Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનિષ્ટતર, અસહ્ય દુર્ગંધ આવે છે તેના કરતાં પણ વધારે ખરાબ આ દુર્ગંધ છે. આ રીતે પેાતાની વાતનું સમન પ્રામ કરીને જીતશત્રુ રાજાએ પેાતાના સુબુદ્ધિ અમાત્ય પ્રધાનને કહ્યું કે હૈ સુબુદ્ધે ! આ પરિખાદક-ખાઈ વ, રસ, ગંધ અને સ્પર્શમાં એકદમ અમને જ્ઞ-ખરાબ-થઈ ગઇ છે. મરીને સડી ગયેલા સાપ વગેરેના અવસ્થાપન્ન કલેવા-શરીર-થી જેવી અનિષ્ટતર દુગંધ આવે છે તેના કરતાં પણ વધુ અનિષ્ટતર-ખરામ-દુધ આ ખાઇમાંથી આવી રહી છે. આ રીતે રાજાની વાત સાંભળીને સુબુદ્ધિ અમાત્યે તેના આદર કર્યાં નહિ, તેના સ્વીકાર કર્યાં નહિ પણ ચૂપચાપ થઈને જ ચાલતા રહ્યો.
(तरण से जियसत्तू राया सुबुद्धिं अमच्चं दोच्चंपि तच्चपि एवं वयासी अहोणं तं चेत्र तरणं से सुबुद्धी अमच्चे जियसत्तूणा रण्णा दोच्चपि तच्चपि एवं बुत्ते समाणे एवं क्यासीनो खलु सामी ! अम्हं एयंसि फरिहोदगंसि as बिम्हए, एवं खलु सामी ! सुभ सदावि पोरंगला. दुव्मिसत्ताए परिणमंति तं चैव जाव raatee परिणयवि य णं सामी ! पोग्गला पण्णत्ता )
અમાત્ય સુબુદ્ધિને ચુપચાપ જોઇને રાજા જીતશત્રુએ બીજી અને ત્રીજી વાર પહેલાંની જેમ જ કહ્યું. પૂછાએલા સુબુદ્ધિ અમાત્યે રાજાને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામિન્ ! આ ખાઇના પાણીમાં મને કંઇ નવાઈ જેવું લાગતું નથી કેમકે જે પુદ્ગલા પહેલાં શુભ શબ્દ રૂપમાં પરિણત થયેલા હાય છે તે પુર્ ગલે જ કાલાન્તરમાં પ્રત્યેાગ અને વિસ્રસા ( સ્વાભાવિક રીતના ) પરિણામથી અશુદ્ધ શબ્દ રૂપમાં પરિણત થઇ જાય છે. આ રીતે અમાત્યે મનેજ્ઞ ચાર જાતના આહારો વિશે જે જાતના વિચાર રજૂ કર્યા હતા તે જ જાતના વિચાર આ અશુભ રૂપ ખાઈ જોઈને પણ પ્રકટ કર્યાં. અમાત્યે રાજાને આ પ્રમાણે કહ્યું કે પુદ્ગલાના આ રીતે પરિણમનની વાત મારી પાતાની કલ્પનાથી પણ વીત રાગ પ્રભુની જ એ આજ્ઞા છે. તેઓશ્રીએ પૌદ્ગલિક પરિણમન આ રીતે જ પાતાની દેશના વડે નિરૂપિત કર્યાં છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૮૮