________________
પ્રાસ્તાવિક
અષ્ટાંગનિમિત્ત તથા મંત્રવિદ્યામાં પારંગત નૈમિત્તિક ભદ્રબાહુ રૂપે પણ પ્રસિદ્ધ છે. ઉપસર્ગહરસ્તોત્ર અને ભદ્રબાહુસંહિતા પણ તેમની જ રચનાઓ છે. વરાહમિહિર વિ. સં. ૫૬૨માં વિદ્યમાન હતા કેમકે ‘પંચસિદ્ધાન્તિકા'ના અંતે શક સંવત્ ૪૨૭ અર્થાત્ વિ.સં. ૫૬૨નો ઉલ્લેખ છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુનો સમય પણ લગભગ આ જ છે. આથી નિર્યુક્તિઓનો રચનાકાળ વિ.સં.૫૦૦-૬૦૦ની વચ્ચે માનવો યુક્તિયુક્ત છે. આવશ્યકનિર્યુક્તિ :
૭
આવશ્યકનિર્યુક્તિ આચાર્ય ભદ્રબાહુની સર્વપ્રથમ કૃતિ છે. તે વિષય-વૈવિધ્યની દૃષ્ટિએ અન્ય નિયુક્તિઓની અપેક્ષાએ અધિક મહત્ત્વપૂર્ણ છે. તેના પર જિનભદ્ર, જિનદાસગણિ, હરિભદ્ર, કોટ્યાચાર્ય, મલયગિરિ, મલધારી હેમચન્દ્ર, માણિક્યશેખર વગેરે આચાર્યોએ વિવિધ વ્યાખ્યાઓ રચી છે. આવશ્યકનિર્યુક્તિની ગાથાસંખ્યા ભિન્નભિન્ન વ્યાખ્યાઓમાં ભિન્ન-ભિન્ન જોવા મળે છે. કોઈ કોઈ વ્યાખ્યામાં ક્યાંક ક્યાંક જિનભદ્રકૃત વિશેષાવશ્યકભાષ્યની ગાથાઓ નિર્યુક્તિગાથાઓમાં ભળેલી પ્રતીત થાય છે. માણિક્યશેખરકૃત આવશ્યકનિર્યુક્તિદીપિકામાં નિર્યુક્તિની ૧૬૧૫ ગાથાઓ છે. આવશ્યકનિયુક્તિ આવશ્યકસૂત્રના સામાયિકાદિ છ અધ્યયનોની સર્વપ્રથમ (પદ્યબદ્ધ પ્રાકૃત) વ્યાખ્યા છે. તેના પ્રારંભમાં ઉપોદ્ઘાત છે જે પ્રસ્તુત નિર્યુક્તિનું બહુ જ મહત્ત્વપૂર્ણ અંગ છે. આ અંશ એક પ્રકારે સમસ્ત નિર્યુક્તિઓની ભૂમિકા છે. તેમાં જ્ઞાનપંચક, સામાયિક, ઋષભદેવ-ચરિત્ર, મહાવીર-ચરિત્ર, ગણધરવાદ, આર્યરક્ષિત-ચરિત્ર, નિહ્નવમત (સપ્ત નિહ્નવ) વગેરેનું સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. ઋષભદેવના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓના વર્ણન સાથે સાથે જ તે યુગ સાથે સંબંધિત આહાર, શિલ્પ, કર્મ, મમતા, વિભૂષણા, લેખન, ગણિત, રૂપ, લક્ષણ, માનદંડ, પોત, વ્યવહાર, નીતિ, યુદ્ધ, ઇયુશાસ્ત્ર, ઉપાસના, ચિકિત્સા, અર્થશાસ્ત્ર, બંધ, ઘાત, તાડન, યજ્ઞ, ઉત્સવ, સમવાય, મંગલ, કૌતુક, વસ્ત્ર, ગંધ, માલ્ટ, અલંકાર, ચૂલા, ઉપનયન, વિવાહ, દત્તિ, મૃતક-પૂજન, ધ્યાપન, સ્તૂપ, શબ્દ, ખેલાપન અને પૃચ્છન ચાલીસ વિષયોનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. ચોવીસ તીર્થંકરોના ભિક્ષાલાભપ્રસંગે નિમ્નલિખિત નગરોનાં નામ આપવામાં આવ્યા છે : હસ્તિનાપુર, અયોધ્યા, શ્રાવસ્તી, સાકેત, વિજયપુર, બ્રહ્મસ્થલ, પાટલિખંડ, પદ્મખંડ, શ્રેયઃપુર, રિષ્ટપુર, સિદ્ધાર્થપુર, મહાપુર, ધાન્યપુર, વર્ધમાન, સોમનસ, મન્દિર, ચક્રપુર, રાજપુર, મિથિલા, રાજગૃહ, વીરપુર, દ્વારવતી, કૂપકટ અને કોલ્લાકગ્રામ. ધર્મચક્રનું વર્ણન કરતાં નિર્યુક્તિકારે બતાવ્યું છે કે બાહુબલિએ પોતાના પિતા ઋષભદેવની સ્મૃતિમાં ધર્મચક્રની સ્થાપના કરી હતી.
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org