Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
38.
(૮).
(૯)
- દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ષિક-સુવાસકારની હદયોર્મિ (૬) અવસરે અસત્કાર્યવાદી, અસખ્યાતિવાદી, નૈયાયિક, સાંખ્ય, વેદાંત, માધ્યમિક બૌદ્ધ, યોગાચાર
બૌદ્ધ, વર્ધમાન ઉપાધ્યાય, પશુપાલ વગેરેના સિદ્ધાંતની સમીક્ષા પણ કરેલ છે. (જુઓ
પરિશિષ્ટ-૪) (૭) દિગંબર દેવસેનના મતનું વિસ્તારથી નિરૂપણ અને સંક્ષેપથી નિરાકરણ પણ ઉપલબ્ધ છે.
વેદાન્તદર્શનનો સમન્વય (૮/૨૨), દિગંબરમતનું પણ અનેક સ્થળે (૬ ૮-૧૦, ૭/૧૫, ૧૧/૧+૨+૧૦-૧૧ વગેરે) સમર્થન જોવા મળે છે. - આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, ભગવતીસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, નંદીસૂત્ર, મહાનિશીથ, પ્રજ્ઞાપનાવૃત્તિ, જીવાભિગમ, અનુયોગદ્વાર, ઉત્તરાધ્યયન, ગચ્છાચાર પન્ના, આવશ્યકનિર્યુક્તિ,
ઓઘનિર્યુક્તિ, બૃહત્કલ્પભાષ્ય, પંચકલ્પભાષ્ય, વ્યવહારસૂત્રભાષ્ય, નિશીથભાષ્ય, વિશેષાવશ્યકભાષ્ય વગેરે આગમ સાહિત્યના અવતરણોથી સ્તબકને સમૃદ્ધ અને વિશ્વસનીય
બનાવેલ છે. (૧૦) આગમોત્તરકાલીન પ્રશમરતિ, તત્ત્વાર્થસૂત્ર, શ્રાવકપ્રજ્ઞપ્તિ, સિદ્ધસેનીય દ્વાáિશિકા, સંમતિતર્ક,
દ્વાદશાનિયચક્ર, ઉપદેશમાલા, વિંશતિ-વિશિકા, ઉપદેશપદ, ધર્મસંગ્રહણિ, લલિતવિસ્તરા, યોગદષ્ટિ સમુચ્ચય, ષોડશક, સ્યાદ્વાદરત્નાકર, યોગશાસ્ત્રવૃત્તિ, અન્યયોગવ્યવચ્છેદ કાત્રિશિકા, અભિધાનચિંતામણિ, કર્મવિપાક, પ્રમાણનયતત્તાલોક વગેરે શ્વેતાંબર આમ્નાયના ગ્રંથોના ઉદ્ધરણો
પણ સ્તબકમાં ટાંકેલા છે. (૧૧) દિગંબર સંપ્રદાયના પ્રવચનસાર, નિયમસાર, સમયસાર, પંચાસ્તિકાયસંગ્રહ, ભાવપ્રાકૃત,
આપ્તમીમાંસા, દ્રવ્યસંગ્રહ વગેરે ગ્રંથોના સંદર્ભો પણ સ્તબકમાં ઉપલબ્ધ છે. (૧૨) અન્યદર્શનના માંડુક્યોપનિષદ્ ભગવદ્ગીતા, પ્રમાણવાર્તિક, ઉદયનાચાર્યકૃત કિરણાવલી,
ચાણક્યશતક, પંચદશી, ભર્તુહરિસુભાષિત સંગ્રહ, સુભાષિતરત્નભાંડાગાર, સૂક્તિમુક્તાવલી વગેરેના અવતરણોનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. આના દ્વારા મહોપાધ્યાયજીની બહુશ્રુતતા
સ્પષ્ટપણે જણાઈ આવે છે. (જુઓ પરિશિષ્ટ - ૨). (૧૩) સમગ્ર ગ્રંથનો ઝોક ક્રિયા કરતાં દ્રવ્યાનુયોગજ્ઞાનની મહત્તા પ્રસ્થાપિત કરવાનો છે. તેમ છતાં
સમ્યજ્ઞાન-ક્રિયા ઉભયથી યુક્ત હોય તે જ સર્વશ્રેષ્ઠ છે. આ બાબત પણ અહીં (૧૫/૨/૧)
જણાવેલ છે. (૧૪) મહોપાધ્યાયજી મહારાજ સ્વરચિત કાર્નાિશિકાપ્રકરણ, અનેકાંતવ્યવસ્થા, ભાષારહસ્યપ્રકરણ,
જ્ઞાનસાર, ઉપદેશરહસ્ય વગેરે ગ્રંથોના ઉદ્ધરણોને પણ ટબામાં ટાંકીને પદાર્થને સ્પષ્ટ કરે છે.
(જુઓ પરિશિષ્ટ - ૨) (૧૫) દ્રવ્ય, સ્વભાવગુણ, વિભાવગુણ, અર્થપર્યાય, વ્યંજનપર્યાય, મૂલ-ઉત્તર નય, ઉપનય, આધ્યાત્મિક
નય, નિક્ષેપ, પ્રમાણ, નયસપ્તભંગી, પ્રમાણસપ્તભંગી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, એકાંતવાદની સમાલોચના વગેરે દ્રવ્યાનુયોગના ગહન વિષયોને “ગાગરમાં સાગર' ન્યાયથી મહોપાધ્યાયજીએ અહીં ગૂંથી લીધેલ છે. તેથી જ તેના તલસ્પર્શી અભ્યાસ વિના દ્રવ્યાનુયોગના ઘણા પદાર્થો વાચકવર્ગના મનમાં અધૂરા, સંદિગ્ધ, અજ્ઞાત કે વિપર્યસ્ત રહી જાય તેવી પ્રબળતમ સંભાવનાને કોઈ પણ વિદ્વાન નકારી શકે તેમ નથી. આ રીતે દ્રવ્યાનુયોગ વિભાગમાં આ ગ્રંથ પોતાનું આગવું સ્થાન ધરાવે છે.