ય હિંસા અનિવાર્યપણે કરવી/કરાવવી અનુમોદવી પડતી હોય તો ત્યાં તથાવિધ કર્મબંધ થતો નથી. દુષ્કાળ છે -રોગચાળો-દીર્ઘવિહાર-વિશાળ સાધુસમુદાય-અલ્પ ઘરો-વૃદ્ધાવસ્થા-માસક્ષમણાદિ તપનું પારણું... વગેરે ૨ સંયોગોમાં નિર્દોષ ગોચરી-પાણી પૂરતા પ્રમાણમાં સાધુને ન મળતા હોય તથા ભૂખ્યા રહેવાથી વિનય, વી સ્વાધ્યાય આદિ આરાધનાઓમાં અત્યંત શિથિલતા આવી જતી હોય, શારીરિક પોષણના અભાવે વૃદ્ધ
-ગ્લાન આદિ સાધુઓને આર્તધ્યાનાદિ થતું હોય, શારીરિક બાંધો નબળો હોય તો ત્યારે ઓછામાં ઓછા રા દોષવાળી ગોચરી-પાણીનો વપરાશ કરવાની શાસ્ત્રમર્યાદા સાચવીને ના-છૂટકે સાધુ આધાકર્મી ભોજનાદિનો
ઉપયોગ કરે ત્યાં નિશ્ચયનયમાન્ય હિંસા નથી, ફક્ત વ્યવહારનયસંમત હિંસા છે. આથી ત્યારે તે સાધુને ચીકણા પાપકર્મ બંધાતા નથી. નિષ્કારણ, રાગપૂર્વક, જયણા વિના, નિષ્ફરપરિણામથી આધાકર્મી ભોજનાદિ કરનારને તો અવશ્ય ચીકણા પાપકર્મ બંધાય. સકારણ આધાકર્મદોષગ્રસ્ત ગોચરી વાપરવા છતાં જો સ્વનિમિત્તે થયેલી હિંસાદિની અનુમોદના સાધુ કરે તો કર્મબંધ થાય પણ ખરો. આમ દોષિત ભોજનાદિથી કર્મબંધ થવો કે ન થવો એ બાબતમાં સ્યાદ્વાદ વણાયેલો છે.
6 ઉમાસ્વાતિજી મહારાજનું મંતવ્ય છે (સ્થગ્ર.) આ રીતે ફલિત થાય છે કે કથ્ય-અકથ્ય વગેરે બાબતમાં પુછદ્રવ્યાદિસાપેક્ષ પરિવર્તનશીલ પ્રામાણિક અનેકાંતવાદ જ આગમમાં દર્શાવેલ છે. તેથી જ પ્રશમરતિ ગ્રંથમાં શ્રીઉમાસ્વાતિ વાચકે પણ જણાવેલ છે કે “દેશ, કાલ, પુરુષ, અવસ્થા, ઉપઘાત અને શુદ્ધ પરિણામની સમ્યગુ વિચારણા કરીને ભોજનાદિ વસ્તુ કપ્ય બને છે. કોઈ પણ ચીજ એકાંતે કપ્ય બનતી નથી.” ભાવપ્રકાશમાં વૈદ્યરાજ ભાવમિશ્રજીએ પણ જણાવેલ છે કે “દેશ-કાળ-બળને આશ્રયીને તેવી અવસ્થા ઉત્પન્ન થાય છે કે જેમાં ન કરવા યોગ્ય કામ કરવું પડે તથા કરવા યોગ્ય કામ ત્યજાયેલ હોય.”
જ ફક્ત લા.(૨)માં “શપાઠ. પુસ્તકોમાં “શુદ્ધિ' પાઠ. 8. * ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.+કો. (૯)માં નથી.