Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૩
પ્રવચન ૧૮૮ મું તો પુદગલના વધવા ઘટવા સાથે શક્તિ વધવી ઘટવી ન જોઈએ. હાની આંગળી સ્પર્શથી જ જે જાણે તેનાં કરતાં મહટી એંગળ સ્પર્શથી વધારે જાણે કે નહિ? પુગલના ન્હાના મોટા હોવાના આધારે તેના દ્વારા થતું જ્ઞાન જે ન્યૂનાધિક હોય તો ત્યાં કારણપુદ્ગલનું જ પ્રત્યક્ષ છે. જેઓ યુગલના પરિણમનશીલ સ્વભાવને ન વિચારી શકે, તેમને જરૂર આશ્ચર્ય થાય, પણ સમજે તેને માટે અને સમજવું હોય તેને માટે તો પ્રત્યક્ષ સિદ્ધ છે. કર્તાની શક્તિ સાધનાના આધારે જ કાર્ય કરે છે. ચામડામાં મોચી કાણું પાડે ખરે પણ શું સાધન વિના પાડે? કાણું પાડવા મેચીના હાથમાં આર જોઈએ, સોયથી ન ચાલે. સુથારને છરી ન અપાય, વાંસલે જ આપવો જોઈએ. કર્તાની શક્તિ ખરી, પરતુ કાર્ય સાધન દ્વારા, તથા જેવું સાધન તેવું કાર્યો થાય. નરણી નખ કાપે પણ તેનાથી શું શાક સમારાય?, આથી સાધનમાં શક્તિ છે, ર્તામાં શક્તિ નથી તેમ ન કહી શકાય. બાલ્યવયનાં કેમલ પુદગલો વખતે યૌવનકાલને મેગ્યકામ થઈ શકતું નથી. ચપુ, નરણી સોયમાં સ્વતંત્ર શક્તિ નથી. શક્તિ ર્તામાં છે. કર્તાની શક્તિ સાધન દ્વારા સાધન પ્રમાણે ઉપગી થાય છે. જે સાધન મળવાથી બાલ્યવયે જે કાર્ય ન થાય અથવા મુશ્કેલીઓ સામાન્યપણે થાય તે જ કાર્ય તે જ સાધન દ્વારા યૌવનમાં થાય, તીવ્રપણે થાય, વળી પાછું વૃદ્ધાવસ્થામાં સાધન તે જ છતાં કાર્ય મંદપણે થાય.
અહીં પ્રશ્ન એ થઈ શકે કે, હાથીના દેહમાં પુદ્ગલે વધારે છે તે એનામાં જ્ઞાન વધારે હોવું જોઈએ? પુદ્ગલને જ્ઞાન સાથે સંબંધ નથી. જ્ઞાન એ જીવનની ચીજ છે. દેહ ગધેડાને કયાં નાનું છે ? છતાં અક્કલ કેટલી ? મોટા વૃક્ષમાં કંઈ શક્તિ વધારે છે ? જીવે જેવાં જેવાં કર્મો બાંધેલાં હોય, જે પ્રકારે ઈદ્રયપર્યાપ્તિ બાંધી હોય તે તે પ્રમાણે તે તે પુદ્ગલ તથા પર્યાતિના આધારે તેવું તથા તેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. ખેરાકમાં ઘઉં, બાજરીને ઉપયોગ કર્યો તેમાંથી શબ્દ શ્રવણનું સામર્થ્ય કેનામાં હતું ?, પુદ્ગલમાં એ શક્તિ નથી, પુદ્ગલ સાધન જરૂર છે. પુદ્ગલ વેગે, જીવે કરેલી ક્રિયાથી બંધાચેલી કર્માનુસાર, ઈદ્રિય, વચન, મન વગેરેમાં પરિણમન થાય છે.