Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાય છે આ પ્રમાણે (સુવા વિ ઉપાસ્ટા તુરંવત્તા વાળમંતિ...... if yયંતિ ) જે અશુભ રૂપ વાળા પુદ્ગલ હોય છે તેઓ શુભ રૂપમાં પરિણમિત થઈ જાય છે અને જે શુભ રૂપમાં પરિણત થયેલા પુદ્ગલે હોય છે તેઓ અશુભ રૂપમાં પરિણત થઈ જાય છે. __(मुब्मिगंधा वि पोग्गला दुब्भिगंधत्ताए परिणमंति, सुरसावि पोग्गला दुरसत्ताए परिणमंति, दुरसावि पोगला सुरसत्ताए परिणमति दुहफासा वि पोग्गला मुहफासत्ताए परिणमंति, पभोगवीससा परिणया वि य णं सामी पोग्गला पण्णता)
જે પુદ્ગલે સુરભિગંધ રૂપમાં પરિણત થયેલા હોય છે તે પુદ્ગલે જ દરભિગંધ રૂપમાં પરિણત થઈ જાય છે. આ રીતે જે પગલે સરસ રૂપમાં પરિણત થયેલા છે તે પુદ્ગલે જ કુત્સિત (ખરાબ) રૂપમાં પરિણત થઈ જાય છે. અને જે કુત્સિત રૂપ વાળા પુદ્ગલે હોય છે તે પુદ્ગલો જ સરસ રૂપ વાળા પુદ્ગલ થઈ જાય છે. જે પુલો શુભ સ્પર્શરૂપમાં પરિણત થયેલા હોય છે તે પુદ્ગલે જ અશુભ સ્પર્શ રૂપમાં પરિણુત થઈ જાય છે. અને જે પગલે અશુભ સ્પર્શ રૂપમાં પરિણત થયેલા હોય છે તે પુદ્ગલે જ શુભ સ્પર્શ રૂપમાં પરિણત કંઈ જાય છે. આ જાતનું પુગમાં પરિણમન જીવકૃત વ્યાપાર રૂપ પરિણામથી અને સ્વાભાવિક રૂપમાં થતું રહે છે એક અવસ્થામાંથી અવસ્થાન્તરની પ્રાપ્તિ દરેક સમયે દરેક દ્રવ્યમાં થતી રહે છે. આ પરિણમન એકે એક દ્રવ્ય માટે કર્કસ પણે સમજવું જોઈએ દરેકે દરેક દ્રવ્યમાં આ જાતનું પરિણમન થતું જ રહે છે. પ્રભુએ સ્વયં આ વાત સ્પષ્ટ કરી છે.
(तएणं से जितसत्तू सुबुद्धिस्स अमच्चस्स एवमाइक्खमाणस्स ४ एयमहें नो आढाइ नो परियाणई, तुसिणीए संचिट्टइ, तएण से जियसत्त अण्णया कयाई बहाए आसखंधवरगए महया भडचडगरआसवाहिणीयाए निज्जोयमाणे तस्स फरिहोदगस्स अदरसामंतेणं वीइवयइ )
અમાત્ય સુબુદ્ધિની આ વાત સાંભળીને જીતશત્રુ રાજાએ તેના કથનને આદર કર્યો નહિ, ફક્ત સાંભળીને તે ચૂપચાપ બેસી જ રહ્યો. એક દિવસે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૨૮૬