Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
88
- દ્રવ્યાનુયોગપરામર્શ-કઝિકાસુવાસકારની હદયોર્મિ શ્વેતાંબર, દિગંબર, અજૈનદર્શનમાંથી “કોને સંમત પદાર્થનું નિરૂપણ ક્યાં છે?' તેની જાણકારી પણ વાચકવર્ગને આ પરિશિષ્ટ દ્વારા મળે તેવો પ્રયત્ન અનેક સ્થળે કરવામાં આવેલ છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે નય, આરોપ, ગુણ, દૃષ્ટાંત વગેરે માત્ર આ શબ્દો કયા-કયા પૃષ્ઠ ઉપર આવેલ છે ? તેની નોંધ આ પરિશિષ્ટમાં આપેલ નથી. કારણ કે તેવી નોંધ અતિ-અતિ વિસ્તૃત બની જવાથી વિદ્યાર્થીઓને ઉપયોગી બનવાના બદલે મૂંઝવી નાંખે તેવી શક્યતા વધુ છે. તેથી વિદ્યાર્થીવર્ગને ઉપયોગી બને તે રીતે તે-તે પદાર્થો પૃષ્ઠક્રમાંક સહિત આ પરિશિષ્ટમાં જણાવેલ છે. હાર્નાિશિકાપ્રકરણ (આઠ ભાગમાં પ્રકાશિત)માં પ્રથમ ભાગના પ્રારંભમાં જે પરિશિષ્ટ અમે રજૂ કરેલું તેવા પ્રકારનું જ આ પરિશિષ્ટ છે. ફક્ત તફાવત એટલો છે કે તે પરિશિષ્ટ કોમ્યુટરની મદદથી તૈયાર કરેલ, જ્યારે પ્રસ્તુત પરિશિષ્ટ જાતે તૈયાર કરેલ છે. આ પદાર્થનોંધને આત્માર્થી અધ્યેતાવર્ગ અવશ્ય આવકારશે – તેવી આશા છે.
૪ સાતમા ભાગના અંતે આપેલ ૧૮ પરિશિષ્ટોની માહિતી જ પરિશિષ્ટ-૧ - મહોપાધ્યાયજી મહારાજે રચેલ દ્રવ્ય-ગુણ-પર્યાયરાસની ૨૮૫ ગાથાનો અકારાદિ
ક્રમથી નિર્દેશ કર્યો છે (જુઓ – પૃષ્ઠ ૨૬૩૧ થી ૨૬૩૫). • પરિશિષ્ટ-૨ :- ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ના ટબામાં મહોપાધ્યાયજીએ જે ગ્રંથોના ઉદ્ધરણો લીધેલા
છે, તે ગ્રંથોના નામની યાદી આપેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૬૩૬ અને ૨૬૩૭). પરિશિષ્ટ-૩ :- દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ના ટબામાં મહોપાધ્યાયજી મહારાજે જે સાક્ષીપાઠો ઉદ્ધત કર્યા છે, તેને અકારાદિ ક્રમથી મૂકેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૬૩૮ થી ૨૬૪૦). પરિશિષ્ટ-૪:- ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ના ટબામાં જે જે ગ્રંથકારોના કે વાદીઓના કે વ્યક્તિવિશેષના નામ લીધા છે, તેની અકારાદિ ક્રમથી સૂચિ દર્શાવેલ છે (જુઓ - પૃષ્ઠ ૨૬૪૧). પરિશિષ્ટ-૫:- ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ અને ‘ટબો’ – બન્નેમાં આવતા અઘરા દેશી શબ્દોના અર્થઘટન માટે જે-જે ગ્રંથો ઉપયોગમાં લીધેલા છે, તે ગ્રંથોના નામની યાદી આપેલ છે. (જુઓ – પૃષ્ઠ ૨૬૪ર૨૬૪૪) પરિશિષ્ટ-૬ :- દ્રવ્યાનુયોગપરામર્શના ૨૮૯ શ્લોકોનો અકારાદિ ક્રમથી ઉલ્લેખ કર્યો છે (જુઓ - પૃષ્ઠ ૨૬૪૫ થી ર૬૪૯). પરિશિષ્ટ-૭ - ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા'માં જે જે ગ્રંથોના ઉદ્ધરણો લીધેલા છે, તે તે ગ્રંથોના નામોને વર્ણાનુક્રમે રજૂ કરેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૬૫૦ થી ર૬૭૬). પરિશિષ્ટ-૮:- ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા માં જે ગ્રંથકારોના નામો જણાવેલા છે, તેની વર્ણક્રમાનુસાર સૂચિ છે (જુઓ – પૃષ્ઠ ૨૬૭૭ થી ૨૬૮૬). પરિશિષ્ટ-૯ - ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા'માં જે લૌકિક-લોકોત્તર ૧૮૫ ન્યાયોનો ઉપયોગ કર્યો
છે, તેને અકારાદિ ક્રમથી દર્શાવેલ છે (જુઓ – પૃષ્ઠ ૨૬૮૭ થી ૨૬૯૧). • પરિશિષ્ટ-૧૦ - ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા'માં જે વાદી-પ્રતિવાદીઓના નામો તથા વ્યક્તિવિશેષના
નામો જણાવેલા છે, તેની વર્ણક્રમાનુસાર યાદી છે (જુઓ - પૃઇ ર૬૯૨ અને ૨૬૯૩ ).