Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० ज्ञानस्य मुख्यगुणत्वम् । ततश्च यथाशक्ति तपस्त्याग-यम-नियमादिपालनद्वारा महदंशतः आश्रवपराङ्मुखानां तात्त्विकज्ञानरुचिवतां निर्दम्भानां निर्मलात्मतत्त्व-ज्ञानरुचिशालिनाञ्च प्रकृतप्रबन्धपठन-पाठनाद्यधिकारितेति फलितम् । काल-विनय-बहुमानादिज्ञानाचारपालनरुचिसत्त्वे एव ज्ञानरुचेः तात्त्विकत्वम् अवसेयम् । ततो “बन्धवियोगो મોક્ષ.” (પ્ર.૨.૨૨૩) રૂતિ પ્રશમરતો ૩: મોક્ષઃ સુત્તમ યાત્ |
तात्त्विकज्ञानरुचिरहितानामनधिकारित्वोक्तिस्तु न द्वेषप्रयुक्ता। आत्मादितत्त्वजिज्ञासूनामेव प्रकृतप्रबन्धपरिणमनयोग्यतया अधिकारित्वाद् आत्मार्थिपदस्य ज्ञानरुचिपरता सङ्गच्छत एव । ततश्च स्वस्मिन् आत्मार्थितां सम्पाद्य प्रकृतप्रबन्धप्रभावेण नानानयप्रमाणपरामर्शतः प्रज्ञासाफल्यं कृत्वा अपवर्गमार्गेऽभिसर्पणीयमित्याशयः । तद्दिशि तथारूपेण सहायकत्वाद् ‘द्रव्यानुयोगपरामर्श' इति यथार्थम् अभिधानम् । परामर्शपुष्पोद्गमहेतुत्वात् ‘परामर्शकर्णिके'त्यपि सार्थकं नामेति भावनीयम् ।।१/१।। અંતરંગ છે. જ્ઞાન આત્માનું લક્ષણ છે. તથા જ્ઞાન આત્માનો મુખ્ય સ્વભાવ છે. માટે યથાશક્તિ તપ -ત્યાગ-વ્રત-નિયમાદિના પાલન દ્વારા મહદ્ અંશે આશ્રવોથી વિમુખ થયેલ હોવાથી જેમનામાં સાચી જ્ઞાનરુચિ પ્રગટ થઈ છે તેવા તેમજ નિર્દભપણે નિર્મળ આત્મજ્ઞાનની-તત્ત્વજ્ઞાનની રુચિવાળા છે તેવા જીવો જ આ ગ્રંથને ભણવાના અધિકારી છે. તથા “છાને, વિ, વહુમાને...” ઈત્યાદિ જ્ઞાનાચારનું યથાશક્તિ પાલન કરવાની પરમાર્થથી તૈયારી હોય તો જ જ્ઞાનરુચિવાળા જીવોની સાચી જ્ઞાનરુચિ કહી શકાય. તેનાથી પ્રશમરતિમાં વર્ણવેલ કર્મબંધવિયોગરૂપ મોક્ષ સુલભ થાય.
(તાત્ત્વિ) આવી પ્રામાણિક જ્ઞાનરુચિ વગરના જીવો આ ગ્રંથને ભણવાના અધિકારી નથી – એવું અર્થતઃ ફલિત થાય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે તેવા જીવો પ્રત્યે ગ્રંથકારને દ્વેષ હોવાથી તેઓને આ ગ્રંથના અનધિકારી કહ્યા છે. વસ્તુસ્થિતિ એ છે કે જે આરાધકો આત્મા-સંવર-નિર્જરા-મોક્ષ વગેરે તત્ત્વોની તાત્વિક સમજણ મેળવવા ઝંખી રહ્યા છે તેવા જ આરાધકોમાં આ ગ્રંથનું પારમાર્થિક પરિણમન થવાની સંભાવના છે. તેથી તેવા જીવોને આ ગ્રંથના અધિકારી કહ્યા છે. માટે “આત્માર્થી' પદનો “જ્ઞાનરુચિવાળા' આ અર્થ સંગત જ છે. સમ્યગું જ્ઞાન આત્માનો ગુણ છે. પદાર્થના સ્વરૂપનો નિર્ણય કરાવનાર નિર્મળ જ્ઞાન છે. આત્મા, પુણ્ય, પાપ વગેરે પદાર્થોનું અસ્તિત્વ છે કે નહિ ? તેવા પદાર્થોનું શુદ્ધ સ્વરૂપ કેવું છે ? અશુદ્ધ સ્વરૂપ કેવું છે? આત્માના શુદ્ધ ગુણો ક્યા ક્યા? અશુદ્ધ ગુણો ક્યા ક્યા? જીવાદિ નવ તત્ત્વોના પર્યાયો ક્યા? આ બાબતમાં શુદ્ધ-અશુદ્ધ દૃષ્ટિકોણથી (= નયથી) તથા સર્વાગી દૃષ્ટિકોણથી (= પ્રમાણથી) વિચાર-વિમર્શ કરવો તે દ્રવ્યાનુયોગ કહેવાય છે. તેથી પોતાનામાં આત્માર્થીપણું પ્રગટાવીને પ્રસ્તુત પ્રબંધના પ્રભાવે આવા ઉત્તમ દ્રવ્યાનુયોગનો પરામર્શ (અનુસંધાન) કરવામાં પોતાની પ્રજ્ઞાનો વિનિયોગ કરવામાં જ પ્રજ્ઞાની સફળતા અને સાર્થકતા સમાયેલી છે. આ રીતે પોતાની પ્રજ્ઞાને સફળ કરીને મોક્ષમાર્ગે સાધકે આગળ વધવું જોઈએ. આવો ગ્રંથકારશ્રીનો આશય છે. પ્રજ્ઞાસાફલ્યની દિશામાં આગળ વધારવા માટે દ્રવ્યાનુયોગનું અનુસંધાન કરાવવા દ્વારા આ ગ્રંથ સહાયક છે. તેથી પ્રસ્તુત ગ્રંથનું નામ ‘દ્રવ્યાનુયોગપરામર્શ' રાખવામાં આવેલ છે. ફૂલની કર્ણિકા દ્વારા જ ફૂલ ખીલી શકે છે. માટે પરામર્શ પુષ્પને ખીલવનારી “કિર્ણિકા' નામની વ્યાખ્યા પણ અર્થસભર નામથી યુક્ત છે. તેમ જ તેની મઘમઘતી સુવાસ સ્વરૂપ પ્રસ્તુત ગુજરાતી વિવરણનું “કર્ણિકા સુવાસ' એવું નામ પણ સાર્થક છે – તેમ સમજવું. (૧/૧)