Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० चरण-करणसारप्रतिपादनम् । प सत्तमिया ।।” (प्रवचनसारोद्धार - ७३९) इति सप्तधा वा, समितिः ईर्यासमित्यादिः पञ्चधा, भावना
अनित्यत्वादिका द्वादश, प्रतिमा मासादिका द्वादश भिक्षूणाम्, दर्शनादिका एकादश उपासकानाम्, इन्द्रिय'निरोधः चक्षुरादिकरणपञ्चकसंयमः, प्रतिलेखनं मुखवस्त्रिकाद्युपकरणप्रत्युपेक्षणमनेकविधम्, गुप्तिः मनो-वाक् -कायसंवरणलक्षणा त्रिधा, अभिग्रहा वसतिप्रमार्जनादयोऽनेकविधाः।
एतयोश्चरण-करणयोः प्रधानास्तदनुष्ठानतत्पराः, स्वसमय-परसमयमुक्तव्यापाराः = 'अयं स्वसमयः क अनेकान्तात्मकवस्तुप्ररूपणाद् अयं च परसमयः केवलनयाभिप्रायप्रतिपादनाद्' इत्येतस्मिन् परिज्ञानेऽनादृता 4. अनेकान्तात्मकवस्तुतत्त्वं यथावद् अनवबुद्ध्यमानाः तदितरव्यवच्छेदेन इति यावत् । चरण-करणयोः सारं =
फलं निश्चयशुद्धं निश्चयश्च तत् शुद्धं च ज्ञान-दर्शनोपयोगात्मकं निष्कलङ्क न जानन्ति = न अनुभवन्ति का ज्ञान-दर्शन-चारित्रात्मककारणप्रभवत्वात् तस्य, कारणाभावे च कार्यस्य असम्भवात्, अन्यथा तस्य निर्हेतु
અને ઉજ્જિતધર્મ - આ ૭ પિંડેષણાના ભેદ તે જ પિંડવિશુદ્ધિ છે. પિંડેષણા એટલે ગોચરી આદિ પિંડગ્રહણના વિવિધ પ્રકાર. પાંચ સમિતિ - ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપણા સમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ. સમ્યફ અને સપ્રયોજન પ્રવૃત્તિને સમિતિ કહેવાય છે. અનિત્યત્વઅશરણત્વ વગેરેની તીવ્ર અનુભૂતિસ્વરૂપ બાર ભાવના છે જે સંસારના રાગને શિથિલ બનાવે છે. એક મહિના વગેરે કાળ સુધી જે વિશિષ્ટ કઠોર અભિગ્રહનું પાલન કરાય છે તેને પ્રતિમા કહેવાય છે. ભિક્ષુઓ માટે ૧૨ પ્રતિમાનું અને શ્રાવકવર્ગ માટે સમ્યગ્દર્શનાદિ ૧૧ પ્રતિમાનું વિધાન છે.
ઇન્દ્રિયનિરોધ એટલે ચક્ષુ વગેરે પાંચ ઇન્દ્રિયોનો નિરોધ = સંયમ = નિયત્રણ. જીવ-જની હિંસા હું ન થાય તે માટે મુહપત્તિ વગેરે ધર્મોપકરણોનું પ્રત્યુપેક્ષણ = નિરીક્ષણ કરવું તેને પ્રતિલેખન કહેવાય.
મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ ઉપર અંકુશ અને શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તન - આ ત્રણ ગુપ્તિ CTી છે. અભિગ્રહ એટલે વિશિષ્ટ પ્રકારની ત્યાગાદિ પ્રતિજ્ઞા. તેના વસતિપ્રમાર્જન વગેરે અનેક ભેદ છે.
આ બધાના પેટા ભેદ ૭૦ થાય છે.” [ચરણસિત્તરીના અને કરણસિત્તરીના વિસ્તારના જિજ્ઞાસુએ ઓઘનિર્યુક્તિભાષ્ય, પંચવસ્તુક, પંચાશક, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રન્થોનું પરિશીલન કરવું. ]
સ્વ-પરસમયભેદના અજાણ ચરણ-કરણસારથી વંચિત હું (gયો.) હવે સમ્મતિતર્કવ્યાખ્યાકાર સંમતિતર્કની ગાથાની વ્યાખ્યા કરતા કહે છે કે “જે મુનિઓ આ ચરણ-કરણના જ અનુષ્ઠાનમાં નિમગ્ન રહે છે પરન્તુ “વસ્તુના સ્વરૂપને અનેકાન્તાત્મક બતાવતો હોવાથી આ વસમય છે. માત્ર (અન્યનિરપેક્ષ) એક જ નયના અભિપ્રાય પર ભાર દેતો હોવાથી આ પરસમય છે'- આવા વિવેકજ્ઞાનના ઉપાર્જન માટે પરિશ્રમ કરવાને બદલે તેનો અનાદર કરે છે, તેઓ ચરણ-કરણના સારભૂત રહસ્યને નથી જાણતા - આવો આગળ અન્વય કરવો. ‘વસ્તુતત્ત્વ અનેકાન્તાત્મક હોય' – આ તથ્યને એકાન્તના વ્યવચ્છેદપૂર્વક નહીં સમજનારા તે મુનિઓ નિશ્ચયાત્મક નિષ્કલંક જ્ઞાન-દર્શનોપયોગરૂપ ચરણ-કરણફળનો અનુભવ નથી કરી શકતા. નિશ્ચયાત્મક નિષ્કલંક જ્ઞાનદર્શનોપયોગ એટલે કે વિશુદ્ધ ઉપયોગ. તે જ્ઞાન-દર્શન-ચારિત્રાત્મક કારણકલાપનું સામુદાયિક કાર્ય છે. કારણોની ગેરહાજરીમાં કાર્ય ન સંભવે. જો કારણ વગર કાર્ય ઉત્પન્ન થતું હોય તો તે નિર્દેતુક થવાની