Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
___० ग्रन्थमङ्गलोपदर्शनम् ।
૧/૨ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનો ટબાર્થ લખિઈ છે શ્રીગુરુપ્રસાદા. તિહાં પ્રથમ ગુરુનઈ નમસ્કાર રણ કરીનઈ *પ્રયોજન સહિત અભિધેય દેખાડઈ છઈ.
શ્રીગુરુ જીતવિજય મન ધરી, શ્રીનયવિજય સુગુરુ આદરી; આતમ અર્થિનઈ *ઉપગાર, કરું દ્રવ્યાનુયોગ વિચાર ૧/૧ (૧)
• વ્યાનુયોપિરામર્શ: •
શાવી - ૨ श्रीजीतविजयं नत्वा, श्रीनयविजयं तथा। आत्मार्थिहितहेतोर्हि द्रव्यानुयोग ईक्ष्यते ।।१/१।।
• દ્રવ્યાનુયોગપરામર્શકા • श्रीशद्धेश्वरपार्थं प्रणम्य भावतः स्वगुरुवर्गञ्चैव,
___ यशोविजयवाचककृतं द्रव्य-गुण-पर्यायरासमुपजीव्य । अस्मदुपज्ञो द्रव्यानुयोगपरामर्शः स्तबकमनुसृत्य;
यशोविजयकविकृतमपभ्रंशभाषाग्रथितं विव्रियते हि ।।१।। [सवैया] દેવ-ગુરુપ્રસાદથી મને સંપ્રાપ્ત થયું. ત્યાર બાદ સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ વાચકો માટે “દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ’ નામનું ગુજરાતી વિવેચન કરાય છે. દ્રવ્યાનુયોગપરામર્શ + પરામર્શકર્ણિકા સંસ્કૃત વ્યાખ્યામાં દ્રવ્ય -ગુણ-પર્યાય રાસનો તથા તેના સ્તબકનો અર્થ પ્રાયઃ પૂર્ણતયા સમાવિષ્ટ કરવામાં આવેલ છે. તેથી રાસનું
અને સ્તબકનું પણ ગુજરાતી વિવેચન દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસમાં સમાઈ જાય છે. માટે રાસનું છે તથા તેના સ્તબકનું અલગ ગુજરાતી વિવરણ અહીં કરવામાં આવેલ નથી. આ પુસ્તકમાં ઉપર છાપેલ 1 જૂની ગુજરાતી ભાષામાં નિબદ્ધ રાસ અને તેનો સ્તબક તથા દ્રવ્યાનુયોગપરામર્શ + પરામર્શકર્ણિકાને જોવાથી ઉપરોક્ત હકીકત સ્પષ્ટ થઈ જશે.
શ્લોકાર્થ:- શ્રીજીતવિજયજી મહારાજને તથા શ્રીનવિજયજી મહારાજને નમસ્કાર કરીને આત્માર્થી જીવના હિતને માટે જ દ્રવ્યાનુયોગનો અહીં વિચાર-વિમર્શ-પરામર્શ કરવામાં આવે છે. (૧/૧)
દ્રવ્યાનુયોગપરામર્શકણિકા વ્યાખ્યાના મંગલશ્લોકનો અર્થ ૯ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને તથા નિજ ગુરુવર્ગને ભાવથી નમસ્કાર કરીને, મહોપાધ્યાય યશોવિજયજી ગણિવર દ્વારા રચિત દ્રવ્ય-ગુણ-પર્યાય રાસનો આધાર લઈને અમે બનાવેલ
....ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + આ. (૧)માં છે. * પહિલઈ બિ પર્દ મંગલાચરણ દેખાયુંનમસ્કાર કર્યા તે (૧) આત્માર્થી ઇહાં અધિકારી (૨), તેહનઈ અવબોધ થાસ્યધ-ઉપકારરૂપ પ્રયોજન (૩), દ્રવ્યનો અનુયોગ તે બહાં અધિકાર (૪). ગ્રન્થકારની ટિપ્પણી.(મ.મો.(૨)+કો.(૧૨)માં છે.) ૦ પુસ્તકોમાં “મનિ પાઠ. કો.(૨+૪)મો.(૨)નો પાઠ લીધેલ છે. આ પુસ્તકોમાં “અરથીનઈ પાઠ. આ. (૧)નો પાઠ અહીં લીધો છે. * પુસ્તકોમાં “ઉપકાર' પાઠ. કો.(૨+૧૦)નો પાઠ લીધેલ છે. આ.(૧) માં “ઉપકારી... વિચારિ' પાઠ. ન કો.(૩)માં “અનુજોગ' પાઠ છે. સમગ્ર રાસની ગાથાઓનો સળંગ ક્રમાંક આ રીતે ( )માં આપવામાં આવ્યો છે.
એ