Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
☼ अनुयोगभेदनिरूपणम्
/
તેહના ૪ ભેદ શાસ્ત્રઈં કહિયા- ચરણકરણાનુયોગ આચારવચન, આચારાઝ પ્રમુખ (૧), ગણિતાનુયોગ=સંખ્યાશાસ્ત્ર, ચન્દ્રપ્રજ્ઞપ્તિ પ્રમુખ (૨), ધર્મકથાનુયોગ = આખ્યાયિકાવચન, જ્ઞાતા પ્રમુખ (૩), દ્રવ્યાનુયોગ=ષદ્ભવ્યવિચાર, સૂત્રમધ્યે - સૂત્રકૃતાઙ્ગ, પ્રકરણમધ્યે સમ્મતિ, તત્ત્વાર્થ પ્રમુખ મહાશાસ ર (૪). તે માટઈં એ પ્રબંધ કીજઇ છઈ. તિહાં પણિ દ્રવ્ય-ગુણ-પર્યાયવિચાર છઈ, તેણઈ એ શાસ દ્રવ્યાનુયોગ જાણવો.* ॥૧/૧૫
८
可可可可而
शास्त्रेषु निरुक्तलक्षणोऽनुयोगस्तावच्चतुर्धा उक्तः । व्याख्येयभेदात् शास्त्रमपि चतुर्धा भिद्यते । तथाहि – (१) चरण-करणानुयोगः आचारप्रतिपादकग्रन्थः आचाराङ्गादिः । (२) गणितानुयोगः सङ्ख्याप्रधानशास्त्रं चन्द्रप्रज्ञप्तिमुख्यम् । (३) धर्मकथानुयोगः आख्यायिकाप्रदर्शकग्रन्थः ज्ञाताधर्मकथाङ्गप्रभृतिः। (४) द्रव्यानुयोगः द्रव्य-गुणादिनिरूपणप्रवणग्रन्थः आगमसूत्रमध्ये मुख्यतया पूर्वं दृष्टिवादः साम्प्रतन्तु सूत्रकृताङ्गप्रमुखः, प्रकरणमध्ये च सम्मतितर्क - तत्त्वार्थसूत्रादिमहाशास्त्रम् । कु द्रव्यादिविचारणार्थम् अयं प्रबन्धः क्रियते । अत्राऽपि द्रव्य-गुण- पर्यायगोचरविमर्शो विवर्तते इति णि द्रव्यानुयोगतयाऽयमवसेयः ।
=
* અનુયોગના ચાર પ્રકાર
(શાસ્ત્રપુ.) શાસ્ત્રોમાં મૂળ સૂત્રના અર્થની વ્યાખ્યા = વિવેચના સ્વરૂપ અનુયોગ ચાર પ્રકારે વિભાજિત થયેલ છે. કારણ કે વ્યાખ્યા કરવા યોગ્ય શાસ્ત્રના અર્થ ચાર પ્રકારે હોવાથી શાસ્ત્રના પણ ચાર ભેદ થાય છે. તે આ રીતે – (૧) આચારના પ્રતિપાદક આચારાંગ વગેરે શાસ્ત્રો એટલે ચરણ-કરણાનુયોગ. (૨) સંખ્યા આંકડા (ગણિત) મુખ્યતયા જેમાં દર્શાવાયેલ હોય તેવા ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથો એટલે ગણિતાનુયોગ. (૩) આખ્યાન-કથા-કથાનિકા-વાર્તા-જીવનચરિત્રને દર્શાવનારા જ્ઞાતાધર્મકથાંગ વગેરે શાસ્ત્રો એટલે ધર્મકથાનુયોગ. (૪) દ્રવ્ય, ગુણ વગેરેનું નિરૂપણ કરવામાં તત્પર એવા શાસ્ત્રો એટલે દ્રવ્યાનુયોગ. આગમસૂત્રોની અંદર, પૂર્વ કાળમાં દૃષ્ટિવાદ નામનું બારમું અંગશાસ્ત્ર દ્રવ્યાનુયોગમાં ગણાતું હતું. વર્તમાન ] કાળમાં તો સૂયગડાંગ (સૂત્રકૃતાંગ) વગેરે મૂળ આગમો મુખ્યતયા દ્રવ્યાનુયોગ તરીકે ગણાય છે. તથા આગમોત્તરકાલીન પ્રકરણ ગ્રંથોની અપેક્ષાએ વિચારીએ તો સમ્મતિતર્ક, સિદ્ધસેનીય તત્ત્વાર્થસૂત્રવૃત્તિ વગેરે મહાશાસ્ત્રોની દ્રવ્યાનુયોગમાં ગણના કરવામાં આવે છે. દ્રવ્યાદિની વિચારણા માટે આ પ્રબંધ રચવામાં આવે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયરાસઅનુસારી પ્રસ્તુત ‘દ્રવ્યાનુયોગપરામર્શ’ નામના પ્રબંધ ગ્રંથમાં અને તેની ‘પરામર્શકર્ણિકા’ વ્યાખ્યામાં પણ દ્રવ્ય, ગુણ અને પર્યાય વિશે વિચાર-વિમર્શ વિશેષ રીતે વિદ્યમાન છે. માટે આ ગ્રન્થ દ્રવ્યાનુયોગ તરીકે સમજવો.
=
સ્પષ્ટતા :- સાધુ-શ્રાવક-સમકિતી-માર્ગાનુસારી વગેરે જીવોના આચારનું, ક્ષેત્ર-કાળાદિ સંબંધી ગણિતનું, મહાપુરુષોના જીવનચરિત્રનું અને દ્રવ્યાદિનું નિરૂપણ મુખ્યતયા આગમોમાં આવે છે. આ ચાર વિષયોને અનુલક્ષીને ક્રમશઃ આગમોનું વિભાજન ચાર વિભાગમાં કરવામાં આવેલ છે. (૧)
• મો.(૨)માં ‘મહાનિશીથ' પાઠ. *. ‘પ્રકરણ' પાલિ. ♦ તિહાં દ્રવ્યે ગુણ. પા૦ * પુસ્તકોમાં ‘શાસ્ત્ર' નથી. આ.(૧)માં છે....* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯) + સિ.માં નથી.