Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૪
० प्रशमरति-चरकसंहितासंवादः ० किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यात् स्यादकल्प्यमपि कल्प्यम् ।
पिण्डः शय्या वस्त्रं पात्रं वा भेषजाद्यं वा।। (प्रशमरति - १४५) तानि च वस्त्र-भोजन-वसत्यादीन्युच्यन्ते । ‘एतानि आधाकर्माणि ये भुञ्जन्ते = एतैरुपभोगं ये कुर्वन्ति अन्योऽन्यं = परस्परं तान् स्वकीयेन कर्मणा उपलिप्तान् विजानीयाद्' इत्येवं नो वदेत् । तथा ‘अनुपलिप्तान्' इति वा नो वदेत् ।
एतदुक्तं भवति - आधाकर्माऽपि श्रुतोपदेशेन शुद्धमिति कृत्वा भुञ्जानः कर्मणा नोपलिप्यते तदाधाकर्मोपभोगेनावश्यन्तया कर्मबन्धो भवतीत्येवं नो वदेत् । तथा श्रुतोपदेशमन्तरेणाहारगृद्ध्याऽऽधाकर्म न भुञानस्य तन्निमित्तककर्मबन्धसद्भावात् अतः (?तान्) 'अनुपलिप्तान्' अपि नो वदेत् । यथावस्थित-श मौनीन्द्रागमज्ञस्य त्वेवं युज्यते वक्तुम् ‘आधाकर्मोपभोगेन स्यात् कर्मबन्धः स्यान्ने'ति। यतः उक्तं “किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं वा स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं पात्रं वा भेषजाद्यं वा ।।” (प्रशमरति-१४५) कु બનાવવામાં મુખ્યરૂપે સાધુને ઉદેશીને = કેન્દ્રસ્થાને ગોઠવીને બનાવેલા વસ્ત્ર, રસોઈ, મકાન વગેરે આધાકર્મી કહેવાય. “આધાકર્મી વસ્ત્રાદિનો જે સાધુઓ વાપરવા દ્વારા અને વપરાવવા દ્વારા પરસ્પર ભોગવટો કરે છે તેઓ પોતાના કર્મથી અવશ્ય લેપાયેલ જાણવા' - આમ ન બોલવું. તથા “આધાકર્મીને વાપરનારા + વપરાવનારા સાધુઓ કર્મથી લેપાયેલ ન જાણવા' - આમ પણ ન બોલવું.
(ત્ત) કહેવાનો આશય એ છે કે “આધાકર્મી વસ્ત્ર-ભોજન આદિ પણ શાસ્ત્રની સૂચના મુજબ સંયોગવિશેષમાં શુદ્ધ છે' - એમ અપવાદ ગ્રંથોના પરિશીલનથી જાણીને કટોકટીના સંયોગમાં દેહનિર્વાહમાત્ર બુદ્ધિથી અસંગભાવે આધાકર્મી વસ્ત્ર-ભોજનાદિ વાપરનારા + વપરાવનારા સાધુ ભગવંત કર્મબંધ થવા દ્વારા લેખાતા નથી. તેથી “આધાકર્મી એવા વસ્ત્ર-આહારાદિના ભોગવટાથી અવશ્ય કર્મબંધ થાય' - આ પ્રમાણે ન બોલવું. તથા અપવાદપ્રતિપાદક ગ્રંથોની સંમતિ વિના માત્ર ખાવાની લાલસાથી આધાકર્મી ભોજનાદિનો ભોગવટો કરનારા સાધુને તેના નિમિત્તે અવશ્ય કર્મબંધ થાય છે. માટે આધાકર્મી આહારાદિને વાપરનારા કર્મથી લેવાતા નથી' - આ પ્રમાણે પણ ન બોલવું. તારક તીર્થંકર ભગવંતના આશય મુજબ જેમણે જૈનાગમોનો સૂત્ર-અર્થ-પરમાર્થ જાણેલ છે એવા ગીતાર્થ મહાત્માને આ પ્રમાણે બોલવું યોગ્ય છે કે “આધાકર્મી આહારાદિના ઉપયોગથી કર્મબંધ અમુક સંયોગમાં થાય અને અમુક સંયોગમાં ન થાય.” (અર્થાત્ (૧) વિશેષ પ્રકારના કટોકટીના સંયોગમાં (૨) જયણાપૂર્વક (૩) અનાસક્તભાવે (૪) યથોચિત પ્રમાણમાં (૫) સંયમયાત્રાના નિર્વાહના ઉદેશથી દોષિત ગોચરી-પાણી વગેરેનો ઉપયોગ કરનાર અને કરાવનાર સાધુ કર્મબંધથી લેવાતા નથી. અન્યથા કર્મબંધથી લેપાય” આ પ્રમાણે વિવેકદષ્ટિગર્ભિત રીતે બોલવું સ્યાદ્વાદી માટે ઉચિત છે. “જયણા' શબ્દનો અર્થ છે બહુતર અસત્ પ્રવૃત્તિનો ત્યાગ અને અલ્પતર અનિવાર્ય દોષનું સેવન.) ઉપરોક્ત કથન વ્યાજબી હોવાનું કારણ એ છે કે પ્રશમરતિ ગ્રન્થમાં ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે “શુદ્ધ એવી કોઈક કણ્ય (= વાપરવા યોગ્ય) ચીજ પણ (વિશિષ્ટ સંયોગમાં) અકથ્ય બની જાય તથા અકથ્ય (= વાપરવા માટે અયોગ્ય) ચીજ પણ સંયમનો નિર્વાહ કરાવનાર હોય તો (સંયોગવિશેષમાં) કલ્ય બની જાય, પછી ભલે તે ગોચરી-પાણી હોય, શય્યા (સંથારો અથવા મકાન કે પાટ-પાટલા વગેરે) હોય, વસ્ત્ર હોય કે ગોચરી વાપરવાના પાત્રા હોય કે ઔષધ વગેરે