Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
93
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોમિ છે પરમ પૂજ્ય જોશીલા પ્રવચનકાર શ્રુતરસિક સૌહાર્દમૂર્તિ પ્રસન્નસ્વભાવી પંન્યાસપ્રવર શ્રીમહાબોધિવિજયજી ગણિવર્યશ્રી તો આ પુનિત પ્રસંગે અનાયાસે સ્મૃતિપટ ઉપર ઉપસ્થિત થાય છે. તેઓશ્રીએ છટ્ટા-સાતમા ભાગને વાંચી, તપાસી, બન્ને ભાગની પ્રસ્તાવના લખી આપવાની આત્મીયભાવે ઉદારતા દાખવી છે. પરમ પૂજ્ય વિચક્ષણપ્રજ્ઞાસંપન્ન પરોપકારપરાયણ પંન્યાસપ્રવર શ્રીઅજયસાગરજી મહારાજે પ્રસ્તુત પ્રકાશનના તમામ પરિશિષ્ટોને તૈયાર કરવા અંગે અગત્યના સૂચનો અને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપેલ છે. તેઓશ્રીને આ રૂડા અવસરે યાદ કર્યા વિના રહી શકાતું નથી. સેવાભાવી સરળ પ્રકૃતિ પ્રાજ્ઞ મુનિરાજ શ્રીયોગિરત્નવિજયજી મહારાજે કિંમતી સમય કાઢીને પ્રસ્તુત પ્રકાશનના તમામ ભાગોનું સંપૂર્ણતયા વાંચન-સંશોધન-મુફરીડિંગ કરી, યોગ્ય સૂચનો આપીને આત્મીયતાનો સંબંધ ઘનિષ્ઠ બનાવ્યો છે. અધ્યાત્મરસિક વિદ્વાન મુનિરાજ શ્રીસ્થિતપ્રજ્ઞવિજયજી મહારાજે સાતમી શાખાનું સંશોધન કરીને અવનવા સૂચનો આપેલ છે. તે પણ કદી નહિ ભૂલાય. પૂજ્યપાદ અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સૂક્ષ્મપ્રજ્ઞા સાધ્વી શ્રીનંદીયશાશ્રીજીએ, પૂજ્યપાદ બાપજી મહારાજના સમુદાયના વિચક્ષણ સાધ્વી શ્રીરાજયશાશ્રીજીએ તથા પૂજ્યપાદ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વિદુષી સાધ્વી શ્રીશીલવર્ષાશ્રીજીએ પ્રસ્તુત પ્રકાશનના તમામ ભાગોને સંપૂર્ણપણે વાંચી-સુધારીને જે ધીરજપૂર્વક અને ચીવટપૂર્વક હાર્દિક શ્રુતસેવા કરી છે, તે અત્યંત અનુમોદનીય છે. મારા વિનીત શિષ્ય મુનિ શ્રીનિર્મલયશવિજયજી તથા સુશ્રાવિકા ઉષાબેન અજિતભાઈ શાહ (અમદાવાદ) દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ + ટબાની ૩૬ જેટલી હસ્તપ્રતોના આધારે પાઠાંતરો નોંધવામાં ઉદારતાપૂર્વકનો ધીરજસાધ્ય અવિસ્મરણીય સહયોગ મળેલ છે. તેમજ મુનિ શ્રીનિર્મલયશવિજયજી મહારાજે તો દરેક શાખાનો ટૂંકસાર લખી આપવામાં પણ નિષ્ઠાપૂર્વક સહાય કરી છે. પ્રસ્તુત ગ્રંથરાજના કુનેહપૂર્વક અને કાળજીપૂર્વક મુફરીડિંગ આદિમાં સહાય કરનારા મારા શિષ્યો મુનિ શ્રી અનંતયશવિજયજી, મુનિ શ્રીનિર્મલયશવિજયજી, મુનિ શ્રીજીવબંધુવિજયજી, મુનિ શ્રીદિવ્યયશવિજયજી, મુનિ શ્રીકૃતયશવિજયજી, મુનિ શ્રીભક્તિયશવિજયજી, મુનિ શ્રી જ્ઞાનયશવિજયજી, મુનિ શ્રીશ્રમણયશવિજયજી, મુનિ શ્રીનપ્રયશવિજયજી, મુનિ શ્રીહેમયશવિજયજી તથા મુનિ શ્રીભાનુયશવિજયજી મ.સા. પણ અવશ્ય અભિનંદનપાત્ર છે. દ્રવ્યદષ્ટિ - આત્મદ્રવ્યદૃષ્ટિ વિકસાવવામાં સહર્ષ સહયોગ દેનારા સ્વાનુભૂતિસંપન્ન શ્રીજિતુભાઈ ઝવેરી (જામનગર) આ અવસરે કૃતજ્ઞભાવે યાદ આવ્યા વિના રહેતા નથી. ૩ થી ૯ શાખાના ગુજરાતી અનુવાદની સુંદર પ્રેસકોપી તૈયાર કરી આપનારા તથા વિચાર-વિમર્શ દ્વારા રાસ + ટબાના પદાર્થોની સ્પષ્ટતામાં સહાય કરનારા શ્રુતવ્યસની શ્રાદ્ધવર્ય શ્રીહર્ષદભાઈ મણિલાલ સંઘવી (અંધેરી ગુજરાતી જૈન સંઘ-ઈલના પ્રમુખ) પણ આ અવસરે અવશ્ય ધન્યવાદાઈ છે.