Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
66
૦ દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હદયોમિ, કે આંશિક પ્રાચીન-અર્વાચીન વ્યાખ્યા પણ તે તે સ્થળે પરામર્શકર્ણિકામાં પ્રાયઃ બતાવેલ છે. (જુઓ - ૧/૨, ૧/૪, ૨/૮, ૨/૧૧-૧૨, ૪/૧, ૪/૫, ૪/૧૩, ૮૯, ૯૯, ૯/૧૯, ૧૦/૧૩, ૧૦/૧૪, ૧૩/૧૭, ૧૪/૧૨ વગેરે).
(૨) ટબાના જે પ્રાચીન સાક્ષીપાઠોના મૂળ સ્થળ પ્રાપ્ત ન થયા તેની નવી સંસ્કૃતવૃત્તિ બનાવીને દર્શાવેલ છે (જુઓ - ૮/૧૫ વગેરે).
(૩) આ સિવાય પરામર્શકર્ણિકામાં પણ ઉદ્ધત સાક્ષીશ્લોકોની જરૂર પડે ત્યાં વ્યાખ્યા દર્શાવેલ છે (જુઓ - ૩/૪, ૯૬ વગેરે).
(૪) તથા ક્યાંક ઉદ્ધત શ્લોકોના અઘરા અંશોની જ વ્યાખ્યા કરેલ છે. (જુઓ-૨/૮, ૨/૧૧, ૨/૧૨, ૯૪ વગેરે).
(૫) અહીં અવસરે સંમતિતર્કવૃત્તિની બે હસ્તપ્રતના ટિપ્પણનો ઉપયોગ (૧૦/૧૯), પ્રજ્ઞાપના સૂત્રની જેસલમેરવર્તી હસ્તપ્રતના પાઠનો ઉપયોગ (૧૦/૧૯), જયપુર-આમેર ભંડારવર્તી આલાપપદ્ધતિ હસ્તપ્રતના પાઠનો ઉપયોગ (૧૪/૭), The New book of knowledge - Vo. 18, (U.S.)નો ઉપયોગ (૧૦/૧૩) તથા “જૈન યુનિવર્સિટી નામની વેબસાઈટના મેટરનો ઉપયોગ (૧/૩ + ૮/૨૩) કરીને “રાસ’ + ટબાના પદાર્થને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન થયો છે.
(૬) અમુક સ્થળે (૧૪/૧૦ વગેરે) અલગ-અલગ દૃષ્ટિકોણથી મૂળ શ્લોકની બે અવતરણિકા આપેલ છે.
(૭) અવસરોચિત પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ વગેરે દ્વારા ઊંડાણમાં ઉતરીને અહીં પદાર્થને વિશદ કરવાનો ક્ષયોપશમાનુસાર પ્રયાસ દેવ-ગુરુકૃપયા થયેલ છે. આ રીતે Broad Casting અને Deep Casting દ્વારા શ્રતોપાસનાનો નિર્મળ આનંદ અવાર-નવાર અનુભવેલ છે.
* અધ્યાત્મનું આગવું અનુસંધાન જ અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે શાસ્ત્રાભ્યાસમાં વિદ્વત્તાના અનુસંધાન કરતાં અધ્યાત્મનું અનુસંધાન વધુ મહત્ત્વપૂર્ણ છે. ચર્ચાના મરચા ખાંડવાની ચળ ઉપડે તો તે વિદ્વત્તા આશિષ નહિ પણ અભિશાપરૂપ બની જતાં વાર લાગતી નથી. દ્રવ્યાનુયોગની તર્કવિદ્યા વાદ-વિવાદ ઊભા કરવા માટે નથી પરંતુ જીવનમાં આધ્યાત્મિક સંવાદ લાવવા માટે છે. તારક તીર્થંકર પરમાત્માએ દર્શાવેલ સૂક્ષ્મધારવાળું નયચક્ર કર્મચક્રને કાપવા માટે છે, સિદ્ધચક્રમાં પ્રતિષ્ઠિત થવા માટે છે. પરંતુ વિષયચક્રમાં કે કષાયચક્રમાં ફસાવા માટે નથી કે ભવચક્રમાં ભટકવા માટે નથી. તેથી જ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં પ્રત્યેક શ્લોકની વ્યાખ્યાના અંતે તે શ્લોકસંબંધી “આધ્યાત્મિક ઉપનય’ સ્વાન્તઃ સુવર્ય + સર્વનનહિતાય દર્શાવેલ છે. પ્રત્યેક શ્લોકના આધ્યાત્મિક ઉપનય વિભાગમાં છેલ્લે આપણા મુખ્ય ધ્યેય-મંતવ્ય-
શ્રાવ્ય એવા સિદ્ધસ્વરૂપની અવનવી-અનોખી ૫૦૦ થી વધુ વિશેષતાઓ (જુઓ – પૃષ્ઠ ૨૦, ૨૮, ૪૩, પ૫, ૬૯, ૭૪, ૭૭, ૮૩ વગેરે) જુદા-જુદા પ્રાચીન-અર્વાચીન શ્વેતાંબરીય-દિગંબરીય ૩૦૦ જેટલા ગ્રંથસંદર્ભોના આધારે જણાવેલ છે. જેથી શાસ્ત્રાભ્યાસનું મુખ્ય પ્રયોજનભૂત લક્ષ્ય ચૂક્યા વિના, ઉપાદેયપણે સિદ્ધદશા ઉપર આંતરિક દૃષ્ટિ-રુચિ-ઉપયોગ-લાગણીતંત્ર સતત કેન્દ્રિત રહે. આ આધ્યાત્મિક ઉપનય વિભાગ એટલે માનો કે ગ્રંથમંદિરના શિખર ઉપર પ્રભુએ અધ્યાત્મનો સુવર્ણકશળ ચઢાવી આપ્યો.