Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ કે
સમ્યકજ્ઞાન આવશ્યક છે. સીધી, સરલ અને સાદી વાત છે. જેને અભ્યાસ કર નથી, તે તરત કહી દે છે-“આપણે અભ્યાસની કડાકૂટ કરવાની જરૂર નથી; જયણ પાળીશું એટલે બસ ! “મહાનુભાવ! જયણાના સ્વરૂપને જાણ્યા સમજ્યા વિના જયણાનું પાલન બને શી રીતે? જયણાના મુદ્દાઓ કહેવાયેલી વાતને જે જ્ઞાનના નિષેધાર્થમાં લઈ જાય, જે જ્ઞાનને કંઠશોષ માને તેને કહેવું શું? જીવ-અજીવથી લઈને યાવત્ મેક્ષ સુધીનું જ્ઞાન માત્ર અયતના ટાળવા માટે, યેતનાની ઉપયોગિતા જાણવા માટે છે. આ જીવ જ્યાં સુધી અયતના સર્વથા છોડનાર ન થાય, ચારિત્ર-મેહનીયાદિકમને સર્વથા નાશ કરનારે ન થાય, ત્યાં સુધી જ્ઞાનની આવશ્યક છે. વીતરાગ દશા ન આવે ત્યાં સુધી જય પાળવાની, અજાણ છેડવાની જરૂર છે. અને તે માટે જ્ઞાનની પણ જરૂર છે. એવું જ્ઞાન વારંવાર સ્મરણીય છે. વિના સ્મરણે વિદ્યા વિસરી જાય એ કહેવત તે પ્રચલિત છે. એ જ હેતુ પુરસ્સર જે વર્ણન સાતમા શતકમાં હતું તે જ વણન આઠમા શતકમાં છે, જે શતકના દશ વિભાગ યોજવામાં આવ્યા છે.
દેશને ટોપલે ભગવાનને શિર! ગુરુ મહારાજા ર્યાર્થી તથા અન્યને આપવા માટે જે અંશે ભણવાનો અધિકાર આપે તેવા વિભાગનાં નામ ઉદ્દેશ છે. પહેલે વિભાગ પુદ્ગલ વિભાગ છે. આ ઉદેશ છે પુદ્ગલ નિરૂપણ માટે છે. શૂન્યવાદના ખંડન માટે આ વિભાગ નથી, એ ખંડન બીજે છે. પુદ્ગલ જેવી ચીજ નથી, એવું કહેનારા જગતને ભરમાવનારા છે, પુદ્ગલ (અજીવ) સર્વકાલે હોય જ છે. શુન્યવાદના ખંડનની અપેક્ષાએ અન્ય સ્થળે પુદગલનું નિરૂપણ છે. અત્ર નિરૂપણ પુદ્ગલ–તત્ત્વની સ્થાપનાથે છે. કોઈ કદાય શંકા યા પ્રશ્ન કરે કે –“જ્ઞાન, દર્શન, ચરિત્રના નિરૂપણમાં તે જૈનપણની જડ ખરી, વીતરાગપણના, સમ્યગ્ગદર્શનાદિના નિરૂપણમાં તે જૈનપણાની જડ માની, પણ પુદ્ગલ–નિરૂપણમાં જૈનત્વની જડ શી રીતે ? સમાધાન બરાબર રીતિએ સમજો. આ જગત સ્વભાવે પરિવર્તનશીલ છે. પુદ્ગલમાં સ્વભાવની વિચિત્રતાએ જગતનું પરિણામાન્તર થાય છે. પરિણમનની કહે કે પરિણામાન્તરની કહે, આ શક્તિ માનનાર, નિરૂપણ કરનાર કેવળ જૈન દર્શન છે. ઈતરે વાતવાતમાં ઈશ્વરને વચ્ચે લાવે છે. ધન ચાલ્યું