Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
75
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ : ()માં મુદ્રિત પ્રકાશનનો પાઠ મૂકેલ છે. પરંતુ પરામર્શકર્ણિકામાં તો મુદ્રિત સંમતિતર્કગાથા વગેરે જ સટીક જણાવેલ છે. જુઓ - ૪૩ (સંમતિતર્કની ૩/૨૭ ગાથા), ૧૧/૧૦
(પ્રવચનસાર ગાથા)] GP દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ક્યાંક પંચાંગી આગમ સંદર્ભ દ્વારા તાર્કિક મતનું સમર્થન કરેલ છે
(૮/૧૩ પૃ.૯૫૯). તો ક્યાંક દિગંબર ગ્રંથસંવાદ વડે તાર્કિક મતને પુષ્ટ કરેલ છે (૮/૧૩ પૃ.૯૬૧+૯૭૬+ ૯૭૭). તો ક્યાંક દિગંબર મત મુજબ આગમિક મતની પણ સંગતિ કરેલ છે (૮/૧૩ પૃ.૯૭૯). આગમિક વ્યાખ્યામાં પણ ક્યારેક સૈદ્ધાત્ત્વિક મતના બદલે તાર્કિક મતનું
અનુસરણ થયેલ હોય તે પણ પરામર્શકર્ણિકામાં નિહાળવા મળશે (૮/૧૩ પૃ.૯૭૮). * ક્યારેક રાસ + ટબાના પદાર્થને સ્પષ્ટ કરવા માટે અન્ય દર્શનના ગ્રંથોનો આધાર અનિવાર્યપણે લેવો
પડેલ છે. જેમ કે – • (૯/૧૨) માં સામાન્યલક્ષણા દીધિતિ, દીપિતિપ્રકાશ, સામાન્ય લક્ષણા ગાદાધરી, વ્યુત્પત્તિવાદ,
વ્યુત્પત્તિવાદ-આદર્શટીકા વગેરે ગ્રંથોનો આધાર લીધો છે. * અવસરે આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ગોટફીડ, કાન્ટ, હેગલ, રસેલ, બુલર, જેકોબી વગેરે આધુનિક
વૈજ્ઞાનિકોનાતત્ત્વચિંતકોના વિચારને તથા આધુનિક જૈવિક વિજ્ઞાનના અભિપ્રાયને પણ પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે. (જુઓ – ૨/૮, ૧૦૮, ૧૦/૧૩ વગેરે) ગુજરાતી વિશ્વકોશ વગેરેનો પણ ટબાના પદાર્થની
સ્પષ્ટતા માટે ઉપયોગ કર્યો છે. (જુઓ - ૧૦૪). GP રાસ + ટબાના પદાર્થને સ્પષ્ટ કરવા સાક્ષીરૂપે ટાંકેલા શ્લોક/ગાથાની વ્યાખ્યા પણ અવસરે દર્શાવેલ છે.
જેમ કે – • વિશેષાવશ્યકભાષ્યગાથા (૪૩, ૬/૧૪, ૭/૭, ૮/૧૫). • આવશ્યકનિર્યુક્તિગાથા (૮૯).
• અભિધર્મકોશ - સ્ફટાર્થ વૃત્તિ (૯૬) વગેરે. @ એક જ વિષય અંગે દિગંબર - શ્વેતાંબરાદિ જુદા-જુદા ગ્રંથકારોના મતભેદને સંક્ષેપથી અને વિસ્તારથી દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે. જેમ કે – • નૈગમના પ્રકાર વિશે ૧૫ જેટલા મતોનું દિગ્દર્શન (૬,૭). • લક્ષણાના સ્વરૂપ તથા ભેદ અંગે જૈન-નૈયાયિક-વૈયાકરણ-આલંકારિક-મીમાંસક વગેરે મતોનો
નિર્દેશ (૫/૧, ૬/૮, ૧૩/૪). • ઉપચારના નિમિત્ત વિશે ૫ અભિપ્રાયોનું નિવેદન (૫/૧, ૬/૮). • વિવિધ દર્શનોમાં ધ્યાનના ચાર માર્ગ (૧૬/૫).
• “: વાદી' - સ્થળે ૫ વિભિન્ન અભિપ્રાયોનું પ્રતિપાદન (૧૨/૧૧). = દિગંબર ગ્રંથોની સ્પષ્ટતા અનેક સ્થળે કરેલ છે (જુઓ - ૨/૨, ૪/૩, ૭/૨, ૭/૧૨, ૮/૨, ૮/૫, ૧૦/૧૬,
૧૧/૨, ૧૧/૬, ૧૧/૧૦, ૧૨૮, ૧૩/૨, ૧૩/૪, ૧૪૩, ૧૪/૧૦ વગેરે).