Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દ ડ્રો શક્તિ ન હતાં? ત્યાંથી નીકળ્યા ત્યારે ખાલી આત્માની શક્તિને અંગે પણ નિકાશમાં પ્રતિબંધ ! આહારાદિ કંઈ પણ બહાર બીજા ભવમાં સાથે લઈ જઈ શક્તા નથી. કંચનાદિ દુન્યવી અપેક્ષાએ મેળવે છે પણ–તે અહીંના અહીં, કંચન-કામિન-કાયા કે કુટુંબ કઈ સાથે આવતા નથી. જૈન દરનમાં ઈશ્વરપણુ માટે મને પેલી” નથી
અન્ય દર્શન માં ઈશ્વરપણું રજીસ્ટર્ડ છે. ઈશ્વરપણાને માલિક એક જ ! વેદને પારગામી પણ ઈશ્વર થઈ શક્યું નથી. એ ઉપાય જૈન દર્શનમાં જ છે. દરેકથી ઈશ્વર થઈ શકાય છે, એ મન્તવ્ય જૈન દર્શનનું છે તે માટે ઉપાય પણ છે. ભટકતી જાતવાળાઓ પણ પરમાત્મા થઈ શકે છે, અને સુંદર એવો તે માર્ગ શ્રી જિનેશ્વર દેવે બતાવેલા શ્રી જૈનદર્શનમાં છે. દુનિયાની માયાજાળમાંથી જે છૂટે, અને માયાનાં બંધનેને જે તેડે તે પરમેશ્વર થઈ શકે છે. જેને આપણે શ્રી તીર્થકર દે કહીએ છીએ. તેઓ પણ એક વખત આપણી જેમ ભટકતા જ હતા ને?” પરમેશ્વર થવાને પ્રયત્ન કર્યો અને પરમેશ્વર થયા ! ઈશ્વરપણું પ્રાપ્ત કરવા માટે આ દર્શનમાં મેનેપિલી (Monopoly) એટલે સર્વ હકક એકને આધીન એમ નથી. જેને આપણે પરમેશ્વર માનીએ છીએ તેઓ જરૂર આપણી જેમ જ ચારે ગતિનાં પરિભ્રમણ કરતા હતા, પણ નિઃસંગ બન્યા એટલે પરમેશ્વર બન્યા. જેઓ પરમેશ્વર બને તેઓ બીજાને પરમેશ્વર બનાવી શકે છે, પરમેશ્વર થવાને માર્ગ બતાવી શકે છે. પરમેશ્વરથી ઊંચી પદવી બીજી કેઈ નથી. જગતમાં પરોપકાર કરવાની અથવા અમુક શુભ કાર્યો કરવાની મંડળીઓ, અને સંસ્થાઓ હેય છે, પણ ત્યાં અમુક મર્યાદા છે બધા માટે એ સંસ્થા નહિ. એક સંસ્થા બીજીને કહી દે-“એ કામ તમારું', અને “એ મનુષ્ય તમારા ક્ષેત્રને છે” વગેરે. જૈનદર્શનમાં જે આત્માઓને પરમેશ્વર માનવામાં આવ્યા છે, પરમેશ્વર માનવામાં આવે છે, તે આત્માઓએ એકલા મનુષ્ય, તિર્યંચ કે દેવતા માત્રને નહિ પણ જીવ માત્રને, પ્રાણી માત્રને, સર્વ જાતિ, સર્વ ગતિ સર્વ કુળને તારવાની બુદ્ધિ મેળવી હતી, અને શક્તિ મેળવી હતી. તમામ સારી ચીજે દુનિયા છે છે, પણ કેમ મળતી નથી ? મેળવી શકાતી કેમ નથી? જે આત્મા મેહનીય, વેદોદય,