Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ - શ્રી જૈન–શાસનની સ્થાપના-સ્થિતિ પ્રવૃત્તિ માટે ગણધર ભગવાન શ્રીસુધસ્વામીજી દ્વાદશ અંગની રચના કરતા થકા, પંચમાંગ શ્રીભગવતીજીની રચના કરી તેમાંના અટમ શતકને અત્રે આરંભ કરવામાં આવે છે. આઠમા શતકમાં કયે અધિકાર છે? શાનું નિરૂપણ છે? એના ઉત્તરમાં જણાવાય છે કે સાતમા શતકમાં જે પુદ્ગલાદિક પદાર્થોનું નિરૂપણ છે, તે જ પુદ્ગલાદિક પદાર્થોનું નિરૂપણ આઠમા શતકમાં પણ કરવાનું છે. સહેજે પ્રશ્ન થાય છે કે જે પદાર્થોનું નિરૂપણ થઈ ગયું છે, તેનું ફી નિરૂપણ કરવાને અર્થ છે?, આ નિરૂપણ પ્રકારાન્ત યાને બીજી રીતિએ થશે. પ્રાથમિક ધોરણેમાં જે પદાર્થો, જે વાતે શીખ્યા તે જ પદાર્થો, વાતેનું શિક્ષણ બીજી રીતિએ શું ઊંચા ધરણેમાં ફરી નથી અપાતું ?, શતિ ફરી એટલે પુનરુકિત નથી. રેગના નિવારણ માટે, જીવનના નિર્વાહ માટે શું એની એ જ દવા, એકનું એક જ ઔષધ શું ફરી નથી લેવાતું ?
ગઈ કાલે આપણે એ વિચારી ગયા કે ચક્ષુ કાંટાનું ઝયડુ ખસેડવા કે સેનાને ઢગલે ઉપાડી લેવા સમર્થ નથી, માત્ર જેવા સમર્થ છે. એ વાત ખરી છે તેમ તે ખરાબને દૂર કરવા સમર્થ નથી, અને સારું લેવા પણ સમર્થ નથી. તેમ એ વાત એટલી જ એક્કસ છે કે ખરાબને ખરાબ તરીકે, સારાને સારા તરકે દેખાડનાર ચક્ષુ જ છે. ઈટ-પ્રવૃતિ તથા અનિષ્ટથી નિવૃત્ત ઈટાનિષ્ટ જાણ્યા વિના થાય શી રીતે ?
પ નાળ તો ચાર પ્રથમ જ્ઞાન અને પછી દયા. “પહેલું જ્ઞાન અને પછી અહિંસા” આ પદને અર્થ અતિ વિચારણીય છે. આને અર્થ કરવામાં ઉતાવળીયાએ થાપ ખાય છે. માત્ર એક પદ બોલાય, સંબંધક– પદ કે અર્થને પડતું મૂકાય ત્યાં પરિણામ વિપરિત ન આવે તે શું થાય? અહિંસા તથા સંયમને તે જ સારી રીતિએ સાચવી શકાય, સાધી શકાય, કે જે તત્સંબધી પૂરતું જ્ઞાન-સમ્યફજ્ઞાન હોય, માટે જ્ઞાનને પ્રથમ ગણવામાં આવ્યું છે અર્થાત જ્ઞાનનું મુખ્યપણું અહિંસા-સંયમ વગેરે માટે છે. આજે કે અર્થ (કહેકે અનર્થ) કરવામાં આવે છે ? અહિંસા, સંયમ તે સમજ્યા, થાય તે એ ઠીક, ન થાય, તે યે ઠીક, પણ જ્ઞાન જોઈએ, કેળવણું જોઈએ. જે જ્ઞાન સંયમ તથા સંવર તથા