Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(तएणं से सूलाइयए पुरिसे ते मागंदिय० एवं वयासी एसणं देवाणुप्पिया! पुराच्छिमिल्ले वणसंडे सेलगस्स जक्खस्स जक्खाययणे सेलए नाम आसरूव धारी जक्खे परिवसइ)
તેઓની આ પ્રમાણેની વાત સાંભળીને તે શૂળી ઉપર લટકતા પુરુષે માર્કદી દારકોને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! પૂર્વ દિશાના વનખંડમાં એક શૈલક યક્ષનું યક્ષાયતન છે. ત્યાં અશ્વરૂપધારી શૈલક નામે યક્ષ રહે છે.
(तएणं से सेलए जक्खे चोदसटमुद्दिपुण्णमासिणीसु आगयसमए पत्त समए महया २ सद्देण एवं वयइ, के तारयामि कं पालयामि ? तं गच्छह ण तुब्भे देवाणुप्पिया ! पुरच्छिमिल्लं वण संडं से लगस्त जक्खस्स महरिहं पुप्फ च्चणियं करेह, करित्ता जाणुपायवडिया पंजलिउडा विणएणं पज्जुवासमाणा चिट्ठह, जाहेणं सेलए जक्खे आगतसमए पत्तसमए एवं वदेज्जा कं तारयामि कं पालयामि ? ताहे तुम्भे वयह अम्हे तारयाहि अम्हे पाल याहि )
તે શિક્ષક યક્ષ ચૌદશ, આઠમ, અમાવસ્યા અને પૂનમના દિવસે ઉચિત સમય પ્રાપ્ત થતાં બહુ મોટેથી આ પ્રમાણે કહે છે કે કોને હું પાર પહોંચાડું? કેની હું રક્ષા કરૂં? એટલા માટે હે દેવાનુપ્રિયે ! તમે બને પૂર્વ દિશાના વનખંડમાં જાઓ અને ત્યાં તે શૈલક યક્ષની આરાધના કરે. આરાધના કરીને તેની સામે બંને ઘૂંટણ અને પગ ટેકીને ઘણું જ નમ્ર શબ્દોમાં વિનયની સાથે બંને હાથ જોડીને તેની ઉપાસના કરવા લાગે. જ્યારે તે શૈલક-યક્ષ સમય આવતાં આ પ્રમાણે કહેવા લાગે કે હું પાર ઉતારું અને કેની રક્ષા કરૂં? ત્યારે તમે બંને વિનંતી કરતાં કહેજે કે-હે શૈલક યક્ષ ! અમે બંનેને અહીંથી પાર ઉતારે અમારી રક્ષા કરો.
सेलए भे जक्खे पर रयणदीवदेवयाए हत्थाओ साहस्थि णित्थारेज्जा अण्णहा भे न याणामि इमेसि सरीरगाणं का मण्णे आवई भविस्सइ)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૫૫