Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને છેવટે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી લીધી. સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે કે હે જબૂ! સિદ્ધગતિ મેળવેલા શ્રમણ ભગવાન મહાવીરે આ દ્વાદશ-ઉદકાખ્ય જ્ઞાતા-દેયયનને ઉપર કહ્યા પ્રમાણે અર્થ નિરૂપિત કર્યો છે. મેં ભગવાનના શ્રીમુખથી જે અર્થ સાંભળ્યો છે તે જ તમારી સામે સ્પષ્ટ કર્યો છે. મેં આમાં પોતાની મેળે કોઈ પણ વાત ઉમેરી નથી. એ સૂત્ર “ર” | શ્રી જૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાસૂત્રની અનગારધર્મામૃતવર્ષિણી
વ્યાખ્યાનું બારમું અધ્યયન સમાપ્ત / ૧૨
તેરહ અધ્યયનકે સંબન્ધકા નિરૂપણ
મુંદ મણિયાર નામે તેરમુ અધ્યયન પ્રારંભ. બારમું અધ્યયન પૂરૂ થઈ ચૂક્યું છે. હવે તેરમું અધ્યયન પ્રારંભ થાય છે. આ અધ્યયનની સાથે આ જાતને સંબધ છે કે પહેલાંના અધ્યયનમાં સંસર્ગ (સોબત) વિશેષથી ગુણ વૃદ્ધિ બતાવવામાં આવી છે. આ તેરમા અધ્યયનમાં સંસર્ગ વિશેષના અભાવથી ગુણ-હાનિ નિરૂપવામાં આવશે. जइणं भंते ! समणेणं इत्यादि
ટકાથ-(જરૂ મ સે ! ) હે ભદન્ત ! જે (મળે માવા મઠ્ઠાવીર) શ્રમણ ભગવાન મહાવીરે—
(जाव सम्पत्तेणं बारमस्स गायज्झ यणस्स अयमढे पण्णत्ते तेरसमस्स णं भंते ! णायज्झयणस्स समणेणं भगवया महावीरेणं के अटे पण्णत्ते)
કે જેઓ સિધ્ધગતિ મેળવેલા છે-બારમા જ્ઞાતાધ્યયનને આ ઉપર કહ્યા મજબ અર્થ નિરૂપિત કર્યો છે ત્યારે હે ભદન્ત ! તેઓ શ્રમણ ભગવાન મહાવિરે આ તેરમા જ્ઞાતાધ્યયનને શે ભાવ-અર્થ નિરૂપિત કર્યો છે?
( एवं खलु जंबू । तेणं कालेणं तेणं समएका रायगिहे नाम नयरे होत्था, गुणसिलए चेहए, समोसरणं परिसा निग्गया)
આ પ્રમાણે જ બૂ સ્વામીનો પ્રશ્ન સાંભળીને સુધર્મા સવામી તેમને સમજાવવા માટે કહેવા લાગ્યા કે હે જંબૂ ! સાંભળે, તમારા પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું, તે નગરની
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
(૩૦૧