Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२
० अध्यात्मशून्यं शास्त्रं शस्त्रम् , संसारो विदुषां शास्त्रमध्यात्मरहितात्मनाम् ।।” (यो.सा.प्रा.७/४४) इति। यशोविजयवाचकैः अपि अध्यात्मसारे
“धनिनां पुत्र-दारादि यथा संसारवृद्धये। तथा पाण्डित्यदृप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ।।” (अ.सा.१/२३) प इति गदितम् । अध्यात्मोपनिषदि च “पुत्र-दारादिसंसारो धनिनां मूढचेतसाम्। पण्डितानां तु संसारः
शास्त्रमध्यात्मवर्जितम् ।।" (अ.उ.१/७२) इत्युक्तम् । ततश्च ज्ञानस्य न परिग्रहः कार्यः किन्तु परिणमनं ५ कर्तव्यम् । अत एव अधीत्य द्रव्यानुयोगं न विजानाति यः तदीयम् आध्यात्मिकोपनयं स हि म द्रव्यानुयोगाध्ययनस्य भारमात्रमेव बिभर्ति । आध्यात्मिकोपनयो हि शास्त्रस्य आन्तरं शरीरं स्वमुच्यते ।
ज्ञानाचारादिषु व्याप्तोऽपि वीर्याचार इव द्रव्यानुयोगादिषु व्याप्तोऽपि अध्यात्मानुयोगः तत्प्राणतया " आध्यात्मिकोपनयरूपेण पृथगुपदर्श्यतेऽत्राऽस्माभिः प्रतिश्लोकम् । यद्यपि स्वम् आत्मीयं विवृणुते * शास्त्रं स्वत एव व्युत्पन्नानां तथापि अकोविदानाम् उपकाराय तं दर्शयिष्यामः इत्यवधेयम् । णि प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आत्मार्थिकृते कृतोऽयं ग्रन्थ इति अधिकारितया पुद्गल -परिवार-प्रसिद्धि-संसाराद्यर्थिनां केवलक्रियारुचीनाञ्च व्यवच्छेदः कृतः । युक्तञ्चैतत् - ज्ञानस्य प्रधानात्मगुणत्वात्, दर्शन-चारित्रादिकारणत्वात्, अन्तरङ्गत्वात्, आत्मलक्षणत्वात्, मुख्यात्मस्वभावत्वाच्च । શાસ્ત્રને સંસાર કહ્યો છે. અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષતુમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ તે જ ઉદાહરણ દેખાડીને પંડિતાઈથી છેકેલા જીવોને અધ્યાત્મશૂન્ય શાસ્ત્ર સંસારવર્ધક છે - તેમ જણાવેલ છે. તેથી ફલિત થાય છે કે જ્ઞાનનો પરિગ્રહ નહિ પરંતુ પરિણમન કરવાનું છે. આ જ કારણસર કહી શકાય કે દ્રવ્યાનુયોગને ભણીને જે તેના આધ્યાત્મિક ઉપનયને જાણતો નથી, તે ખરેખર માત્ર દ્રવ્યાનુયોગને ભણવાના ભારને જ ઊંચકે છે. ખરેખર આધ્યાત્મિક ઉપનય જ શાસ્ત્રનું પોતાનું આંતરિક શરીર કહેવાય
છે. જ્ઞાનાચાર-દર્શનાચારાદિમાં વિર્યાચાર વણાયેલ હોવા છતાં તે જ્ઞાનાચારાદિનો પ્રાણ છે. તેથી વીર્યાચારને ક શાસ્ત્રોમાં જ્ઞાનાચારાદિ કરતાં અલગ દેખાડેલ છે. તેમ દ્રવ્યાનુયોગાદિમાં અધ્યાત્માનુયોગ વણાયેલ હોવા હા છતાં તે દ્રવ્યાનુયોગાદિનો પ્રાણ છે. તેથી આ ગ્રંથમાં અમે તેને “આધ્યાત્મિક ઉપનય’ તરીકે દરેક શ્લોકમાં
અલગ પાડીને દર્શાવીએ છીએ. જો કે વ્યુત્પન્ન લોકોને તો શાસ્ત્ર જાતે જ પોતાના આંતરિક શરીરનું વિવરણ સ = સ્પષ્ટીકરણ કરે છે. તો પણ જે વાચકો તેવા વિચક્ષણ નથી, તેઓના ઉપકાર માટે દરેક શ્લોકમાં છેડે આધ્યાત્મિક ઉપનયને અમે જણાવશું. આ વાતને ખ્યાલમાં રાખવી.
“આત્માથી પદનો રહસ્યાર્થ 9 આધ્યાત્મિક ઉપનય - પ્રસ્તુત ગ્રંથ આત્માર્થી આરાધકો માટે રચવામાં આવેલ છે. આ એક અત્યંત અગત્યની વિગત છે. તેથી જે જીવો પુદ્ગલાર્થી છે, પરિવારાર્થી છે, પ્રસિદ્ધિઅર્થી છે, સંસારાર્થી છે તેમની આના દ્વારા બાદબાકી કરવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથનું સમ્યક મૂલ્યાંકન જરૂરી છે. આથી આ ગ્રંથરત્નને જાણવાની પણ ઈચ્છા ધરાવનારા આરાધક જીવોએ ઊંચી રુચિ અને નિર્મળ ભાવનાને આદર્શરૂપ રાખીને પછી જ પ્રસ્તુત ગ્રંથના અધિકારી બનવું. જે જીવો આરાધક હોવા છતાં કેવળ બાહ્યક્રિયારુચિવાળા છે, જ્ઞાનરુચિવાળા નથી તેવા જીવો માટે પણ આ ગ્રંથ રચવામાં નથી આવેલ. આ વાત વ્યાજબી પણ છે. કારણ કે જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે. દર્શન, ચારિત્ર વગેરે ગુણોનું કારણ પણ જ્ઞાન છે. જ્ઞાન