Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભ પમાડનાર તેજથી યુક્ત હેવાથી તે સૂર્યની પેઠે દીપ્ત તેજ વાળા થયા. ઉદાર હતા તેથી સાગરની જેમ તેમનું હૈયું ગંભીર થઈ ગયું. પરીષહ અને ઉપસર્ગોના આકરા પ્રહારોથી પણ તે વિચલિત થતા નહિ તેથી સુમેરુ પર્વત ની જેમ તે અપ્રકંપ થયા. સ્વીકારેલા કર્તવ્યના ભારને છેક સુધી પાર લઈ જવા માટે તે બળદ ની જેમ સવિશેષ શક્તિ શાળી થયા. ઉપસર્ગ રૂપી હરણે થી પરાજિત ન થવાથી તે સિંહની પેઠે દુધર્ષ થયા. ઠંડી, ગરમી વગેરે બધું સહન કરવાથી તે વસુંધરા ( પૃથિવી) ની જેમ સર્વ સપર્શ થયા. તે જે લેશ્યા વગેરેની સિદ્ધિ યુક્ત હોવાથી તે સળગતા અગ્નિ ની જેમ સવિશેષ તેજથી પ્રકાશિત થયા. સ્થાપત્યા પુત્ર પ્રતિબંધ રહિત થયાં આ પ્રતિબંધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારને છે. દ્રવ્યની અપેક્ષાએ સચિત્ત, અચિત્ત તેમજ મિશ્ર વસ્તુઓમાં, ક્ષેત્રની દષ્ટિએ ગામ, નગર, અરણ્ય (વન ) વગેરેમાં, કાળની અપેક્ષાએ સમય આવલિકા વગેરેમાં, ભાવની દૃષ્ટિએ કોધ, ભય તેમજ હાસ્ય વગેરેમાં તે સ્થાપત્યા પુત્રને કેઈપણ જાતને પ્રતિબંધ હટે નહિં તેના માટે તે તૃણ, મણિ, લેખ ( મારીનું ઢેકું ) અને કાંચન (સેનું ) આ બધાં સરખાં જ હતાં. સુખ દુઃખ બંને સરખાં હતાં. ઇહ લોક અને પરલેકથી તે અપ્રતિબદ્ધ ( સ્વતંત્ર ) હતા. જીવિતાશંસા તેમજ મરણશંસાથી તે રહિત થયા. સંસારના વિષયોથી રહિત થઈને કર્મોના વિનાશમાંજ તેઓ પુરુષાર્થ સંલગ્ન હતા. આ પ્રમાણે તે સ્થાપત્યા પુત્ર સમિતિ વગેરેથી સમિત થઈને મુક્તિમાર્ગમાં સાવધાન થઈને વિચરણ કરવા લાગ્યા. (ત રે જાવાपुत्ते अरहओ अरिद्वनेमिस्स तहारूवाण थेराण अंतिए सामाइयमाइयाई चोदस પુન્નારૂં ) ધીમે ધીમે સ્થાપત્યા-પુત્ર અનગારે અરિષ્ટનેમિ પ્રભુની પાસે થી તેમજ તથારૂપ સ્થવિરોની પાસેથી સામયિક વગેરે ચૌદપૂર્વેનું અધ્યયન પણ કર્યું. (વદૂષિાર રથે વિટ્ટ) અધ્યયન કર્યા બાદ સ્થાપત્યા પુત્રે ચતુર્થ ભક્ત વગેરે તપસ્યાથી પિતાના આત્માને ભાવિત કર્યો
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨