Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠું પુદ્ગલ પરિણામાન્તર થાય છે એ ખ્યાલમાં આવે તો જૈનત્વની જડ સમજવી. પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ પરિણમ વગેરે અધિકાર છે. બીજા નવ ઉદ્દેશામાં પણ કમસર વસ્તુ કહેવાશે.
પ્રવચન ૧૮૮ મું पोग्गल १, आसीविस २, रुक्ख ३, किरिय ४, आजीव ५, फासुग ६, मदत्ते ७, पडिणीय ८, बंध ९, आराहणाय १०, दसअठ्ठमं मिमए ॥१॥ દષ્ટિવિષ જેટલી ભયંકરતા આશીવિશ્વમાં નથી.
પુદ્ગલની પ્રકૃતિ પરિણમન-શીલ છે. શ્રીશાસનની સ્થાપના સમયે પ્રવૃત્તિ વ્યવહારર્થે શ્રીગણધરદેવ દ્વાદશાંગીની રચના કરે છે. બાર અંગમાં પાંચમું અંગ શ્રીભગવતીજી સૂત્ર છે. તેમાં આઠમા શતકને અધિકાર ચાલુ છે. એ શતકના દશ ઉદેશમાં પ્રથમ ઉદ્દેશામાં વિભાગમાં) પુદ્ગપ્લાધિકાર છે. આપણે વિચારી ગયા કે પુદ્ગલના પરિણામને સમજવામાં તથા માનવામાં જૈનત્વ છે. જેવપણાની જડ છે. એ ન માનો તો જૈનત્વની જડ ટકે નહિ. - બાલ્યાવસ્થામાં, યૌવનાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં જીવમાં કંઈ ફરક છે?, તમામ અવસ્થામાં જીવ સમાન છે. ગયા ભવમાં તથા આ ભવમાં પણ છવ સરખે છે. પૂરાય તથા ખાલી થાય તેવી વસ્તુ પુદગલ છે. ધર્માસ્તિકાયાદિ ચારમાં એકેય પૂરણ કે ગલન સ્વભાવમય નથી. ધર્માસ્તિષયમાં જે પ્રદેશે છે તેમાં બ્રલાંતરે પણ એક પણ પ્રદેશ વધવાનો નથી. તે જ રીતિએ અધર્માસ્તિકાયમાં, આકાશાસ્તિકાયમાં, કે
જીવમાં એક પણ પ્રદેશ વધવાનો નથી, કે ઘટવાનો નથી, પગલાસ્તિકાય વિનર કઈ જાણ દ્રવ્યમાં વધારે ઘટાડો થતો નથી. પુદ્ગલમાં વધારે
સડો થાય છે, પિવાય છે પણ તે જ, વધે અને ઘટે છે પણ તે જ. બાલ્યકાલ કરતાં યૌવનમાં શક્તિ વધે છે, વૃદ્ધાવસ્થામાં શક્તિ ઘટે છે. છવમાં શું વધ્યું કે ઘટયું?, શક્તિ વધે ઘટે છે તે તો પ્રત્યક્ષ સિદ્ધ છે. એ શક્તિ પુદ્ગલની જ માનવી પડશે. આસ્તિકને અહીં નાસ્તિક એમ પૂછીને ચમકાવશે કે-“તો પછી જીવનું શું રહ્યું ,” આસ્તિક તો માને જ છે કે જીવન તો જ્ઞાનાદિ છે. બલ, શક્તિને જે જીવનાં માનીએ