Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
જ દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હદથોવિ
87 | (F) ગુજરાતી ભાષાના વિવિધ જોડણીકોશ-શબ્દકોશમાં ગુજરાતી શબ્દોની જોડણી વિવિધ સ્વરૂપે મળે છે. દા.ત. વિશે-વિષે, નુકશાન-નુકસાન, વ્યાજબી-વાજબી, કુશૂલ-કુસૂલ, કાલ-કાળ, મૂર્ત-મૂર્ત.. વગેરે. તેથી દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ' - ગુજરાતી વિવરણમાં ક્યારેક આવા શબ્દોની બન્ને પ્રકારની જોડણી જોવા મળશે. ગુજરાતી વાચકવર્ગે આ બાબતની નોંધ લેવી.
આ પરિશિષ્ટો અંગેની સમજ ગ્રન્થ વ્યાખ્યા સ્વયં સમૃદ્ધ હોય તો પણ પરિશિષ્ટો દ્વારા તેની વિશિષ્ટતાઓ/વિવિધતાઓ દર્શાવવા માટે ગ્રંથના આરંભે કે અંતે પરિશિષ્ટોને દર્શાવવાની આધુનિક પદ્ધતિ અધ્યેતાવર્ગ માટે ખૂબ લાભદાયી પુરવાર થયેલ છે. જુદા-જુદા પ્રકારના પરિશિષ્ટો દ્વારા ગ્રંથના આંતરિક સ્વરૂપનો જુદા જ સ્વરૂપે ઉઘાડ થવાથી ચોક્કસ પ્રકારના વિષયોની રુચિ ધરાવનારા અભ્યાસુઓને પોતાના મનગમતા વિષયોને માણવા તે તે વિષયો સુધી ઝડપથી પહોંચવાની સુંદર તક સુલભ બને છે. તેમ જ રુચિના વિષયોનું અવગાહન થતાં સંપૂર્ણ ગ્રંથના સાંગોપાંગ અધ્યયનની પણ જિજ્ઞાસા-અભિરુચિ-ઉમંગ પ્રગટે છે. તેમજ અવસરે વિહંગાવલોકન/સિંહાવલોકન માટે પણ ઉપયોગી વિષયો સુધી પહોંચવામાં જટિલતા અનુભવાતી નથી. નવા સંશોધકો, અભિનવ સંપાદકો, નૂતન સંકલનકારો, આધુનિક ઈતિહાસવિદો, નવ્ય સંગ્રહકારો, અદ્યતન પી.એચ.ડી. કરનારાઓ તથા વિવિધ ગ્રંથોનું તુલનાત્મક અધ્યયન-અધ્યાપન કરનારા વિજ્ઞ વાચકો માટે તો ગ્રંથની મહત્ત્વપૂર્ણ વિગત દર્શાવનારા પરિશિષ્ટો અત્યંત ઉપયોગી-આદરણીય-આવશ્યક અને અનિવાર્ય બની જાય છે. આવી અનેક બાબતોને લક્ષમાં રાખીને પ્રસ્તુત ગ્રંથરાજના કુલ ૨૦ પરિશિષ્ટો બનાવેલ છે. એક પરિશિષ્ટ પ્રથમ ભાગના પ્રારંભમાં (જુઓ – પૃષ્ઠ 96 થી 162). બીજું પરિશિષ્ટ ચોથા ભાગના અંતે આપેલ છે. તેમાં કાલતત્ત્વ વિશેનો પ્રાચીન મનનીય લેખ મૂકેલ છે. તથા બાકીના ૧૮ પરિશિષ્ટો સાતમા ભાગના છેડે મૂકેલ છે. (જુઓ – પૃષ્ઠ ૨૬૩૧ થી ૨૮૩૪) જેમ ગ્રંથના પ્રારંભ -મધ્ય-અંત ભાગમાં ત્રણ પ્રકારે મંગલ આવે છે, તેમ પ્રસ્તુત ગ્રંથરાજના આદિ-મધ્ય-અંત ભાગમાં કુલ ૨૦ પરિશિષ્ટો જાણે કે મંગલસ્વરૂપે પ્રભુપ્રસાદથી ગોઠવાયા છે.
ક પ્રથમ ભાગના પરિશિષ્ટ અંગે કાંઈક ઝક દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ - ટબામાં આવતા પદાર્થોની તો વિસ્તૃત છણાવટ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' - સંસ્કૃત વ્યાખ્યામાં કરેલ છે જ. તદુપરાંત પ્રાસંગિક રૂપે શ્વેતાંબર-દિગંબર-જૈનેતરદર્શનના અનેકવિધ પદાર્થોનું પણ પ્રતિપાદન તેમાં કરેલ છે. તેની એક વિસ્તૃત નોંધ (કુલ પૃષ્ઠ-૬૭) પ્રથમ ભાગમાં ગ્રંથપ્રારંભની પૂર્વે તથા મારી હૃદયોર્મિ (પ્રસ્તુત વિસ્તૃત પ્રસ્તાવના) પૂર્ણ થયા બાદ દર્શાવેલ છે. આના માધ્યમથી જિજ્ઞાસુ વાચકવર્ગ તે-તે પદાર્થોના પરિશીલન માટે તે-તે સ્થળનું અવલોકન સરળતાથી કરી શકશે. મુખ્ય વિષયો, ગૌણ વિષયો, અવાંતર વિષયો, સ્વતન્ત્ર વિષયો વગેરેને આ પરિશિષ્ટમાં અકારાદિ વર્ણાનુક્રમથી સૂચવેલ છે.
૬૩૦ જેટલા દૃષ્ટાંતો, નયના મુખ્ય-અવાત્તર ૧૫૦ જેટલા પ્રકારો, ૧૨૧ દોષ, પ્રમાણના ૧૦૦ લક્ષણો, સંબંધના ૪૫ પ્રકાર, આરોપના (ઉપચારના) ૪૦ જેટલા પ્રકાર, “ગુણ' શબ્દના ૨૫ અર્થ, ૨૧ પ્રકારની અનુપલબ્ધિ, ૯ પ્રકારે વૈયાવચ્ચ... વગેરે પદાર્થો આ પરિશિષ્ટના માધ્યમથી વાચકવર્ગને સરળતાથી મળી શકશે.