Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક જગ્યાએ માટલાઓને મૂકાવડાવ્યાં. બીજી વખત તેણે બીજા નવા ઘડાઓમાં પાણી ગાળીને ભરાવડાવ્યું. ભરાવડાવીને તે પાણીને ગાળીને બીજાં માટલાઓમાં ભરાવડાવ્યું. (વિવાવિત્તા ) ભરાવડાવીને
(सज्जखार पक्खिवावेइ लंछियमुदिते कारवेइ )
તેણે માટલાઓમાં સાજીખાર ન ખાવડાવ્યું. સાજી ખાર નંખાવડાવીને તેણે માટલાઓને બરાબર બંધ કરાવડાવી (જાવિરા સત્તવત્ત પરિવા) સીલ કરાવડાવીને માટલાંઓને એકબાજુ મૂકી દીધાં.
( तच्चपि नवएमु घडएसु जाव संवसावेइ, एवं खलु एएणं उवाएणं अंतरा पक्खिवावेमाणे अंतराय विपरिवसावेमाणे २ सत्तर राई दिया विपरिवसावेइ)
ત્રીજી વખત પણ તેણે બીજા નવા માટલાઓમાં પાણી ભરાવડાવ્યું. ભરાવીને પહેલાની જેમજ બધી વિધિ કરી અને માટલાંઓને એક તરફ મૂકાવી દીધાં. આ પ્રમાણે કરતાં તેણે વચ્ચે વચ્ચે કેટલી વખત વારંવાર ગાળીને માટલાઓમાં પાણી ભરાવ્યું અને ત્યારપછી સાત દિવસ માટે માટલાઓને એક બાજુ મૂકાવી દીધાં. (तएणं से फरिहोदए सत्तमसत्तयंसि परिणममाणंसि उदगरयणे जाये)
આ રીતે જ્યારે ૪૯ દિવસો પૂરા થયા ત્યારે તે ખાઈનું ઉદકરત્ન (પાણી) ઉત્તમ પાણીના રૂપમાં પરિણત થઈ ગયું.
(अच्छे पत्थे जच्चे तणुए फलिहवण्णाभेवण्णेणं उववेयं४ आसायणिज्जे जाव सबिदियगायपल्हायणिज्जे)
તે ઉદકરત્ન (પાણી) નિર્મળ હવા બદલ એકદમ સ્વરછ થઈ ગયું હતું, આરોગ્યજનક હોવાથી પથ્ય રૂપ થઈ ગયું હતું, ઉત્તમ ગુણ-સંપન્ન હોવાથી શ્રેષ્ઠ દેખાતું હતું, શીધ્ર પાચન થાય તેવું હોવાથી વજનમાં તે ખૂબ જ હલકું થઈ ગયું હતું પાણીના વર્ણ ગંધ, રસ અને સ્પર્શ આ બધા ગુણે પ્રશસ્ત શ્રેષ્ઠ રૂપમાં પરિણત થઈ ગયા હતા. તે આસ્વાદની ય થઈ ગયું હતું યાવતું બધી ઇન્દ્રિયોને તેમજ શરીર તૃપ્ત કરનાર બની ગયું હતું.
(तएणं सुबुद्धी अमच्चे जेणेव से उदगरयणे तेणेव उवागच्छइ, उवागच्छिता करयलंसि आसादेइ, आसादित्ता तं उदगरयणं वण्णेणं उबवेयं ४ आसायणिज्जे जाव सविदियगाय पल्हायणिज्जं जाणित्ता हतुढे बहूहि उदगसंभारणिज्जेहिं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૯૧