Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
89
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હદયોર્મિ છે • પરિશિષ્ટ-૧૧ - ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા'માં જે જે નગર-તીર્થઆદિના નામોનો ઉલ્લેખ કર્યો
છે, તેની વર્ણાનુક્રમે સૂચિ આપેલી છે. (જુઓ - પૃષ્ઠ ૨૬૯૪). પરિશિષ્ટ-૧૨ :- ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા’માં શ્વેતાંબર-દિગંબર-અજૈન દર્શનના જે જે સાક્ષીપાઠો ઉદ્ધત કરેલ છે, તેનો વર્ણાનુક્રમથી નિર્દેશ કર્યો છે. (જુઓ – પૃષ્ઠ ૨૬૯૫ થી ૨૭૫૪) તે સાક્ષીપાઠમાં ()માં આપેલા સંકેતોનું સ્પષ્ટીકરણ તેની બાજુમાં આપેલા પૃઇક્રમાંક ઉપર જોવાથી થઈ જશે. પરિશિષ્ટ-૧૩ - ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં આવતા વિષયોનો ઉલ્લેખ દરેક પૃષ્ઠની ઉપર, બોર્ડરની બહાર કરેલ છે. સમગ્ર ગ્રંથના દરેક પૃષ્ઠના તે સંસ્કૃત હેડિંગોનો અકારાદિ ક્રમથી ઉલ્લેખ આ પરિશિષ્ટમાં કર્યો છે. આખો ગ્રંથ જોવાની અનુકૂળતા ન હોય પણ અમુક જ વિષયોને જોવા હોય તો તેવા જિજ્ઞાસુવર્ગને તે-તે વિષયો શોધવામાં સરળતા રહે તે આશયથી આ પરિશિષ્ટ બનાવેલ છે (જુઓ - પૃષ્ઠ ૨૭૫૫ થી ૨૭૮૮). પરિશિષ્ટ-૧૪:- ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં આવેલા પદાર્થોને સ્પષ્ટ કરતા ૬૩૦ જેટલા દષ્ટાંતોની અકારાદિ ક્રમથી શૂચિ આ પરિશિષ્ટમાં આપેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૭૮૯ થી ૨૮૦૨). પરિશિષ્ટ-૧૫:- ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા'માં તથા “કર્ણિકા સુવાસમાં આવેલા કોઇકોનુંનકશાઓનું સંકલન આ પરિશિષ્ટમાં કરવામાં આવેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૮૦૩ થી ૨૮૧૫). પરિશિષ્ટ-૧૬ :- ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ' નામના ગુજરાતી વિવરણમાં જે-જે પ્રાચીન -અર્વાચીન ગુજરાતી-હિન્દી અવતરણો પદ્યબદ્ધરૂપે દર્શાવેલ છે, તેની અકારાદિક્રમથી યાદી આ પરિશિષ્ટમાં આપેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૦૧૬). પરિશિષ્ટ-૧૭ :- પ્રસ્તુત ગ્રંથમાં ૧૭ શાખા છે. દરેક શાખાના છેડે જે અનુપ્રેક્ષા (પ્રશ્નપત્ર) જણાવેલ છે. તેના ઉત્તરપત્રો આ પરિશિષ્ટમાં છે (જુઓ – પૃષ્ઠ ૨૮૧૭ થી ૨૮૩૩). વિદ્યાર્થી જાતે પરીક્ષા આપે કે અધ્યાપકો-વડીલો વિદ્યાર્થીને પરીક્ષાપત્ર ભરવાની પ્રેરણા કરીને પરીક્ષા ગોઠવે તો પ્રસ્તુત ગ્રંથરાજના પદાર્થો વિદ્યાર્થીને આત્મસાત્ થાય. તથા આ પ્રશ્નપત્રો તૈયાર કરવાની મહેનત લેખે લાગે. અસ્તુ. પરિશિષ્ટ-૧૮ :- પ્રસ્તુત ગ્રંથરાજના સાતેય ભાગમાં કેટલી ઢાળ/શાખા કેટલા પૃષ્ઠમાં ફેલાયેલ છે? તેની યાદી આ પરિશિષ્ટમાં દર્શાવેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૮૩૪). તથા આ અઢારમું પરિશિષ્ટ દરેક ભાગના અંતે પણ વાચકવર્ગની સુગમતા-સરળતા માટે મૂકવામાં આવેલ છે.
# વાચકો માટે અંગત સૂચન જ પ્રસ્તુત મહાકાય ગ્રંથને સારી રીતે માણવા માટે (૧) મધ્યસ્થવૃત્તિ, (૨) પરીક્ષકવૃત્તિ અને (૩) સમન્વયવૃત્તિ આવશ્યક છે. આ વિરાટ ગ્રંથરાજના પદાર્થોને અને પરમાર્થોને સાંગોપાંગ આત્મસાત્ કરવા માટે (૧) ધારદાર બુદ્ધિ, (૨) ધારણા શક્તિ, (૩) ધીરજ, (૪) ધગશ અને (૫) ધવલ ચિત્ત - આ પાંચ મહત્ત્વના પરિબળો આવશ્યક છે. જે વાચકો પાસે પ્રશસ્ત પવિત્ર પ્રકૃષ્ટ પ્રૌઢ પ્રજ્ઞાનો પ્રામાણિક પ્રકર્ષ પાંગરેલો હશે તથા નિરાળી ન્યારી નિખાલસતા ભરેલી વિચારસરણી હશે, તેઓ આ ગરવા ગ્રંથરત્નના માધ્યમથી જરૂર મોક્ષમાર્ગ છલાંગ લગાવી અત્યંત ઝડપથી આગળ વધી શકશે. દ્રવ્યાનુયોગનો અભ્યાસ શુષ્ક બની ન જાય તે માટે દરેક શ્લોકની વ્યાખ્યાના અંતે મૂકવામાં આવેલ