Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(तएणं ते मागंदियदारगा थाहं लभंति, लभित्ता मुहत्तंतरं आससंति, आससित्ता फलगखंडं विसज्जेति, विसज्जित्ता रयणदीवं उत्तरंति उत्तरित्ता फलाणं मग्गणगवेसणं करेंति)
ત્યાં પહોંચતાં જ તેઓને સ્થળ મળી ગયું, સ્થળ મળતાં જ તેઓએ એક મહત્વે ત્યાં વિસામો લીધે અને ત્યાર પછી લાકડાને છોડી દીધું. પાણી માંથી તેઓ બંને રત્ન દ્વીપમાં આવ્યા અને આમ તેમ ફળે શોધવા લાગ્યા.
(करित्ता फलाइं गिण्हंति, गिण्हित्ता आहारति आहारित्ता णालिएराणं मग्गणगवेषणं करेंति करित्ता नालिएराई फोडेंति फोडिता नालिएरतेल्लेणं अण्णमण्णस्स गत्ताई अभंगेति अब्भंगित्ता पोक्खरणी ओगाहिति, ओगाहित्ता जलमज्झणं करेंति, करित्ता जाव पच्चुत्तरंति, पच्चुत्तरित्ता पुढविसिलापट्टयंसि नीसीयंति, निसीइत्ता आसत्था वीसत्था )
શોધ કરતાં કરતાં તેમને ફળે મળી ગયાં. તેમણે ફળને આહાર કર્યો જ્યારેફળના આહારથી તેઓ ધરાઈ ગયા ત્યારે નાળિયેરના ફળોની શોધ કરવા લાગ્યા. આખરે નાળિયેરનાં ફળ તેઓએ મેળવ્યાં અને તેને ફેડીને અંદરથી તેલ કાઢીને ખૂબ જ સરસ રીતે એક બીજાના શરીરે તેલ ચોળવા લાગ્યા. બરાબર તેલની માલિશ કરીને તેઓ પુષ્કરિણીમાં ઉતર્યા અને ઉતરીને તેઓએ નાન કર્યું સ્નાન કરીને તેઓ બહાર આવ્યા અને એક શિલા ઉપર બેસી ગયા. ત્યાં બેસીને તેઓ આશ્વસ્ત વિશ્વસ્ત બન્યા અને ત્યાર પછી ( સુથાર જયા) સુખાસન પૂર્વક બેસીને તેઓ બંને
(चंपानयरिं अम्मापिउआपच्छणं लवणसमुद्दोत्तारणं च कालिय वाय समुत्थणं च पोतवहणविवत्तिं च फलयखंडस्स आसायणं च रयणद्दीवुत्तारं च अणुचिंतेमाणा २ ओहयमणसंकप्पा जाव झियायति
ચંપા નગરીને, લવણ સમુદ્રની યાત્રા કરવા માટે માતાપિતાએ ચોકખી ના કહેવા છતાં બે ત્રણ વખત તેની તેજ વાત તેમની સામે મૂકીને આજ્ઞા મેળવવાને, લવણ સમુદ્રમાં યાત્રા કરવાને, અકાળે વાવાઝોડાથી નાવ ડૂબી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨