Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
86
( દ્રવ્યાનુયોગપરામ-રિકાન્સવાસકારની હદોષિક થાઇi ના બદલે હાઇ (તેષા), સુર્ય ના બદલે સુદ્દે (કૃતમ્), હૃવંતિ ના બદલે દુવંતિ (મત્તિ), વાયવ્યો ના બદલે કાવ્યો (ર્તવ્ય:).
વગેરે પાઠો મળે છે. તે સંદર્ભો તે-તે મુદ્રિત દિગંબર સાહિત્ય મુજબ જ પરામર્શકર્ણિકામાં લીધેલા છે. તથા વાચકવર્ગની અનુકૂળતા માટે ટિપ્પણમાં તે-તે દિગંબરીય સંદર્ભોની સંસ્કૃત છાયા પણ તે -તે પૃષ્ઠોમાં આપેલ છે. (જુઓ - ૧/૬, ૧૦/૨૦, ૧૧/૧૧ વગેરે)
* “દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકાસુવાસ ની રૂપરેખા * દ્રવ્ય-ગુણ-પર્યાયરાસનો વિષય ‘દ્રવ્યાનુયોગપરામર્શમાં પ્રાયઃ સંપૂર્ણતયા આવરેલ છે. તથા ટબાનો વિષય પરામર્શકર્ણિકામાં પ્રાયઃ સંપૂર્ણતયા સમાવેલ છે. તેથી રાસીટબાનું ગુજરાતી વિવેચન કરવાના બદલે દ્રવ્યાનુયોગપરામર્શ + પરામર્શકર્ણિકાનું ગુજરાતી વિવેચન “દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસમાં કરેલ છે. અવતરણિકા, શ્લોકાર્થ, વ્યાખ્યાર્થ, આધ્યાત્મિક ઉપનય - આ ક્રમથી ગુજરાતી વિવરણ કર્યું છે. તથા વચ્ચે-વચ્ચે શંકા-સમાધાન, પ્રશ્ન-પ્રત્યુત્તર, દલીલ-નિરાકરણ વગેરે રજૂ કરેલ છે.
(A) સંસ્કૃત વ્યાખ્યામાં આવેલી બાબત અંગે કાંઈક અધિક નિરૂપણ ગુજરાતીમાં કરવું હોય તો વ્યાખ્યાર્થ' વિભાગમાં ઘણી વાર ()માં તે વિગત જણાવેલ છે (જુઓ - ૪/૧૩... વગેરે). | (B) તથા ક્લિષ્ટ વિષય હોય ત્યાં “સ્પષ્ટતા” મથાળું બાંધીને વિષયને વિશદ કરેલ છે. ક્યારેક વ્યાખ્યાર્થમાં જે બાબતનો વિસ્તાર ન કરેલ હોય પણ તેને સમજાવવી જરૂરી હોય તેવી બાબતની છણાવટ પણ “સ્પષ્ટતા' વિભાગમાં કરેલ છે. (જુઓ-૩૯ + ૧૦ વગેરે). તેમજ વાદી-પ્રતિવાદીના મતભેદની નોંધ પણ સ્પષ્ટતા” વિભાગમાં ઘણી વાર બતાવેલ છે. (જુઓ - ૧૦/૧૯ વગેરે). પ્રસ્તુત વિષય વિશે કાંઈક અધિક નિરૂપણ કે ઐતિહાસિક બાબતનું સ્પષ્ટીકરણ વાચકવર્ગની અનુકૂળતા માટે “સ્પષ્ટતા વિભાગમાં કરેલ છે. (જુઓ - ૧૬/પ વગેરે). તથા નવ્યન્યાયની પરિભાષામાં સંસ્કૃત વ્યાખ્યામાં જે પદાર્થ સંક્ષેપમાં દર્શાવેલ હોય, તેનું વિસ્તૃતીકરણ ગુજરાતી વ્યાખ્યામાં “સ્પષ્ટતા' વિભાગમાં કે વ્યાખ્યાર્થમાં અનેક સ્થળે ઉપલબ્ધ છે. (જુઓ- ૯/૧૨, ૧૨/૭, ૧૩/૧૦ વગેરે.). તેથી સંસ્કૃતવ્યાખ્યાના વાચકોને એટલી વિનંતી કરીશ કે ગુજરાતી વ્યાખ્યાના “સ્પષ્ટતા' વિભાગનું અવશ્ય અવલોકન કરે, જેથી વિષય વધુ વિશદ બને.
(C) “પરામર્શકર્ણિકા' માં જે જે કોઇક-નકશા બતાવેલ છે, તે સ્પષ્ટ હોવાથી ગુજરાતી વિવેચનમાં તેનું પુનરાવર્તન કરેલ નથી (જુઓ-૯/૨૩+૨૪+૨૮ વગેરે). તેમજ ક્યાંક સંસ્કૃત વ્યાખ્યામાં કોઠા -નકશા આપેલ ન હોય ત્યાં વાચકવર્ગની અનુકૂળતા માટે ગુજરાતી વિવરણમાં કોઠા-નકશા દર્શાવેલ છે (જુઓ - ૩/૧૩, ૪/૧૩ વગેરે).
(D) સંસ્કૃત વ્યાખ્યામાં ઉદ્ધત કરેલા અનેક શ્લોકો પ્રાયઃ સમાન આવતા હોય, શાબ્દિક ફેરફાર હોવા છતાં અર્થમાં ખાસ ફરક ન પડતો હોય તો તેવા સ્થળે વાચકવર્ગને રસભંગ ન થાય તે માટે તેવા અનેક શ્લોકોનું વિવેચન અલગ-અલગ કરવાના બદલે તે બધા શ્લોકોનો ભાવાર્થ સમાઈ જાય તે રીતે ગુજરાતી વિવરણ કરેલ છે (જુઓ - ૮૯, ૧૧|૮, ૧૫/૨/૩ વગેરે).
(E) ક્યાંક પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં આપેલ પદાર્થની સ્પષ્ટતા માટે ગુજરાતી વિશ્વકોશ વગેરેનો પણ ઉપયોગ કર્યો છે (જુઓ - ૧૦/૪).