Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( एवं खलु अम्हे अम्मयाओ ! एक्कारसवारालवणं जाव ओगाहित्तए)
હે માતા પિતા ! અમે ૧૧ વખત લવણ સમુદ્રની યાત્રા કરી આવ્યા છીએ તે ૧૨ મી વખત યાત્રા કરવામાં ભય શાને હેાય ? ૧૨ મી વખતની વહાણ વડે યાત્રા અમારા માટે તો મંગળકારી જ થશે. અમારી તમે કઈ પણ જાતની ચિંતા કરતા નહિં
(तएणं ते मगंदीदारए अम्मापियरो जाहे नो संचाएंति बहूहि आध वणाहिं पण्णवणाहि य आधवित्तए वा पनवित्तए वा ताहे अकामा चेव एयमटुं अणुजाणित्था)
આ પ્રમાણે પિતાના બંને પુત્રને તેઓ અનેકવિધ આખ્યાપનેથી સામાન્ય કથનથી–અને પ્રજ્ઞાપનાઓથી–વિશેષ કથનથી સમજાવવામાં અસમર્થ થઈ ગયા, લવણ સમુદ્રની યાત્રા કરવાના તેમના નિશ્ચયને તેમાં ફેરવી શક્યા નહિ ત્યારે તેઓએ પોતાની ઈરછા ન હોવા છતાં વહાણ વડે લવણસમુદ્રની યાત્રા કરવાની આજ્ઞા આપી દીધી.
(तएणं ते मागंदियदारगा अम्मापिऊहिं अब्भणुण्णाया समाणा गणिमं च धरिमं च मेज्नं च पारिच्छेज्जं च जहा अरहण्णगस्स जाव लवण समुह बहुई ગોવાલયા મોઢા)
આ રીતે બંને માર્કદી સાર્થવાહના પુત્રો માતાપિતાની આજ્ઞા મેળવીને ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય રૂપ વેચાણ માટેની વસ્તુઓને વહાણમાં ભરીને અરહુન્નક સાર્થવાહની જેમ ઘણા યેજને સુધી લવણ સમુદ્રમાં પહોંચી ગયા. ગણત્રી કરીને જે વસ્તુઓ આપવામાં આવે છે તે “ ગણિમ ” છે જેમ કે નારિયેર, સેપારી વગેરે. જે તેલ કરીને અને માપ કરીને આપવામાં આવે છે તે “ધરિમ” છે, માપ કરીને અપાય તે મેય છે-જેમ કે દૂધ, ઘી, તેલ, અને વસ્ત્ર વગેરે જે પ્રત્યક્ષ રૂપે પરીક્ષા કરીને કસોટી વગેરે ઉપર કસીને અપાય છે તે પરિચ્છેદ્ય છે-જેમ કે સેનું, મણિ, મેતી, વગેરે. અરહુન્નક શ્રાવકનું વર્ણન જ્ઞાતાધ્યયનનાજ આઠમાં અધ્યયનમાં કરવામાં આવ્યું છે. | સૂત્ર ૧ |
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૩૫